World Heart Day 2021: વધુ પ્રમાણમાં પરસેવો થાય કે પગમાં સોજો આવે તો સાવધાન! આ હ્રદય રોગના લક્ષણો હોઈ શકે


Updated: September 28, 2021, 4:12 PM IST
World Heart Day 2021: વધુ પ્રમાણમાં પરસેવો થાય કે પગમાં સોજો આવે તો સાવધાન! આ હ્રદય રોગના લક્ષણો હોઈ શકે
હાર્ટ અટેકના આ લક્ષણોને અવગણશો નહીં (Shutterstock તસવીર)

World Heart Day 2021: આજના સમયમાં ખોટી લાઇફસ્ટાઇલના કારણે નાની ઉંમરનાથી લઇને વૃદ્ધો સુધી ઘણ બધા લોકો હૃદય રોગથી પીડાતા હોય છે. હૃદય રોગ આજે સમગ્ર વિશ્વમાં ગંભીર બીમારી (Heart disease) તરીકે ઉપસી આવ્યો છે.

  • Share this:
નવી દિલ્હી: સામાન્ય રીતે હૃદય રોગ (Heart attack symptoms)ના મોટાભાગના લક્ષણો પર ધ્યાન જતું નથી અને આગળ જતા તેનું ખૂબ ધાતક પરિણામ સામે આવે છે. હૃદયના સ્વાસ્થ્ય (Heart health) પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે (World heart day) મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2000માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે વર્લ્ડ હાર્ટ ડે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે મનાવવામાં આવશે. પરંતુ વર્ષ 2014માં આ ખાસ દિવસ મનાવવા માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરાઈ હતી.

આજના સમયમાં ખોટી લાઇફસ્ટાઇલના કારણે નાની ઉંમરનાથી લઇને વૃદ્ધો સુધી ઘણ બધા લોકો હૃદય રોગથી પીડાતા હોય છે. હૃદય રોગ આજે સમગ્ર વિશ્વમાં ગંભીર બીમારી (Heart disease) તરીકે ઉપસી આવ્યો છે. દેશમાં પણ દર પાંચમો વ્યક્તિ હૃદયનો દર્દી છે. ત્યારે અહીં આજે અમે આપને હ્રદય રોગના મુખ્ય લક્ષણો વિશે માહિતગાર કરીશું.

છાતીમાં દુ:ખાવો: મોટાભાગના લોકો છાતીમાં થતા દુ:ખાવાને ગેસ કે એસિડીટી (Acidity) માનીને તેની અવગણના કરતા હોય છે. કોઇપણ વ્યક્તિને જ્યારે છાતીમાં દબાણ અથવા દુ:ખાવાનો અનુભવ થતો હોય તો આ હ્રદય રોગનો હુમલો એટલે કે હાર્ટ અટેકનો સંકેત હોઈ શકે છે. આ સિવાય આર્ટરીનું બ્લોકેજ પણ આ પ્રકારના દુ:ખાવા કે દબાણનું કારણ હોઈ શકે છે. જો કોઈપણ વ્યક્તિમાં આવા લક્ષણો દેખાતા હોય તો બેદરકારી દાખવ્યા વગર તરત જ ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ. છાતીમાં દુ:ખાવા વિના જ હાર્ટ અટેક આવ્યો હોય એવા ઘણા ઓછા કેસ સામે આવતા હોય છે.

ગળા અને જડબામાં દુ:ખાવો: જો કોઈ વ્યક્તિને છાતીમાં દુ:ખાવો હોય અને તે ગળા તથા જડબા સુધી અનુભવાતો હોય તો આ હાર્ટ અટેકના પ્રારંભિક લક્ષણોમાંનુ એક લક્ષણ છે.

વધારે પ્રમાણમાં પરસેવો આવવો: મે અને જૂનની ભીષણ ગરમીમાં પસરેવો આવે તો તે સ્વાભાવિક માની શકાય, પણ જો તમને કોઈપણ જાતના વર્કઆઉટ વિના જ કે પછી ઠંડીની ઋતુમાં પણ થોડું કામ કરવામાં પરસેવો આવી રહ્યો હોય તો આ હ્રદય રોગનો સંકેત છે. જ્યારે પણ હ્રદય લોહીને વ્યવસ્થિત રીતે પંપ કરવામાં અસમર્થ હોય ત્યારે વ્યક્તિને વધુ પડતો પરસેવો થાય છે. આવી સ્થિતિમાં તબીબી સલાહ લેવી જોઇયે.

ચક્કર આવવા: અનિયંત્રિત બલ્ડપ્રેશરને કારણે વારંવાર ચક્કર આવવા અને આંખો આગળ અંધારુ છવાઈ જાય છે. કોઈપણ વ્યક્તિમાં જો આ સંકેતો દેખાય તો તેણે તરત જ ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. અનિયંત્રિત બ્લડપ્રેશરને કારણે બ્લડ ફ્લો પણ અનિયંત્રિત રહે છે. જેના કારણે હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે.ઉબકા, ઉલ્ટી અને અકળામણ: જો કોઈ વ્યક્તિને વારંવાર અકળામણ થવાની ફરિયાદ થતી હોય તો આ હ્રદયનો હુમલો થવાનો જ સંકેત છે. તેને થાક કે કોઈ અન્ય કારણ સમજીને નજરઅંદાજ ન કરવું જોઇએ. જો આવા કોઈપણ સંકેતો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી.

પગમાં સોજો: પગ, તળિયા કે પગની પાનીમાં સોજો આવવો એ પણ હાર્ટ એટેકનું લક્ષણ છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, શરીરમાં બ્લડ સરક્યુલેશન બરાબર ન હોવાને કારણે પગમાં સોજો આવતો હોય છે.

આ પણ વાંચો: એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ ટાળજો: કેન્સર અને હાર્ટએટેકથી પણ ખતરનાક ગણાતા આ રોગનો છે ખતરો

હાઈ બ્લડ-પ્રેશર: આજકાલ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં ખૂબ સામાન્ય બની ગઈ છે. સામાન્ય રીતે 50 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિમાં હાઈ બ્લડપ્રેશરની સમસ્યા જોવા મળતી હોય છે. આ સમસ્યા પણ હાર્ટ એટેકનું સંભવિત જોખમ દર્શાવે છે. જેથી આ બાબતને લઈને પણ સાવધાન રહેવું હિતાવત છે.

હાઈપરટેન્શનનો અર્થ એટ્લે બ્લડ વેસલ્સ પર વધુ દબાણ. જો તે સમય રહેતાં કંટ્રોલ ન કરવામાં આવે તો આ વધતાં પ્રેશરને કારણે બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. જેના પરિણામે કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જેના કારણે હાર્ટની બીમારીઓનો ખતરો વધુ રહે છે. અનિયંત્રિત બ્લડ પ્રેશરથી હાર્ટ અટેક અને હાર્ટ ફેલ થવાનો ડર રહે છે. 50 કે તેથી વધુ વયની વ્યક્તિએ દર 15 દિવસના અંતરે નિયમિત રીતે પોતાનું બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ.

હાઈ બ્લડ શૂગર: શૂગરની સમસ્યાથી પીડાતા લોકોમાં હ્રદયની બીમારીનો ખતરો બે ગણો વધી જાય છે. આ સાથે જ હાઈ બ્લડ શુગરને કારણે કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ પણ વધી જાય છે. બ્લડ શૂગર હાઈ થવાને કારણે કોરોનરી ધમનીઓ સાંકડી થઈ જાય છે અને તે બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ પેદા કરે છે. જે હાર્ટ અટેકનું કારણ બની શકે છે. જેથી સમયાંતરે બ્લડ શૂગરનું પરિક્ષણ હ્રદયના સ્વાસ્થ માટે હિતાવહ છે.

હાઈ કોલેસ્ટ્રોલ: કૉલેસ્ટ્રોલ શરીરની નશોમાં જોવા મળતો પદાર્થ છે. આ પદાર્થ વધી જતાં તે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી દે છે. જે બાદમાં તે નશોમાં જમા થવા લાગે છે. જેનાથી હૃદયની બીમારીનો ખતરો વધવા લાગે છે. આથી નિયમિત રીતે કોલેસ્ટ્રોલના પ્રમાણની તપાસ જરૂરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 28, 2021, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading