અમદાવાદઃ વાયરમેનની દીકરી પુજા જોશી ધો.12 સામાન્ય પ્રવાહમાં બની અવ્વલ


Updated: July 31, 2021, 9:01 PM IST
અમદાવાદઃ વાયરમેનની દીકરી પુજા જોશી ધો.12 સામાન્ય પ્રવાહમાં બની અવ્વલ
પુજા જોશીની ફાઈલ તસવીર

HSC board result: પૂજા ખુબજ સામાન્ય પરિવારમાંથી આવે છે. મીરામબિકા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીગીશાબેન પટેલ જણાવે છે કે પૂજા એ અમારી શાળાનું ગૌરવ છે અમને પ્રાઉડ છે કે તેણે આટલું સારું પરિણામ મેળવ્યું છે.  પૂજાના પિતા પ્રાઇવેટમાં કેબલ વાયરિંગનું કામ કરે છે અને તેની માતા હાઉસ વાઈફ છે.

  • Share this:
અમદાવાદ: કોરોનામાં (coronavirus time) પરીક્ષા વગર ઇતિહાસમાં પ્રથમવાર (For the first time in history) ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરિણામ 100 ટકા જાહેર કરાયુ છે. જોકે આ પરિણામથી ઘણા વિદ્યાર્થીઓ અસંતુષ્ટિ જાહેર કરી ચુક્યા છે. તેવામાં અમદાવાદના નારણપુરામાં (Ahmedabad news) રહેતી એક વિધાર્થિની પૂજા જોશીએ (Pooja joshi 12th result) એવી પણ છે જેણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 પરસેન્ટાઈલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. પૂજાના પિતા વાયરમેન તરીકે જોબ કરે છે.

પૂજાની ઈચ્છા UPSC પાસ કરી પરિવારનું નામ રોશન કરવાની છે.  રાજ્યના 4 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ધોરણ12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. પરિણામ બોર્ડની વેબસાઈટ પર મુકતા વિદ્યાર્થીઓ શાળાએ પરિણામ મેળવવા પહોંચ્યા હતા. આ પરિણામમાં અમદાવાદના નારણપુરામાં આવેલી મીરાંમ્બિકા સ્કૂલનીવિધાર્થિનીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. કારણ કે પૂજાએ ટ્યુશન વગર એ વન ગ્રેડ મેળવ્યો છે.

પૂજા ખુબજ સામાન્ય પરિવારમાંથી આવે છે. મીરામબિકા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીગીશાબેન પટેલ જણાવે છે કે પૂજા એ અમારી શાળાનું ગૌરવ છે અમને પ્રાઉડ છે કે તેણે આટલું સારું પરિણામ મેળવ્યું છે.  પૂજાના પિતા પ્રાઇવેટમાં કેબલ વાયરિંગનું કામ કરે છે અને તેની માતા હાઉસ વાઈફ છે.

આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

આ પણ વાંચોઃ-માઉન્ટ આબુ ફરવા જતાં પહેલા આ તસવીરો જોઈ લો, ભારે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી

અમદાવાદમાં અંદાજે 30 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે રેન્કર બન્યા છે જેમાંની એક પૂજા છે. પૂજાની બહેન પણ મીરાંમ્બિકા સ્કૂલમાં રેન્કર રહી હતી. અને બહેનની સફળતા બાદ હવે પૂજા પણ સ્કૂલમાં રેન્કર રહી છે. પૂજાએ ધોરણ10માં પણ 99.84 પરસેન્ટાઈલ સાથે A1 ગ્રેડ મેળવ્યો હતો અને ત્યારબાદ બારમા ધોરણમાં પણ  ક્રમાંક મેળવ્યો છે.આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

રાજ્યમાં ફક્ત 691 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જેમાં નારણપુરાની આ વિદ્યાર્થીની પણ ઉત્તીર્ણ રહી છે. પૂજાનું કહેવું છે કે આ વર્ષે કોરોનાના કારણે પરીક્ષા લેવાઈ નથી પરંતુ પરીક્ષા લેવાઈ હોત તો પણ આ જ મહેનત સાથે આ પરીણામ જ આવ્યું હોત.

સખ્ત મહેનત બાદ સારુ ધાર્યું પરિણામ મેળવી શકાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ સામાજિક પ્રસંગમાં હાજરી ન આપી તેણે આ સફળતા મેળવી છે. હવે પૂજા upsc પાસ કરી સિવિલ સર્વિસમાં જોડાઈ  પરીવારનું નામ રોશન કરવાની પૂજાની ઈચ્છા છે.
Published by: ankit patel
First published: July 31, 2021, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading