ગુજરાતને એક મોટા સંતની ખોટ પડી, સ્વામીજીના આશિષ હંમેશા વરસતા રહેશેઃ CM રૂપાણી

News18 Gujarati
Updated: August 1, 2021, 6:38 PM IST
ગુજરાતને એક મોટા સંતની ખોટ પડી, સ્વામીજીના આશિષ હંમેશા વરસતા રહેશેઃ CM રૂપાણી
મુખ્યમંત્રીએ હરિપ્રસાદ સ્વામીજીને આપી પુષ્પાંજલી

HariPrasad swanu funeral: રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીના આશિષ ગુજરાત ઉપર હંમેશા વરસતા રહેશે. ગુજરાત હમેશાં પડકારો સામે પણ તેઓ ગુજરાતની ચિંતા કરતા. સ્વામીજી નર્મદા ડેમ બાંધવાની વાત કરતા , ગુજરાત વિકાસની વાત હોય છે. શિક્ષણનો મુદ્દો હોય કે તે કોમી તોફાન હોય તેમણે સમાજ સેવા કરી છે.

  • Share this:
વડોદરાઃ સોખડા હરિધામ મંદિર પરિસરમાં (Sokhda Haridham temple) આજે રવિવારે હરિપ્રસાદ સ્વામીજીની અંતિમયાત્રા (HariPrasad Swami funeral) નીકળી હતી. જેમાં હજારો ભક્તો, સંતો અને મોટા નેતાઓ જોડાયા હતા. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel) પણ સોખડા હરિધામ પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે, ગુજરાતને એક મોટા સંતની ખોટ પડી છે. સાડા છ કરોડ ગુજરાતી વતિ હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. ગુરુ હરિ પ્રસાદ સ્વામી આપણી વચ્ચે ભલે ચાલ્યા ગયા પરંતુ તેઓ આપણી વચ્ચે છે.

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીના આશિષ ગુજરાત ઉપર હંમેશા વરસતા રહેશે. ગુજરાત હમેશાં પડકારો સામે પણ તેઓ ગુજરાતની ચિંતા કરતા. સ્વામીજી નર્મદા ડેમ બાંધવાની વાત કરતા , ગુજરાત વિકાસની વાત હોય છે. શિક્ષણનો મુદ્દો હોય કે તે કોમી તોફાન હોય તેમણે સમાજ સેવા કરી છે. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હમેશાં સુખી સંપન્ન અને વિકાસ થાય તેની પ્રાર્થના કરતા. એક મોટા સંતની ખોટ ગુજરાતને પડી છે.

આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશઆ પણ વાંચોઃ-સુરતઃ ભાભીની બર્થ ડે પાર્ટીના Live Video શેરમાં યુવકે કર્યા બીભત્સ મેસેજ, યુવતીએ ગજબ રીતે પકડ્યો

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ચીંધેલા માર્ગ પર સમાજ આજે ચાલશે. પરિવારના અને સમાજમાં આજે આત્મતિમ્યતા અભાવ છે. પરંતુ સ્વામીજી આત્મિતતા પર વધુ ભાર મુક્તા હતા. ગુજરાત અનેક પરિવારના સંબંધ તુટતા હતા તે જોડવાનું કામ સ્વામીએ કર્યું. દાસનો દાસ છે તે વાતમાં વિનમ્રતા જોવા મળી હતી. અહમ પીગડે છે ત્યારે દાસ્તાવા જીવ્યા છે. યુવાનોને શિસ્ત બંધ બનાવ્યા હતા. ચોક્કસ યુવા ધન આજે નોધારું બન્યું છે. ગુરુ હરિપ્રસાદ સ્વામી નથી પણ તેમના વિચાર આજે કાયમ રહે છે.

સીએમ રૂપાણીએ પુષ્પમાળા ચડાવી
પાલખી યાત્રા લીમડા વન ખાતે પહોંચી છે. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીં સ્વામીજી પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને સંતોએ અને અન્ય મહાનુભાવોએ આરતી કરી હતી.
Published by: ankit patel
First published: August 1, 2021, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading