રાજકોટ : 'હું રોટલી બનાવતી હોય ત્યારે રવિન્દ્રસિંહ ચા બનાવતા હોય છે,' રિવાબાનો Video થયો Viral


Updated: March 29, 2021, 6:39 PM IST
રાજકોટ : 'હું રોટલી બનાવતી હોય ત્યારે રવિન્દ્રસિંહ ચા બનાવતા હોય છે,' રિવાબાનો Video થયો Viral
રીવાબા જાડેજા અને રવિન્દ્રસિંહ જાડેજાની ફાઇલ તસવીર

'દીકરીને ભણતર અને દીકરાને સાવરણી બંને એક સરખા છે. આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે.'

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્રસિંહ (Ravindrasinh Jadeja)  જાડેજાનાં ધર્મપત્ની રીવાબા જાડેજાનો (RivaBa Jadeja) વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં રીવાબા જાડેજા મહિલાઓને સંબોધતા કહી રહ્યા છે કે, 'દીકરીને ભણતર અને દીકરાને સાવરણી બંને એક સરખા છે. આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. આપણા દીકરાઓને આપણે કહેવાની જરૂર છે કે તે પણ દીકરીની જેમ જ ઘરનું કામ કરે. ઘરનું કામ કરવાથી જાડેજા અથવા તો ઝાલા સરનેમ ને કોઈ ચોકડી નથી મારવાનું. સાવરણી ઉપાડવાથી આપણું દરબારી પણ જતું નથી રહેવાનું.'

'મારા પતિ રવિન્દ્ર સિંહ જાડેજા ને કોઈ કામ કરવાની જરૂર નથી. તેમ છતાં તેઓ ઘરમાં મને કામમાં મદદ કરાવે છે. ઘરકામમાં 50% અમે એકબીજાની મદદ કરીએ છીએ. હું જ્યારે રોટલી બનાવતી હોય ત્યારે રવિન્દ્રસિંહ ચા બનાવતા હોય છે. '

આપણા સમાજમાં દાયકાઓથી જ્યારે પણ સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા હોય છે. બળાત્કાર જેવા હિન કૃતિઓ દીકરી સાથે કરતા હોય છે. ત્યારે ઘણા ખરા લોકો તે ઘટનાને લઇ દીકરીઓ ઉપર પણ પ્રશ્નાર્થ ચિન્હ લગાવતા હોય છે. દીકરી ની રહેણી કહેણી તેમજ તેના પહેરવેશ ને લઈને પણ ટીકાઓ કરતા રહેતા હોય છે.

આ પણ વાંચો : પંચમહાલ : હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે આતંક મચાવ્યો, ઘટનાનો Live Video થયો વાયરલ

ત્યારે ઘણા સમયથી આપણા સમાજમાં એક વાત પ્રસરી રહી છે કે આપણે દીકરીઓને કેમ જીવતા શીખવું તે તો શીખવ્યું છે તે માટે માતા-પિતાઓ શિખામણ આપતા હોય છે. પરંતુ ક્યારેય આપણે આપણા દીકરાઓને કેમ જીવવું તે શીખવ્યું છે ખરા?

આ પણ વાંચો : વાંકાનેર : અજાણ્યા યુવકની કરપીણ હત્યા, PSIએ કહ્યું, 'મૃતકને ઓળખતા હોવ તો પોલીસને જાણ કરો'

હાલ રીવાબા જાડેજા ના વાયરલ થઇ રહેલા વીડિયોને સૌ કોઈ આવકારી રહ્યું છે. ત્યારે સાચા અર્થમાં રીવાબા જાડેજા ની શીખ સમાજના છેવાડાના લોકો સુધી પહોંચે અને તેનું અમલીકરણ થાય તે પણ જરૂરી છે. ત્યારે રીવાબા જાડેજા ની વાતનું અમલીકરણ તેમનો સમાજ ક્યારે કરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by: Jay Mishra
First published: March 29, 2021, 6:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading