રાજકોટઃ ગોવર્ધન ચોક નજીક પ્લોટમાં ગેરકાયદે પાકા મકાન બનાવી દીધા, છની ધરપકડ, પોલીસકર્મીની સંડોવણી નીકળી


Updated: October 27, 2021, 11:57 PM IST
રાજકોટઃ ગોવર્ધન ચોક નજીક પ્લોટમાં ગેરકાયદે પાકા મકાન બનાવી દીધા, છની ધરપકડ, પોલીસકર્મીની સંડોવણી નીકળી
લેન્ડ ગ્રેબિંગના આરોપી

rajkot crime news: ગાંધીગ્રામ પોલીસ મથકમાં (Gandhigram Police Station)દાખલ થયેલ ગુનામાં ખુદ પોલીસકર્મીની (policeman) જ સંડોવણી ખુલતા તેની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે કે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં (Malviya Nagar Police Station) નોંધાયેલા ગુનામાં નવ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

  • Share this:
રાજકોટ: શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Anti Land Grabbing Act) અંતર્ગત બે જેટલા ગુનાઓ દાખલ થઇ ચુક્યા છે. એક ગુનો રાજકોટ શહેરના (Rajkot city) ગાંધીગ્રામ પોલીસ મથકમાં (Gandhigram Police Station) દાખલ થયો છે જ્યારે કે, બીજો ગુનો રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં (Malviya Nagar Police Station) દાખલ થવા પામ્યો છે. ગાંધીગ્રામ પોલીસ મથકમાં દાખલ થયેલ ગુનામાં ખુદ પોલીસકર્મીની જ સંડોવણી ખુલતા તેની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે કે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નવ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે પૈકી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કે મહિલા સહિત અન્ય ત્રણ શખ્સોની શોધખોળ શરૂ છે.

રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોક નજીક કેટલાક શખ્સોએ પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી જમીન પર કાચા તેમજ પાકા મકાન બનાવી નાખ્યા હતા. જે બાબતે માલવિયાનગર પોલીસે ગુનો દાખલ કરી છ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી અનુપ કુમારે જણાવ્યું હતું કે, વર્ષ 2007માં ગોવર્ધન ચોક નજીક તેને વેચાણ દસ્તાવેજથી 61000 રૂપિયામાં પ્લોટ ખરીદ કર્યો હતો. જે પ્લોટ ઉપર આરોપીઓએ કોઈપણ જાતના નોંધણી કે દસ્તાવેજ કર્યા વગર જમીન પર કાચા પાકા મકાન બનાવી નાખ્યા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'પતિ ખુદ લેસ્બિયન વાળી સ્ટોરી લખી મારી પાસે પ્લે કરાવતા, કંઈ અજુકતું થાય એ પહેલા મદદ કરો', યુવતીનો video viral

ફરિયાદી દ્વારા ભૂતકાળમાં પોતાના પ્લોટ પર બનાવવામાં આવેલ મકાનો દૂર કરવા બાબતે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આરોપીઓ તેને ધમકાવીને રવાના કરી દેતા હતા.

આ પણ વાંચોઃ-મુંબઈઃ બે કિલો Gold સાથે મુસાફર ઝડપાયો, સોનું સંતાડવાની રીત જોઈ અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગ્યાઅંતે અનુપ કુમારે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ કરતા એ. સી. પી. જે. એસ ગેડમ અને તેમની ટીમ દ્વારા જયરાજ રાઠોડ, પ્રદીપ રાઠોડ, હકા શિયાળ, ભીખા ગમારા, રાજુ ગમારા તેમજ લીંબા ચાવડીયા ની ધરપકડ કરી છે. જ્યારે કે મહિલા સહિત અન્ય ત્રણ શખ્સોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ઇકબાલગઢમાં રોટાવેટરમાં ફસાઈ જતાં યુવકનું મોત, આખું શરીર છુંદાઈ ગયું, પરિવારમાં આક્રંદ

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા જમીન પર ગેરકાયદેસર દબાણ કરવા મામલે અનેક ગુનાઓ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ તેમને જેલ હવાલે કરવામાં પણ આવ્યા છે.
Published by: ankit patel
First published: October 27, 2021, 11:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading