અમદાવાદ: પોલીસ પેટ્રોલિંગનો સમય પૂર્ણ થયા બાદ વડોદરાથી ચોરી કરવાં આવતી ગેંગ, બેની ધરપકડ


Updated: November 27, 2021, 2:13 PM IST
અમદાવાદ: પોલીસ પેટ્રોલિંગનો સમય પૂર્ણ થયા બાદ વડોદરાથી ચોરી કરવાં આવતી ગેંગ, બેની ધરપકડ
મણિનગરમાંથી ચોરી કરતી ગેંગનાં બે સભ્યો ઝડપાયા

Ahmedabad Crime News: મણિનગર પોલીસની કસ્ટડીમાં રહેલા ફઈમખાન પઠાણ અને વિજય ઉર્ફે અજય રબારી છે. જે બને મૂળ વડોદરાનાં વતની છે પરંતુ અમદાવાદ શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ ગત 24 મીની રાત્રે શહેરના ખોખરા વિસ્તારમાથી એક ગાડીની ચોરી કરી અમદાવાદ અને ગાંધીનગરમાં ઘરફોડ માટે રેકી કર્યા બાદ મણિનગરનાં એક ફ્લેટનું તાળું તોડી મોંઘીદાટ ઘડિયાળો અને સોનાનાં દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો

  • Share this:
અમદાવાદ:પોલીસ પેટ્રોલિંગનો સમય પૂર્ણ થયા બાદ વડોદરાથી શહેરમાં ચોરી કરવા નીકળતી ગેંગનાં બે સભ્યો ઝડપાયા છે. મણિનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ચોરીમાં વાહન ચોરી સહિત ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. સાથે જ શહેરમાં વધુ એક ચોરીને અટકાવવામાં પણ પોલીસને સફળતા મળી છે.

મણિનગર પોલીસની કસ્ટડીમાં રહેલા ફઈમખાન પઠાણ અને વિજય ઉર્ફે અજય રબારી છે. જે બને મૂળ વડોદરાનાં વતની છે પરંતુ અમદાવાદ શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ ગત 24 મીની રાત્રે શહેરના ખોખરા વિસ્તારમાથી એક ગાડીની ચોરી કરી અમદાવાદ અને ગાંધીનગરમાં ઘરફોડ માટે રેકી કર્યા બાદ મણિનગરનાં એક ફ્લેટનું તાળું તોડી મોંઘીદાટ ઘડિયાળો અને સોનાનાં દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો. સાથે જ ઘરમાં રહેલી ફરિયાદીની ગાડી ચોરી કરી અગાઉ ચોરેલી ગાડીને બિનવારસી છોડી ફરાર થયા હતા. પરંતુ ચોરી કરેલી ગાડી સાથે ફરી અન્ય કોઈ જગ્યાએ ચોરી કરે તે પહેલાં મણીનગર પોલીસે આરોપીને ઝડપી પાડયા છે, આ વાતની માહિતી ખુદ મણિનગર પોલીસસ્ટેશનનાં પીઆઇ ભરત ગોયલે આપી છે.

આ પણ વાંચો- અમદાવાદ: નમકીનનાં પેકેટમાં ગુટખા ભરીને વિદેશ મોકલવાનું કૌભાંડ, 64.5 કિલોનો જથ્થો ઝડપાયો

ઝડપાયેલા બે આરોપીની પૂછપરછમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રાજુ પંજાબીનું નામ સામે આવ્યું છે. પોલીસે જ્યારે આરોપીને ઝડપયા ત્યારે રાજુ પણ તેમની સાથે હતો. જોકે પોલીસ સાથે થયેલી ઝપાઝપી બાદ તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મોટાભાગનો મુદ્દામાલ આરોપી રાજુએ વડોદરાનાં એક સોની વેપારીને વેચ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે વડોદરામાં દરગાહ પાસે છૂટક મજૂરી કરતા હતા તે સમયે એકબીજાના સંપર્કમાં આવ્યા અને ગુનાને અંજામ આપવની શરૂઆત કરી હતી.

 આ પણ વાંચો-દિલ્હીનો માનસિક વિકલાંગ યુવક 20 વર્ષ બાદ સોમનાથથી મળ્યો, પરિવાર સાથે થયુ સુખદ મિલન

આરોપીઓએ ત્રણ ગુનાની કબુલાત તો કરી પણ અન્ય કેટલા ગુના આચર્યા તેની પણ તપાસ શરૂ કરાઇ છે. સાથે જ આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઇ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા છે.
Published by: Margi Pandya
First published: November 27, 2021, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading