રાજકોટ : શરમજનક ઘટના! જનાજામાં હજારોનું ટોળું ઉમટ્યું, COVID ગાઇડલાઇનનો ઉલાળિયો


Updated: June 5, 2021, 11:53 AM IST

હજારો લોકો, પોલીસે મૃતકના ભાઇ વિરૂદ્ધ ગુનો નોંધી લીધા અટકાયતી પગલાં ભર્યા, દુ:ખદ પ્રસંગમાં સંયમ ચૂક્યો ગોંડલનો થારિયાણી પરિવાર

  • Share this:
રાજકોટ :  કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. સરકાર દ્વારા આગામી સોમવારથી તમામ વેપાર ધંધા રોજગાર માં કામ કરતા સો ટકા કર્મચારીઓ સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ બજારોની અંદર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. સરકાર દ્વારા વેપાર ધંધા રોજગાર ત્રણ વાગ્યાની જગ્યાએ છ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની જાહેરાત કરાયા બાદ પણ બજારોમાં સોશિયલ distance લીરેલીરા ઊડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.  ત્યારે ગોંડલ (Gondal) શહેરમાં મૃતકના જનાજામાં (Funeral) હજારો લોકો ઉમટી પડ્યા હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. હજારો લોકો ઉમટી પડ્યા હોય તે પ્રકારનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral) થતાં ગોંડલ પોલીસ દ્વારા મૃતકના ભાઇ વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ શહેરના ભગવત પરા ખાતે રહેતા રફિકભાઈ થારિયાણી નું ગઈકાલે ઘોઘાવદર પાસે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ઘોઘાવદર પાસે રફિકભાઈ ની કાર પલટી મારી જતા અકસ્માત માં તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે રફિકભાઈ ના જનાજામાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

આ પણ વાંચો : રાજ્યના તમામ જિલ્લાઓમાં આજથી 18+ વયજૂથ માટે Vaccine આપવાની શરૂઆત, કેન્દ્રો પર ઉમટી ભીડ

આ પણ વાંચો : જૂનાગઢ : પૂર્વ મેયરના પુત્રની હત્યાનો મામલો, BJPના કોર્પોરેટરો સહિત 19 લોકોનો ફરિયાદમાં ઉલ્લેખ, પોલીસ ઉકેલશે 'ભેદ'

એકત્રિત થયેલા લોકો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસના ધ્યાને સમગ્ર બનાવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા મૃતક રફીક થારિયાણી ના ભાઈ સાજીદ અલી થારિયાણી વિરૂદ્ધ IPC ની કલમ હેઠળ ગુનો નોંધી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
ત્યારે સૂત્રો નું માનીએ તો મૃતક રફીક ભાઈ સગા સ્નેહી, મિત્રોના દુઃખમાં હર હંમેશ સહભાગી બનતા હતાં. ત્યારે તેમના પરિવારજનો પર અવી પડેલ દુઃખમાં સહભાગી થવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : ઉપલેટા : દીકરીના પ્રેમ લગ્નથી નારાજ પિતાને બદલો લેવો ભારે પડ્યો, આપી હતી 50 હજારમાં સોપારી

આ પણ વાંચો : હ્યદય દ્વાવક Video : મહાવતનું નિધન થતા અંતિમ દર્શને આવ્યો હાથી, 20 Km ચાલ્યો હોવાનો દાવો, ભાવુક દૃશ્યો સર્જાયા

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના અનેક દ્રશ્યો અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે લોકો સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટનો ગેર ઉપયોગ ન કરે તે સૌ કોઈ માટે જરૂરી છે.
Published by: Jay Mishra
First published: June 5, 2021, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading