શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવઃ કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah રહેશે ઉપસ્થિત, વાંચો આખો કાર્યક્રમ


Updated: December 8, 2021, 3:54 PM IST
શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવઃ કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah રહેશે ઉપસ્થિત, વાંચો આખો કાર્યક્રમ
મહોત્સવ સ્થળની તસવીર

Ahmedabad news: અમદાવાદ (Ahmedabad) સોલામાં (Sola) નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસમાં (Maa Umiyadham Campus) શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ (Shri Umiya Mataji Mandir Shilanyas Mahotsav) 11થી 13 ડિસેમ્બના યોજાશે.

  • Share this:
અમદાવાદઃ કડવા પાટીદાર (Kadva Patidar) કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા (Shri Umiya Mataji Sansthan Unjha) દ્વારા અમદાવાદ (Ahmedabad) સોલામાં (Sola) નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસમાં (Maa Umiyadham Campus) શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ (Shri Umiya Mataji Mandir Shilanyas Mahotsav) 11થી 13 ડિસેમ્બના યોજાશે. 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે.

ભવ્યતી ભવ્ય શિલાન્યાસ મહોત્સવનું 11 ડિસેમ્બરના ઉદ્ઘાટન થશે. જેમાં કેન્દ્રીય મંત્રી અમિતશાહ (union minister Amit shah) અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યના (Governor Devvrat Acharya) હસ્તે ઉદ્ઘાટન થશે.તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે..તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોંફરન્સ થી જોડશે.આ શિલાન્યાસ મહોત્સવ 3 દિવસ ચાલશે.આ પ્રયોજેક અંદાજે 4 થી 5 વર્ષમાં પૂર્ણ થશે

11 ડિસેમ્બર2021ના શિલાન્યાસ મહોત્સવનું ઉદઘાટન થશે.સવારે 9 કલાકે પોથીયાત્રા નીકળશે. જેમાં 51 કરોડ શ્રી ઉમિયા શરણમ મમ મંત્રનોલેખની પોથીયાત્રા ભગવાન વિદ્યાપીઠ થી સોલા શ્રી ઉમિયધામ કેમ્પસ સુધી યોજાશે.અને ત્યાર બાદ શિલાન્યાસ મહોત્સવ ઉદ્ઘાટન સમારંભ 10 વાગ્યે શરૂ થશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અનેક મહાનુભાવો અને ભક્તો ઉપસ્થિત રહેશે.

12 ડિસેમ્બરના સવારે નવચંડી મહયજ્ઞ થશે. જેમાં 101 પાટલા યજમાન સાથે 9 કલાકે પ્રારંભ થશે.અને સાંજે 4.30 કલાકે પૂર્ણાહુતિ થશે.

આ પણ વાંચોઃ-ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

13 ડિસેમ્બરના શીલપુજન કાર્યક્રમ યોજાશે.501 શીલપુજન યજમાન સાથે 9.30 કલાકે પ્રારંભ થશે.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી,પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ મંડવીયા,તેમજ પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, પાટીદાર સંસ્થાના આગેવાનો, ધર્મચાર્ય, સંતો ઉપસ્થિત રહેશે.પ્રાચીન સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર મંદિરનું નિર્માણ થશે.નાગરાદી શૈલીમાં મંદિરની આકર્ષક કોતરણીયુક્ત રચના થશે.

આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ કેનેડાથી મામાના લગ્નમાં આવ્યો ભાણો, કાર નીચે આવી જતાં મોત, શોકિંગ cctv video viral

મંદિરની લંબાઈ 255 ફૂટ×160 ફૂટ પહોળાઈ રહેશે.ભૂમિ તળથી જગતી 16 ફૂટ ઊંચી રહેશે.તેની ઉપર 6 ફૂટ ઊંચી મહાપીઠ થશે.માં ઉમિયના આ ભવ્ય મંદિર નિર્માણમાં કોઈ પણ જગ્યાએ ખીલી જેટલું પણ લોખંડ વાપરવામાં આવશે નહિ.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો સાથે થઇ શકે છે દગો, જાણો રાશિફળ

માં ઉમિયા માતાજી સંસ્થાન અધ્યક્ષ મણીદાદા,માનદ મંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી), ઉમિયધામ શિલીન્યાસ મહોત્સવના કન્વીનર રમેશભાઈ દૂધવાળા,ચેરમેન બાબુભાઇ પટેલ પ્રયોજેક સાકાર બનાવવા માટે શુભારંભ કર્યો છે.તેમજ ટ્રસ્ટી સી કે પટેલ, વસુદેવભાઈ પટેલ ઉપસ્થિત ત્રણ દિવસ કાર્યક્રમ માહિતી જાહેત કરી હતી.
Published by: ankit patel
First published: December 8, 2021, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading