અમદાવાદ : બ્રાન્ડડે ઘી ખરીદતા પહેલાં ચતેજો! Amul સહિતની મોટી બ્રાન્ડનો નકલી માલ પકડાયો


Updated: September 7, 2021, 9:01 PM IST
અમદાવાદ : બ્રાન્ડડે ઘી ખરીદતા પહેલાં ચતેજો! Amul સહિતની મોટી બ્રાન્ડનો નકલી માલ પકડાયો
Ahmedabad Duplicate Ghee Factory : કણભામાં ચાલી રહ્યો હતો ગોરખધંધો, આરોપીઓ જુદી જુદી ચીજોની ભેળસેળ કરી અને અત્યારસુધી બાવી રહ્યા હતા નકલી ઘી, માંગો તે બ્રાન્ડનો નકલી માલ ઝડપાયો

Ahmedabad Duplicate Ghee Factory : કણભામાં ચાલી રહ્યો હતો ગોરખધંધો, આરોપીઓ જુદી જુદી ચીજોની ભેળસેળ કરી અને અત્યારસુધી બાવી રહ્યા હતા નકલી ઘી, માંગો તે બ્રાન્ડનો નકલી માલ ઝડપાયો

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : જો તમે અમૂલ (Amul) સહિતની મોટી બ્રાન્ડના ઘી (ghee) અજાણી જગ્યાએથી ખરીદતા હોવ તો ચેતી જજો! આજે અમદાવાદ ગ્રામ્ય પોલીસે (ahmedabad Rural Police) અમૂલ સહિતની મોટી મોટી બ્રાન્ડના નકલી ઘી ?(Duplicate Ghee) બનાવવાની કંપની પકડી પાડી છે. પોલીસે કણભામાંથી (Kanbha)માંથી માતબર જથ્થો કબ્જે કરતા હાહાકાર મચી ગયો છે. આ ગોડાઉનમાંથી ઝડપાયેલું ઘી જુદી જુદી ચીજોની ભેળસેળ કરી અને તૈયાર કરવામાં આવતું હતું અને ત્યારબાદ મોટી મોટી બ્રાન્ડના પેકેજિંગમાં ગોઠવી વેચવામાં આવતું હતું. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે.


અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા હાથ લાગી છે ત્યારે આ આરોપીઓ બ્રાન્ડેડ કંપનીના નામે ઘી બનાવતા હતા.અમદાવાદની કણભા પોલીસે મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી છે અને લાખો રૂપિયા ના મુદ્દામાલ પણ કબ્જે કર્યા છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ પાસે થી ગોડાઉન માંથી 900 લીટર બનાવેલું ઘી પણ કબ્જે કરવા માં આવ્યું છે અને તેમની પૂછપરછ હાથ ધરવા માં આવી છે.


ઘટના કાઈ એમ છે કે અમદાવાદ ગ્રામ્ય sp વીરેન્દ્ર યાદવ દ્વારા અલગ અલગ ગોડાઉન અને અન્ય જગ્યા તપાસ કરવા અને ખોટું કોઈ કામ ચાલે છે કે કેમ તેની સામે કાર્યવાહી કરવા આદેશ આપવા માં આવ્યા હતા. dysp કે.ટી કામરીયાના માર્ગદર્શન હેઠળ કણભા પોલીસે તેમના વિસ્તારમાં આવેલ બાકરોલ બુજરંગ નામની સીમમાં આવેલ ગોપાલ ચરણ ઇન્ડસ્ટ્રીયલ હબ રોડ નંબર-1માં આવેલ શેડ નંબર એ-158 વાળા ગોડાઉનમાં દરોડા પાડ્યો હતો.


આ જગ્યા પર0 નેમા માળી નામનો વ્યક્તિ ભાડે રાખી જુદી જુદી વસ્તુઓની ભેળ સેળ કરીને ડુપ્લીકેટ ઘીના અન્ય વનસ્પતિ ઘી બનાવીને વેચાણ કરતા હતા. મહત્વનું છે કે આરોપીઓ બ્રાન્ડેડ ઘીના નામે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખથી વધુનો બનાવટી ઘી સાથે 5 લાખથી વધુ નો મુદ્દામાલ પણ કબ્જે કર્યા છે.


પોલીસે 3 આરોપીઓ ની ધરપકડ કરી છે જેમાં નેમા માળી,કિરણસિંહ સીસોદીયા અને વિક્રમ ચૌહાણ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે અને હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ લોકો કેટલા સમયથી આ પ્રકારે ડુપ્લીકેટ ઘી બનાવી ને વેંચી રહ્યા હતા અને ક્યાં ક્યાં વેંચી રહ્યા હતા.
Published by: Jay Mishra
First published: September 7, 2021, 9:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading