રાજકોટ : જાહેરમાં 'દાદાગીરી'નો Viral Video, વૃદ્ધા હાથ જોડી કરગરતા રહ્યા યુવકો બબાલ કરતા રહ્યા


Updated: March 29, 2021, 10:10 PM IST
રાજકોટ : જાહેરમાં 'દાદાગીરી'નો Viral  Video, વૃદ્ધા હાથ જોડી કરગરતા રહ્યા યુવકો બબાલ કરતા રહ્યા
રાજકોટમાં ટ્રાફિક સિગ્નલમાં ગાડી અથડાવાની બાબતે માથાકૂટ

રંગીલા રાજકોટના હનુમાન મઢી ચોકમાં શરમજનક દૃશ્યો, માતા સમાન વૃદ્ધાની પણ લાજ ન ભરી!

  • Share this:
રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક દાદાગીરીનો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કયા પ્રકારે એક વૃદ્ધા હાથ જોડી કરગરી રહી છે. બીજી તરફ કેટલાક શકશો તેને મચક પણ નથી આપી રહ્યા. રાજકોટ શહેર ના હનુમાન મઢી ચોકનો (Hanuman Madhi Chowk) એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં હનુમાન મઢી ચોક ટ્રાફિક પોઇન્ટ પાસે કેટલાક શકશો દાદાગીરી કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે.

વાયરલ વીડિયો મામલે મીડિયા સાથેની વાતચીતમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, બપોરના સમયે મઢી ચોક માં ટ્રાફિક સિગ્નલ રેડ થઈ જતા એક કારે બ્રેક મારી કાર ઊભી રાખી દીધી હતી. જેના કારણે પાછળ આવી રહેલી અન્ય કાર અથડાઈ હતી. વાહનોની અવરજવરથી વ્યસ્ત રહેતા રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફીક જામ સર્જાયો હતો. આ સમયે આગળની કારમાંથી ચાર જેટલા વ્યક્તિઓ નીચે ઉતરી પાછળની કારના ચાલક સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો વધુ બીચકાતા વાતાવરણ થોડીક વાર માટે તંગ બની ગયું હતું.

આ પણ વાંચો : રાજકોટ : 'હું રોટલી બનાવતી હોય ત્યારે રવિન્દ્રસિંહ ચા બનાવતા હોય છે,' રિવાબાનો Video થયો Viral

જે કાર અથડાઈ હતી તે કારમાંથી એક વૃદ્ધા નીચે ઉતરી આવી ઝઘડો કરી રહેલા શખ્સોને હાથ જોડી માફી પણ માગતા જોવા મળ્યા હતા. પરંતુ દાદાગીરી કરનારા શખ્સોને જાણે કે વૃદ્ધાની ઉંમરનો લિહાઝના હોય તે પ્રકારે વર્તન કરતા વીડિયોમાં કેદ થયા હતા.

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, 2252 નવા કેસ, 8 દર્દીનાં મોત, 149 દર્દી વેન્ટિલેટર પર

અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. સીસીટીવી કેમેરા ચેક કરતા ટ્રાફિક સિગ્નલ રેડ થઈ જતા અકસ્માત સર્જાયો હતો જેના કારણે માથાકૂટ થઇ હતી. ફૂટેજના આધારે તપાસ કરતા આગળ જઈ રહેલી કાર સાથે અકસ્માત સર્જનાર કારચાલક નું નામ વેદાંત રામાનુજ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ બનાવ બાદ કોઈપણ પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું.
Published by: Jay Mishra
First published: March 29, 2021, 10:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading