'રાજ્યમાં સરકારી અને ખાનગી ઑફિસમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે, લગ્નમાં 50 વ્યક્તિની મર્યાદા'

News18 Gujarati
Updated: April 12, 2021, 9:02 PM IST
'રાજ્યમાં સરકારી અને ખાનગી ઑફિસમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે, લગ્નમાં 50 વ્યક્તિની મર્યાદા'
વિજય રૂપાણીએ જણાવ્યું કે સરકાર ઓછામાં ઓછી સંક્રમિત થાય એના કારણે આપણો મૃત્યુરેટ 1.4 પર્સન્ટ છે.

રાજ્યમાં એપ્રિલ-મે મહિનામાં આવતા તમામ તહેવારોની જાહેરમાં ઉજવણી પર અને ટોળા એકઠાં કરવા પ્રતિબંધ

  • Share this:
રાજ્યમાં કોરોના વાઇરસની (Gujarat Coronavirus) સ્થિતિ અંગે હાઇકોર્ટે ઝાટકી લીધા બાદ આજે સાંજે સરકારનો પક્ષ રજૂ કરવા માટે સીએમ રૂપાણી ફેસબૂક પર લાઇવ (CM Rupani Live) થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ લાઇવ દ્વારા સરકારનો પક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તબીબોને અનુરોધ છે કે કારણ વગર રેમડેસિવીર ન લખે. રેમડેસિવીર (Remdesivri) બનવાની પ્રોસેસ 15 દિવસની છે અને સરકાર ગેમ તેમ કરીને રોજનાં 25,000 ઇન્જેક્શન એકઠાં કર્યા છે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટા નિયમો જાહેર કર્યા છે. હવે પછી રાજ્યમાં સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. 50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટિવ ડે સાથે કામ કરે તેવો નિયમ આજથી જાહેર કરવામાં આવ્યો છે જ્યારે લગ્નમાં જાહેર કાર્યક્રમો નહીં થઈ શકે અને લગ્ન સમારંભની મર્યાદા 50 વ્યક્તિની કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉ મેર્યુ કે રાજ્યમાં હવે પછી આગામી એપ્રિલ- મે માસ દરમિયાન યોજાનારા તમામ ધાર્મિક કાર્યક્રમોનાં તમામ ધર્મોનાં મેળાવડા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે અને તમામ ધર્મો સરકારને સાથ આપે એવી અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો : સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

એપ્રિલમાં 2.14 લાખ રેમડેસિવીર આવ્યા અને સરકારે છેલ્લા 10 દિવસમાં સવા લાખ આપ્યા. સરકાર ચારેય તરફથી રિસોર્સિમાંથી ભેગા કરી અને સવા 3 લાખ ઇન્જેક્શન આપ્યા છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલનું હબ હોવાના કારણે અમને પણ રોજ બહાર આવે છે. રેમડેસિવીર રોજના 25,000 સરકારને મળે છે. સરકારે લગભગ દર્દીઓ સુધી પહોંચાડવામાં સફળ થયા છે. ઝાયડસને અભિનંદન આપ્યા છે.રેમડેસિવીર ઇન્જેક્શન કોરોનાના દરેક દર્દીઓ માટે નથી. જેમને શ્વાસની તકલીફ છે. કોમોર્બિડિટી નથી. ત્યારે સરકારે પ્રાયોરિટી નક્કી કરી છે. કોવિડ-19ના સિરિયસ પેશન્ટને પહેલાં ઇન્જેક્શન આપવામાં આવે. કેસ વધતા જાય છે કે ઝડપથી કંટ્રોલમાં આવી રહ્યા છે પરંતુ માની લો કે કેસ નથી કાબૂ વધતા તો આપડા હાથમાં આવેલા શસ્ત્રનો આપણે ઉપયોગ કરવાનો છે.સરકારે પાછલા 10 દિવસમાં 15,000 બેડની સંખ્યા વધારી છે. સંજીવની રથની સંખ્યા વધારી છે અને 1500 રથ અમદાવાદમાં સારવાર માટે એકઠાં કર્યા છે. રોજ અમે 20,000 ફોન એકઠાં કરી અને સારવાર કરી રહ્યા છે. વડોદરામાં 250 સંજીવની રથ અને 34 ધનવંતરી રથ આપવામાં આવી છે. અમદાવાદના જીએમડીસીના કન્વેનશમાં 900 બેડની મોટી હૉસ્પિટલ ઊભી કરી છે.

આ પણ વાંચો : વલસાડ : આડા સંબંધોમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, મર્ડરને આપઘાતમાં ખપાવા ઘડ્યો હતો માસ્ટર પ્લાન

વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર મને વિશ્વાસ છે તેઓ મંજૂરી આપશે. સુરતે છેલ્લા 15 દિવસમાં 3000 બેડ વધાર્યા છે. બેડ વધારવાની સાથે તબીબોનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફની તાબડતોડ ભરતી કરી છે. રાજકોટમાં 63 ધનવંતરી રથ અને 25 સંજીવની રથ ચાલે છે. રાજકોટમાં આગામી 10 દિવસમાં 2400 બેડ વધારી રહ્યા છે.

આ પણ વાંચો : ગાંધીનગર : ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે રહેવાં કર્યુ એવું કામ કે જાણીને ચોંકી જશો

સરકારે આરટીપીસીઆરના ટેસ્ટ વધાર્યા છે. 60,000 આરટીપીસીઆર ટેસ્ટ અને 24 કલાકમાં આનો રિપોર્ટ મળે ત્યારે રાજ્યમાં 60,000 ટેસ્ટના 24 કલાકમાં પરિણામ મળે એવી વ્યવસ્થા સરકાર કરી રહી છે. ઓક્સીજનની માંગ વધી ગઈ કારણ કે અમે ઑક્સીજન બેડ વધી ગયા એટલે વપરાશ વધ્યો તો એની સામે ઓક્સીજનની પણ 70 ટકા રિઝર્વ રાખવાનો નિર્ણય કર્યો છે. 600 ટનનો વપરાશ થયો છે કારણ કે ઑક્સીજનનો બેડનો ઉપયોગ વધ્યો છે.
Published by: Jay Mishra
First published: April 12, 2021, 8:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading