'જોનપુર કા કંટ્રોલ લેંને આયે હે, લેકે જાયેંગે,' મીરઝાપુરના ડાયલોગ પર તલવાર સાથે Video બનાવવો ભારે પડ્યો


Updated: March 28, 2021, 6:07 PM IST
'જોનપુર કા કંટ્રોલ લેંને આયે હે, લેકે જાયેંગે,' મીરઝાપુરના ડાયલોગ પર તલવાર સાથે Video બનાવવો ભારે પડ્યો
જુહાપુરાના યુવકોને તલવાર સાથેનો વીડિયો ભારે પડ્યો

શહેરનાં (Ahmedabad) જુહાપુરા વિસ્તારમાં (Juhapura) રહેતા સફ્ફાન ભાટી તેમજ અન્ય એક શખ્સે (Youth) હાથમાં તલવાર (Sword) સાથેનો વીડિયો (Video) બનાવ્યો હતો. આ સાથે અન્ય એક વીડિયો કારમાં ખુલ્લી તલવાર સાથે બનાવ્યો હતો

  • Share this:
અમદાવાદ: શહેરનાં (Ahmedabad) જુહાપુરા વિસ્તારમાં (Juhapura) રહેતા સફ્ફાન ભાટી તેમજ અન્ય એક શખ્સે (Youth) હાથમાં તલવાર (Sword) સાથેનો વીડિયો (Video) બનાવ્યો હતો. આ વીડિયો થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો હતો. જે વાયરલ વીડિયો મામલે વેજલપુર પોલીસે તપાસ કરીને વીડિયોમાં તલવાર સાથે દેખાતા બંન્ને શખ્સોની ધરપકડ  (Youth Arrested)કરી છે. બન્ને શખ્સોએ ગૃપમાં વીડિયો બનાવી વેબ સિરીઝ મીરઝાપુરનો એક ડાયલોગ મૂકીને વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

જુહાપુરામાં રહેતા સફ્ફાન ભાટી અને બાદશાહખાન નામનાં યુવકોની એક કરતુતે તેઓને હાલ જેલનાં સળીયા પાછળ ધકેલી દિધા છે. અમદાવાદમાં થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં બે વિડિઓ વાયરલ થયા હતા. જેમાંથી એક વીડિયોમાં હાઈવે પર જતી કારમાં તલવાર સાથે સફ્ફાન ભાટી નામનો શખ્સ દેખાતો હતો અને બીજા વીડિઓમાં અનેક લોકો એક જગ્યાએ એકઠા થયા હતા.


જેમાં જાણીતી વેબ સીરીઝ મીરઝાપુરનો ડાયલોગનો ઓડિયો પણ મુકવામાં આવ્યો છે. જેમાં “જોનપુરકા કંટ્રોલ લેંગે, લે કે જાયેંગે" તેવા ઓડિયો સાથે અનેક યુવકોની વચ્ચે ઉભા બે યુવકો હાથમાં તલવાર લઈને વીડિયો બનાવડાવતા જોવા મળયા હતા. આ મામલે વેજલપુર પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી જુહાપુરામાંથી સફ્ફાન ભાટી તેમજ બાદશાહ ખાન નામનાં યુવકને ફતેવાડીમાં તેના ઘરેથી તલવાર સાથે ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો : રાજકોટ : લોકઅપનો વધુ એક Live Video વાયરલ, 'પુલીસ આયેંગા તો બોલના માયા ભાઈ આયા થા'

પોલીસની પુછપરછમા સામે આવ્યુ કે વીડિયોમાં દેખાતા યુવકો ક્રિકેટ રમવા માટે બહાર ગયા હતા. તે સમયે સફ્ફાન ભાટી અને બાદશાહ ખાને હાથમાં તલવાર લઈને વિડિઓ બનાવ્યો હતો. જેથી પોલીસે હાલ તો આ બન્ને નબીરાઓની ધરપકડ કરી છે. અને હવે જે સ્થળે આ વીડિયો બનાવવામાં આવ્યો તે વિસ્તારનાં લોકલ પોલીસ સ્ટેશનમાં પણ આ બન્ને ઈસમો સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાવવાની તજવીજ વેજલપુર પોલીસે હાથ ધરી છે.
પોલીસે આ મામલે બે યુવકોની ધરપકડ કરી છે.


આ પણ વાંચો : પંચમહાલ : હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે આતંક મચાવ્યો, ઘટનાનો Live Video થયો વાયરલ

મહત્વનુ છે કે જુહાપુરા વિસ્તારનાં થોડા દિવસો પહેલા હાથમા બંદૂક સાથે જુહાપુરાનાં ડોન અમીન મારવાડીએ વીડિયો વાયરલ કરતા તેની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે આ કેસમાં વિડિયોમાં દેખાતા અન્ય યુવકો સામે પણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: March 28, 2021, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading