ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારીનું નિધન, PM મોદી-CM રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી

News18 Gujarati
Updated: June 19, 2021, 12:06 PM IST
ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારીનું નિધન, PM મોદી-CM રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી
IAS મહપાત્રાનું નિધન થતા વડાપ્રધાન અને મુખ્યમંત્રી રૂપાણીએ પાઠવ્યો શોક સંદેશો

IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રા લાંબા સમયથી કોમામાં હતા ત્યારે આજે વહેલી સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે

  • Share this:
મયૂર માકડિયા, અમદાવાદ : ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએસ (Gujarat IAS) ગુરૂપ્રસાદ મહાપાત્રાનું (Guruprasad Mohapatra death) આજે દુ:ખદ નિધન થયું છે. તેઓ આજે કોરોનાવાયરસ (Corona virus) સામે જંગ હારી ગયા છે. તેમના નિધનના પગલે અધિકારીઓ સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દુખની લાગણી વ્યક્ત કરી છે. બંને મહાનુભાવોએ મહાપાત્રાના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે.

IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રા લાંબા સમયથી કોમામાં હતા. ત્યારે આજે વહેલી સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. મહાપાત્રાના અવસાનથી IAS ઓફિસરોમાં ભારે શોકની લાગણી છવાઈ છે.

આ પણ વાંચો : રાજકોટ : હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે 'DPIITના સચિવ ડૉ.ગુરૂપ્રસાદ મહાપાત્રાના નિધન પર દુખની લાગણી અનુભવું છે. મે તેમની સાથે કેન્દ્ર અને ગુજરાતમાં ખૂબ નજીકથી કામ કર્યુ હતું. તેમને વહિવટી મુદ્દાઓની અદભૂત સમજ હતી. તેઓ તેમના ઇનોવેટિવ વિચારો માટે જાણીતા હતા. તેમના પરિવાર અને મિત્રોને સાંત્વના સાથે ઓમ શાંતિ'

ગુરુપ્રસાદ મહાપાત્રા 1986ની બેચનાં IAS ઓફિસર હતા, તેઓએ રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકેની ફરજ બજાવી હતી. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પણ તેઓએ સેવા આપી હતી. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા હતા. ત્યાર બાદ તેઓ છેલ્લા લાંબા સમયથી ડેપ્યુટેશન પર હતા, દિલ્હીમાં છેલ્લે તેઓ કોમર્સ વિભાગનાં સેક્રેટરી હતા.


મહાપાત્રાના નિધન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે 'ગુજરાત કેડરના IAS અધિકારી શ્રી ગુરુપ્રસાદ મહાપાત્રાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાત કેડરના સનિષ્ઠ અધિકારી ગુમાવ્યાં છે.

પ્રભુ તેમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે તેમજ પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.

આ પણ વાંચો : મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂકની Viral Audio ક્લિપ, 'તારી પાસે જગ્યા હોય તો કહેજે, દૂધમાં સાકર ભળે એમ...'

ૐ શાંતિ…!!'

અગાઉ મહાપાત્રાએ નેશનલ એરપોર્ટ ઓથો.નાં ચેરમેન તરીકેની પણ ખુબ જ નમૂનેદાર કામગીરી નિભાવી હતી. ગુજરાતમાં આગામી મુખ્ય સચિવ તરીકે તેમનું નામ ક્યાંકને ક્યાંક ચાલતું હતું. ઉપરાંત તેઓ અસરકારક કામગીરી માટે પણ જાણીતા હતા.
Published by: Jay Mishra
First published: June 19, 2021, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading