અમદાવાદ : ખૂનની કોશિસના ફરાર આરોપીએ Wanted થઈને પણ કરી નાખ્યા અનેક કાળા કામ


Updated: September 7, 2021, 5:20 PM IST
અમદાવાદ : ખૂનની કોશિસના ફરાર આરોપીએ Wanted થઈને પણ કરી નાખ્યા અનેક કાળા કામ
ઘણા સમયથી ફરાર આરોપી ગૌરવ ચૌહાણની ધરપકડ

ગોવા અને અમદાવાદમાં કોલ સેન્ટર ખોલી કરી છેતરપિંડી, લીકર કિંગ બંસી સાથે કર્યો દારૂનો વેપાર

  • Share this:
અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા ઘણા સમયથી ફરાર એક આરોપી ગૌરવ ચૌહાણ (Gaurav Chauhan) નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીએ બાપુનગર (Bapunagar) વિસ્તારમાં ફાઈનાન્સના વેપારમાં રૂપિયાની લેતી દેતી મામલે વર્ષ 2020માં અશોક ગોસ્વામી નામના ફરિયાદી ઉપર પોતાના મિત્રો સાથે મળીને ફાયરિંગ(Firing)ની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો.

આરોપી ગૌરવ ચૌહાણ ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં રેહતો હતો અને તે પોતાના મિત્ર અજય ઉર્ફે કાંચાને મળવા આવી રહ્યો છે તે માહિતીના આધારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ગૌરવ આ પેહલા હત્યાની કોશિસ સહિત 12થી વધુ ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે અને પાસા પણ કાપી ચુક્યો છે.

મહત્વની વાત તો એ છે કે, આરોપી ફરાર હતો તે સમયમાં ખોટા કામો કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના અન્ય સાગરીત સાગર મહેતા સાથે મળી ગોવા અને અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ખોલી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો.

નોંધનીય છે કે, મણિનગરમાં કોલ સેન્ટર પકડાઈ ગયેલ અને જેમાં ગૌરવનો ભાઈ સૌરવની ધરપકડ થઈ હતી ને જેમાં પણ ગૌરવ ચૌહાણ ફરાર હતો. આ મામલો અહીંયા પૂરો થતો નથી આરોપીએ ત્યાર બાદ લીકર કિંગ ગણાતા બંસી સાથે મળી પોતાના મિત્ર અજય સાથે ભેગા મળીને દારૂનો વેપાર શરૂ કરી નાખ્યો હતો અને જેમાં પણ ગૌરવ અનેક ગુનાઓમાં ફરાર હતો.

આ પણ વાંચોસુરત અકસ્માત VIDEO : નબીરા કાર ચાલકે બાળકીને અડફેટે લીધી, કરૂણ અકસ્માત CCTVમાં કેદ

હાલ બન્ને આરોપીઓની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના acpનું કેહવું છે કે, આરોપી ગૌરવ ચૌહાણ હત્યાની કોશિશ, દારૂ અને કોલ સેન્ટરના અલગ-અલગ 8 ગુનાઓમાં ફરાર હતો.
Published by: kiran mehta
First published: September 7, 2021, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading