અમદાવાદઃ 'તારો કપડાં બદલતો વીડિયો મારી પાસે છે' યુવતીને ધમકી આપી યુવકની શરમજનક કરતૂત


Updated: May 9, 2021, 11:03 PM IST
અમદાવાદઃ 'તારો કપડાં બદલતો વીડિયો મારી પાસે છે'  યુવતીને ધમકી આપી યુવકની શરમજનક કરતૂત
પ્રતિકાત્મક તસવીર

આ નરાધમે કિશોરીને બિભત્સ વીડિયો મોકલવાનું પણ શરૂ કર્યું હતું. અને તેના પરિવારને પણ ગાળો બોલીને કિશોરીને વીડિયો કોલ કરવા માટે દબાણ કરતો હતો. 

  • Share this:
અમદાવાદઃ 'તારો કપડાં બદલતો વીડિયો (Video) મારી પાસે છે અને જો તું મારી સાથે વાત નહીં કરે તો આ વીડિયો વાયરલ (Video viral) કરી દઈશ અને તમારા પરિવારને હાનિ પહોંચાડિશ.' પાડોશમાં રહેતા યુવકે 16 વર્ષીય કિશોરીને વોટ્સએપ કોલ (whats app) કરી ધમકી આપી અને તેની સાથે વાતચીત શરૂ કરી બિભત્સ વીડિયો (Nasty videos) મોકલતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

નવા નરોડા વિસ્તામાં રહેતી એક મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં (krushnanagar police station) ફરિયાદ આપી છે કે ત્રણ ચાર દિવસ અગાઉ તેની 16 વર્ષીય દીકરીએ જાણ કરી હતી કે પાડોશમાં રહેતો યુવક છેલ્લા બે મહિનાથી તેને હેરાન કરે છે.

આશરે બે મહિના પહેલા આરોપી યુવકે કિશોરીને whatsapp કોલ કર્યો હતો અને ધમકી આપી હતી કે તારો કપડાં બદલતો વીડિયો મારી પાસે છે અને જો તું મારી સાથે વાત નહીં કરે તો આ વીડિયો વાયરલ કરી દઈશ અને તમારા પરિવારને હાની પહોંચાડિશ.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-મોટા વેપારીના પુત્રએ તગડી રકમ ખર્ચીને થાઈલેન્ડથી બોલાવી કોલગર્લ, યુવતીનું બે દિવસમાં કોરોનાથી થયું મોત

જો કે કિશોરીએ પરિવારની સલામતી માટે તેની સાથે વાતચીત શરૂ કરતાં આરોપી તેને વોટ્સએપ કોલ કરતો અને બિભત્સ વાતચીત કરતો હતો. કિશોરી તેને બ્લોક કરી દેતા તેણે ફરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

અને વોટ્સએપમાં તેનો નંબર unblock કરાવ્યો હતો. જોકે બાદમાં આ નરાધમે કિશોરીને બિભત્સ વીડિયો મોકલવાનું પણ શરૂ કર્યું હતું. અને તેના પરિવારને પણ ગાળો બોલીને કિશોરીને વીડિયો કોલ કરવા માટે દબાણ કરતો હતો.એટલું જ નહિ કિશોરીને આકાશ નામથી લવ લેટર લખવી વોટ્સએપ કરી આપવા પણ દબાણ કર્યું હતું. ત્યારબાદ આરોપી અવાર નવાર કિશોરી સાથે બિભત્સ વાતો કરતો હોવાથી તેણે કંટાળી સમગ્ર ઘટના ની જાણ તેની માતા ને કરી હતી. અને આ મામલે પોલીસ ને જાણ કરતા પોલીસ એ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: May 9, 2021, 10:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading