અમદાવાદ: નોકરી આપનાર સિક્યોરિટી ગાર્ડે અનેકવાર પરિણીતા પર ગુજાર્યો બળાત્કાર, વીડિયો વાયરલ કરવાની આપતો હતો ધમકી


Updated: September 28, 2021, 3:09 PM IST
અમદાવાદ: નોકરી આપનાર સિક્યોરિટી ગાર્ડે અનેકવાર પરિણીતા પર ગુજાર્યો બળાત્કાર, વીડિયો વાયરલ કરવાની આપતો હતો ધમકી
આરોપીની ધરપકડ કરાઇ

મહામારીમાં મહિલાનો પતિ પણ બેકાર હોવાથી નોકરીએ લીધો હતો, એક જ માસમાં આરોપીએ નોકરીમાંથી કાઢી મૂકી મહિલાને પિંખી નાખી. 

  • Share this:
અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી પરિણીતા (Wife and husband) અને તેના પતિને નોકરી આપ્યા બાદ સિક્યોરિટી ગાર્ડે બળાત્કાર ગુજાર્યો (security gaurd rapes on woman) હોવાની ઘટના સામે આવી છે. મહિલા પર દાનત બગડતા ગાર્ડે મહિલાના પતિને નોકરીમાંથી કાઢી મૂકી છેડતી કરી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં બળાત્કાર ગુજાર્યાના અને નિર્વસ્ત્ર કરેલા વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા મહિલાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

દંપતીને બે બાળકો છે

ઓઢવમાં રહેતી 27 વર્ષીય પરિણીતા બે બાળકો અને પતિ સહિતના સાસરિયાઓ સાથે રહે છે. દોઢેક વર્ષ પહેલા કોરોના મહામારીના કારણે મહિલા નોકરી શોધતી હતી. ત્યારે નિકોલ સ્પોર્ટ્સ ઓથોરિટી હોસ્ટેલ ખાતે તેનો ભેટો અનિલ મિશ્રા નામના સિક્યોરિટી ગાર્ડ સાથે થયો હતો. અનિલ નિકોલ સ્પોર્ટ્સ ઓથોરિટી હોસ્ટેલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને સાથે સુપરવાઈઝર પણ છે. આરોપી અનિલે 27 વર્ષીય પરિણીતાને 7500 રૂ. નોકરીએ રાખી હતી. કોવિડ મહામારીમાં મહિલાનો પતિ બેકાર હોવાથી તેને પણ નોકરીએ રાખ્યો હતો.

એક મહિનામાં જ પતિને નોકરીમાંથી કાઢી મૂક્યો

એકાદ માસમાં કામ બરાબર નથી કહીને મહિલાના પતિને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. બાદમાં રોજ નોકરી પુરી થવાના સમયે આરોપી આ મહિલા પાસે આવી, તું મને બહુ ગમે છે કહીને છેડતી કરતો હતો. કોરોનામાં પરિસ્થિતિ ખરાબ હોવાથી મહિલા આ અનિલની હરકતો પર ધ્યાન આપતી નહીં.

ગાર્ડ મહિલાને ધમકી આપતો કે, 'પતિને મરાવી નાંખશે'બાદમાં અનિલ આ મહિલાને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી કામ કરવાના બહાને રૂમમાં લઈ જઈ તેના પર અનેકવાર હોસ્ટેલમાં બળાત્કાર ગુજારતો હતો. આરોપીએ અનેક વાર મહિલા પર બળાત્કાર ગુજારી વીડિયો ઉતાર્યા હતા અને ધમકી પણ આપી કે, તેના પતિને મરાવી નાખશે. આટલું જ નહીં, અનેકવાર મહિલાને નિર્વસ્ત્ર કરી તેના પણ વીડિયો લઈ વાયરલ કરવાની ધમકીઓ આપી બળાત્કાર ગુજાર્યો હતો. કોરોનામાં મહિલા અને તેના પતિ પાસે નોકરી ન હોવાથી તે બને આ જગ્યાએ નોકરીએ લાગ્યા હતા. બાદમાં મહામારીમાં પતિને નોકરીમાંથી આરોપીએ કાઢી મુકતા મહિલા આ અત્યાચાર સહન કરતી હતી. પણ આખરે કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી.

આ પણ વાંચો-  વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટની ધરપકડ કરવામાં આવી

આરોપીએ મહિલા પર ગુજારેલા બળાત્કારના વીડિયો ફોનમાં રાખતા પોલીસે એફ.એસ.એલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. આરોપીના મેડિકલ ટેસ્ટ સહિતના મુદ્દાઓ પર હવે પોલીસ તપાસ કરી મહિલાને ન્યાય અપાવવા સક્રિય થઈ છે.
Published by: Kaushal Pancholi
First published: September 28, 2021, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading