Ahmedabad news: અમદાવાદ પોલીસના યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહની ધરપકડ, કરતા હતા દારુનો ધંધો
Updated: January 27, 2022, 7:11 AM IST
પકડાયેલા આરોપીઓની તસવીર
Ahmedabad crime news: અમદાવાદ કણભા પોલીસે (Kanabha police) અમદાવાદ શહેરના 2 પોલીસ કર્મીઓની ધરપકડ (police arrested) કરી છે અને જેમના ઉપર આરોપ છે કે તે લોકો દારૂ મંગાવીને વેંચાણ કરાવતા હતા.
અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય પોલીસની (Ahmedabad rural police) તપાસમાં ખુબજ ચોંકવનારી ઘટના સામે આવી છે ખરેખર ચિંતાજનક છે. પોલીસનું કામ પ્રજાનું રક્ષા અને ગેરકાયદેસર કામ કરતા લોકો ધરપકડ કરી જેલ હવાલે કરવાનું હોય છે અને એજ પોલીસના કેટલાક લોકો દારૂનો ધંધો (police liquor sell) કરે તે કેટલું યોગ્ય છે. અમદાવાદ કણભા પોલીસે (Kanabha police) અમદાવાદ શહેરના 2 પોલીસ કર્મીઓની ધરપકડ (police arrested) કરી છે અને જેમના ઉપર આરોપ છે કે તે લોકો દારૂ મંગાવીને વેંચાણ કરાવતા હતા.
મળતી માહિતી પ્રમાણે આરોપી યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ જે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં અને મહેન્દ્ર સિંહ mt વિભાગમાં નોકરી કરે છે.
મળતી માહિતી પ્રમાણે ગઈ તારીખ 8 jan 2022ના રોજ dg વિજિલન્સ દ્વારા વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક ટ્રક પકડી પાડવામાં આવેલ અને જેમાં આશરે 6.5 લાખ નો દારૂ સહિત 14 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ અને જેમાં તપાસ સ્થાનિક પોલીસ તપાસ કરતા પહેલા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યું
જેમાં રાજેન્દ્ર સિંહ જાટ અને અમિત જાટની ધરપકડ થઈ હતી અને જેમની તપાસ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા. તેમની તપાસમાં સામે આવ્યું કે આ દારૂ જસપાલ સિંહ પવાર અને બન્ને પોલીસ કર્મીઓ હરિયાણાથી દારૂ મંગાવેલ અને જે લોકો દારૂ મંગાવીને અમદાવાદમાં અન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા હતા.
આ પણ વાંચોઃ-Ahmedabad news: પતિએ પત્નીના ગળાના ભાગે બ્લેડના ઘા મારી હત્યા કરી, આરોપીએ પોલીસને જણાવ્યું હત્યાનું કારણમળતી માહિતી પ્રમાણે પોલીસ કર્મી યુવરાજ સિંહ અગાઉ પણ દારૂના કેસમાં પકડાઈ ગયો છે. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આ લોકો અગાઉ પણ આ રીતે કેટલી વાર દારૂ મંગાવી ચુક્યા છે. આ મામલે અમદાવાદ ગ્રામ્ય sp વીરેન્દ્ર યાદવ નું કેહવું છે કે હાલ આ મામલે તપાસ ચાલુ છે અને અન્ય લોકો ની પણ ધરપકડ થઈ શકે છે.
Published by:
ankit patel
First published:
January 26, 2022, 10:17 PM IST