રાજકોટ : પૂરમાં તણાઈ હતી ઉદ્યોગપતિની કાર! કિશન બાદ શ્યામનો મૃતદેહ મળ્યો, મોતની રૂવાંડા ઉભા કરી નાખતી કહાણી


Updated: September 17, 2021, 3:31 PM IST
રાજકોટ : પૂરમાં તણાઈ હતી ઉદ્યોગપતિની કાર! કિશન બાદ શ્યામનો મૃતદેહ મળ્યો, મોતની રૂવાંડા ઉભા કરી નાખતી કહાણી
ઇન્સેટ તસવલીરમાં આઈ-20 કાર, ઉપરની તરફે કિશન શાહ અને નીચે શ્યામ સાધુની ફાઇલ તસવીર

Rajkot Industrialist Kishan Shah Accident case : સમગ્ર ઘટનાની અંતિમ કહાણી, ચોથા દિવસે મળ્યો લાપતા ડ્રાઇવર શ્યામ સાધુનો મૃતદેહ, પૂરના પાણીમાં ડૂબી જતા કિશન-શ્યામનાં મોત, જાણો આબાદ બચેલા સંજયે શું કહ્યું

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : પૂરના પાણીમાં આઈ-20 કાર તણાતા (Rajkot Flood) પેલીકેન કંપનીના માલિક કિશન શાહ આઈ-20 કાર સાથે તણાતા મોત થયું હતું (Rajkot Industrialist Drowned With Car died in Flood ) રાજકોટ શહેરનાં વતની અને રાજકોટ ગ્રામ્ય ફેક્ટરી ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ એવા કિશન શાહ અને તેના સાથી કર્મીઓ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે તણાયા હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં કિશન શાહ સાથે તેમના બે ડ્રાઇવર સંજય બોરીચા અને શ્યામ સાધુ પણ તણાયા હતા. જોકે, નસીબ જોગ સંજય બોરીચા આ ઘટનામાં આબાદ બચી ગયો હતો જ્યારે તણાયેલા અન્ય ડ્રાઇવર શ્યામ સાધુની ચાર દિવસે પણ ભાળ મળી નહોતી. જોકે, આજે દુર્ઘટનાના ચાર દિવસ પછી ડ્રાઇવર શ્યામ સાધુની લાશ મળી આવી હતી (Dead Body of shyam Sadhu) મળી આવી હતી. આમ આ દુર્ઘટનાએ કિશન-શ્યામનો ભોગ લીધો છે.

બનાવની વિગતો એવી છે કે રાજકોટ જિલ્લાના ખીરસરા નજીક આવેલા છાપરા ગામે આઈ20 કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી. જ્યારે કાર પાણીમાં તણાઈ હતી ત્યારે કારમાં પેલિકન કંપનીના માલિક કિશન શાહ અને તેના બે ડ્રાઈવર શ્યામ સાધુ ઉર્ફે શ્યામ બાવાજી તેમજ સંજય બોરીચા નામના વ્યક્તિઓ સવાર હતા.

મૃતક શ્યામ સાધુની ફાઇલ તસવીર,જેણે પૂરમાં જવાની ના પાડી હતી તેને પણ મળ્યુ મોત


આ પણ વાંચો : રાજકોટ : ઉદ્યોગપતિ કિશન શાહ પોતાની જીદના કારણે પહોંચ્યા મોતના મુખમાં, બચી ગયેલા ડ્રાઇવરે જણાવી સમગ્ર કહાણી

કાર તણાતા તણાતા એક ઝાડ સાથે અથડાઇ હતી તેના કારણે સંજય બોરીચા નામનો વ્યક્તિ કારનો દરવાજો તોડી લીમડા ની ડાળી પકડી પોતાનો જીવ બચાવ્યો હતો. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.

ત્રણ દિવસ અગાઉ મળી આવેલી કિશન શાહની કાહર
જ્યારે કે ઝાડમાં અથડાવાના કારણે કાર ના કાચ પણ તૂટી ગયા હતા. જેથી શ્યામ સાધુ ઉર્ફે શ્યામ બાવાજી પણ કારમાંથી બહાર નીકળી શક્યો હતો. જો કે કમનસીબે તેના હાથમાં કોઈ ઝાડની ડાળી ન આવતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે કે કિશન ભાઈ કાર સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

કાર પાણીમાં તણાઈ હોવાની જાણ મનપાના ફાયર બ્રિગેડ ને થતાં તાત્કાલીક અસર થી કાર અને તણાયેલા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બુધવાર ના રોજ કિશન શાહ ની લાશ કાર સાથે મળી આવી હતી. જ્યારે કે આજરોજ શ્યામ સાધુ ઉર્ફે શ્યામ બાવાજી ની લાશ શોધખોળ દરમિયાન મળી આવી છે.

આ ઘટનામાં બચી ગયેલા ડ્રાઇવર સંજય બોરિચાએ જણાવી સમગ્ર કહાણી


સંજય બોરીચાએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, હું છેલ્લા બે વર્ષથી કિશન ભાઈ સાથે નોકરી કરું છું. હું રાજકોટમાં યુનિવર્સિટી વિસ્તારમાં રહું છું. સોમવારના રોજ ફેક્ટરીએ જવા નીકળ્યા ત્યારે અમે કારમાં પાંચ લોકો સવાર હતા. કાર પાણીમાં તણાઈ તે પુર્વે કિશન ભાઈના સાળા જીતુભાઈ, ફેકટરીમાં રસોઈ કરનારા જયા બેન પહેલા જ ઉતરી ગયા હતા. બેઠાપુલ પર જ્યારે કાર પહોંચી ત્યારે કાર હંકારનાર શ્યામ સાધુએ કહ્યું હતું કે, થોડીક વાર અહી રાહ જોઈ લઈએ. પરંતુ કિશન ભાઈ તૈયાર ન થયા અને કહ્યું કે તું અહી બેસીજા હું ગાડી ચલાવી લવ. ત્યારબાદ કિશન ભાઈએ ગાડી પાણીમાં નાંખી અને ત્યારબાદ પાણીનો ધસમસતો પ્રવાહ અમને ત્રણેય ને કાર સાથે ખેંચી ગયો.
Published by: Jay Mishra
First published: September 17, 2021, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading