Rahul Gandhi Birthday: રાહુલ ગાંધીને પસંદ છે ગુજરાતી વાનગીઓનો ચટાકો, લારીથી લઈને રેસ્ટોરાંમાં અહીંયા માણી ચુક્યા છે લિજ્જત

News18 Gujarati
Updated: June 19, 2021, 10:28 AM IST
Rahul Gandhi Birthday: રાહુલ ગાંધીને પસંદ છે ગુજરાતી વાનગીઓનો ચટાકો, લારીથી લઈને રેસ્ટોરાંમાં અહીંયા માણી ચુક્યા છે લિજ્જત
ફાફડા અને ગાઠીયાની મજા માણી રહેલા રાહુલ ગાંધી

Rahul Gandhi Birthday: 50 વર્ષ પૂર્ણ કરી અને જીવનના 51માં વર્ષમાં પ્રવેશી રહેલા રાહુલ ગાંધીએ કચ્છની એક સભામાં કહ્યું હતું કે ગુજરાતી વાનગીઓના કારણે તેમનું વજન વધી ગયું છે

  • Share this:
અમદાવાદ : કૉંગ્રેસના (congress) નેતા અને કેરળના (Kerala) વાયનાડના સાંસદ રાહુલ ગાંધીનો (Rahul Gandhi Birthday) આજે જન્મદિવસ છે. રાજકારણમાં પિતા રાજીવ ગાંધી (Rajiv gandhi) જેવો પ્રભાવ ન છોડી શકનારા રાહુલ ગાંધી ગાંધી-નહેરૂ પરિવારની ચોઢી પેઢીના વારસદાર છે. રાહુલ ગાંધીને રાજકારણ સિવાય અનેક બાબતોમાં રૂચી છે. ખાસ કરીને તેમનો ભોજન પ્રેમ (Food Love) અછતો નથી. તેઓ જે રાજ્યમાં જાય ત્યાંની વિશેષ વાનગીઓની મજા ચોક્સ માણે છે. રાજકીય નિષ્ણાતોના મતે આ તેમના સ્ટ્રેટેજીસ્ટે નક્કી કરેલી રણનીતિનો ભાગ હોઈ શકે પરંતુ તેમને ભોજન પ્રત્યે લગાવ છે તે વાતમાં બે મત નથી. અન્ય રાજ્યની જેમ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં (Gujarat) આવે છે ત્યારે ગુજરાતી વાનગીઓની (Gujarati Food) મજા ચોક્કસ માણે છે. જાણો તેમના જન્મદિવસે અગાઉ તેઓ ક્યાં ક્યાં અને કઈ કઈ જગ્યાઓએ ગુજરાતી ભોજનની મજા માણી ચુક્યા છે.

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે રાહુલ ગાંધીના રસ્તા પર ગુજરાતી ભોજન માણતા અને નાસ્તો કરતા ફોટોગ્રાફ્સ મીડિયામાં ખૂબ જોવા મળ્યા હતા. જોકે, રાહુલ ગાંધીએ 12મી ડિસેમ્બરના રોજ પ્રચારના અંતિમ ચરણ વખતે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમના ગુજરાતી ભોજનના પ્રેમ વિશે વાતો કરી હતી. તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે મેં પ્રચાર દરમિયાન ખાખરા, ફાફાડ, મરચાનું અથાણું, મગફળી, ઢોકળાની મજા માણી આ ચીજોને હું ક્યારેય નહીં ભુલું.

આ પણ વાંચો : રાજકોટ : હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

ઉત્તર ગુજરાતમાં ફાફડાની મજા 

આ ચૂંટણી પ્રચાર વખતે જ રાહુલ ગાંધી ચંદ્રેલા ગામમાં કૉંગ્રેસના તત્કાલિક પ્રમુખ ભરતસિંહ સોલંકી, રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોત અને પરેશ ધાનાણી સાથે ભજીયા, ફાફડા, જલેબીની મજા માણી હતી. ઉત્તર ગુજરાતના પ્રવાસની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

ફાફડા અને ચટણીની મજા માણી રહેલા રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
તારાપુરમાં પાવભાજીની લારીએ કરી હતી મુલાકાત

દરમિયાન આ ચૂંટણી વખતે જ રાહુલ ગાંધીએ તારાપુરની એક પાવભાજીની લારીઓ પણ રોકાણ કર્યુ હતું. એ વખતે લારી પર ટોળેને ટોળા વળી ગયા હતા અને પાવભાજીના લારી પર લોકો તેમને જોવા ઉમટ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ તારાપુરમાં એક સામાન્ય લારી પર પાવભાજીની મજા માણી હતી.કોર્ટની તારીખમાં આવેલા રાહુલે ઢોકળા, ભાખરી, ખીચડી અને સુખડી માણી હતી

વર્ષ 2019માં રાહુલ ગાંધી અમદાવાદ કોર્ટની એક તારીખમાં આવ્યા હતા. 11મી ઑક્ટોબરે અમદાવાદ આવેલા રાહુલ ત્યારે કોઈ ચૂંટણી પ્રચારમાં નહોતા એટલે ત્યારે ગુજરાતી ફૂડની મજા માણવાનો રાજકીય અર્થ પણ નહોતો. ત્યારે રાહુલ ગાંધીએ અમદાવાદની અગાશિયે હોટલમાં ઢોકળા, ભાખરી, ભજીયા, સાદી અને મસાલા ખચડી, મિક્સ શાકભાજી ઉપરાંત સુખડી સાથેની ગુજરાતી થાળીનો આનંદ માણ્યો હતો.

આ પણ વાંચો : મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂકની Viral Audio ક્લિપ, 'તારી પાસે જગ્યા હોય તો કહેજે, દૂધમાં સાકર ભળે એમ...'

કોર્ટેની તારીખમાં આવેલા રાહુલ ગાંધીએ જ્યારે અમદાવાદની અગાશીયે રેસ્ટોરન્ટમાં માણી હતી ગુજરાતી ભોજનની મજા


અમદાવાદ સ્વાતિમાં ખાસ મુલાકાત લીધી હતી

વર્ષ 2019માં જ જુલાઈની 12મી તારીખે અમદાવાદ આ જ સબબમાં અમદાવાદ આવેલા રાહુલ ગાંધી અમદાવાદ લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલી સ્વાતિ હોટલની મુલાકાતે ગયા હતા. તેમણે સ્વાતિ હોટલમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ગુજરાતી ભોજનની મજા માણી હતી.

આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

કચ્છની રેલીમાં કહ્યું હતું કે ગુજરાતી ભોજનના કારણે વજન વધી ગયું છે

રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર સમયે કચ્છમાં યોજાયેલી એક રેલીમાં જણાવ્યું હતું કે તમારા કારણે છેલ્લા બે મહિનામાં મારું વજન વધી ગયું છે, મારી બહેન પ્રિયંકા મારા ઘરે આવી ત્યારે તેણે રસોડામાં જોઈને કહ્યું કે આ શું છે? તારા રસોડમાં અથાણાંથી લઈને ફાફડ, મગફળી સુધી બધી જ ગુજરાતી વાનગીઓ છે.
Published by: Jay Mishra
First published: June 19, 2021, 10:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading