સુરત : કતારગામમાં બનેવીએ તલવારના ઘા ઝીંકી સાળાની હત્યા કરી, ખૂની ખેલનો Live Video વાયરલ


Updated: March 10, 2021, 6:24 PM IST
સુરત : કતારગામમાં બનેવીએ તલવારના ઘા ઝીંકી સાળાની હત્યા કરી, ખૂની ખેલનો Live Video વાયરલ
કતારગામ ખૂની ખેલનો વીડિયો સામે આવ્યો

તલવાર અને લાકડીના ફટકાથી બનેવી અને તેના ભાઈએ ઊપરા છાપરી માર્યા, લગ્ન અને છૂટાછેડાની તકરારમાં ખૂની ખેલ, જુઓ વરવા દૃશ્યો

  • Share this:
સુરતના (Surat) કતારગામ (Katargam) વિસ્તારમાં બનેવીએ (Brother in Law) સાળાને તલવારના (swords)) ઘા ઝીંકી નિર્મમ હત્યા (Murder) કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. જોકે બનેલી હત્યા કર્યા બાદ સમગ્ર પરિવારને જાહેરમાં લાકડાના ફટકા માર્યા હતા જેનો લાઇવ વીડિયો (Live Video)  સામે આવ્યો છે. જોકે, ઘટનાને અંજામ આપી બનેવી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાળાને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની જાણ થતા પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા બનેવીની શોધખોળ હાથ ધરી છે.

સુરતમાં પારિવારિક ઝઘડાને લઈ હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આ બધા વચ્ચે આ જ પ્રકારની વધુ એક ઘટના કતારગામ વિસ્તારમાં સામે આવી છે. સુરતના કતારગામ ખાતે આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા જયેશભાઈ પ્રજાપતિ બનેવી અને મહેશભાઈ પ્રજાપતિ ભાગીદારીમાં સાડીમાં સ્ટોન સહિતના વર્ક નું કામકાજ કરતા હતા.

આ પણ વાંચો : સુરત : કતારગામમાં કરૂણ ઘટના! આધેડ મહિલા ત્રીજા માળેથી પટકાતા મોત, રહસ્ય ઘેરાયું

બનેવી મહેશભાઈ તેની બહેનને ત્રાસ આપતા હોવાથી બંને પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા અને તેને લઈને પત્ની સાથે છુટાછેડા લીધા હતા. છુટાછેડા લઇને એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈને બનેવીએ સાળાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મંગળવારની સાંજે મહેતાનો પરિવાર પિયરમાં રહેતી પ્રીતિ ને મળવા આવ્યા હતા અને છૂટાછેડાની વાત લઈને ઝઘડો થયો હતો.

જેને લઇને પ્રીતિ અને તેની માતા અને ભાભીને માર માર્યો હતો બનાવની જાણ જયેશભાઇને તેના નાના ભાઈ નિતેશ થતા તેઓ બનેવીને સમજાવવા ગયા હતા જેથી બનાવી ઉશ્કેરાઈ જઈને સોસાયટી બહાર જયેશને નિતેશ પર ચપ્પુ વડે ઉપરાછાપરી હુમલો કરતાં બન્ને ભાઈઓ જમીન પર ઢળી પડ્યા હતા અને સાથે જ ઘરની મહિલાઓને પણ જાહેરમાં લાકડા વડે માર માર્યો હતો.

મૃતક.


રાત્રિના સમયે હુમલાખોરોએ લાકડાના ફટકા સહિતના અન્ય હથિયારો સાથે હુમલો કર્યો હતો જેથી રસ્તામાં જાહેરમાં માર મારતા પરિવારના સભ્યો અને સ્થાનિકોને પણ બચાવવા વચ્ચે પડ્યા હતા તેમ છતાં હુમલાખોરે મારવાનું શરૂ રાખ્યું હતું જે સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ઘટનાના પગલે બન્ને ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં મોટાભાઈ જયેશનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો :  રાજકોટ : ટેમ્પો ટ્રાવેલરે એક્સેસને અડફેટે લેતા મહિલાનું મોત, અકસ્માતનો Live વીડિયો CCTVમાં કેદ

વધુ મળતી માહિતી પ્રમાણે પ્રીતિના લગ્ન 20 વર્ષ પહેલા બંનેવી મહેશ સાથે થયા હતા જોકે બનેવી છેલ્લા કેટલાક સમયથી બીજી વ્યક્તિના પ્રેમમાં પડ્યા છે જેની જાણ બાદ તે પ્રીતિને છૂટાછેડા આપી દેવા માંગતો હતો અને આ મુદ્દે અગાઉ પણ  બનેવી અને તેના પરિવારના સભ્યો પ્રીતિના ઘરે ઘૂસી ધમકાવવાનો પ્રયાસ કરી છૂટાછેડા આપવા દબાણ કરી ગયો હતો.

બનાવની જાણ થતા કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જો કે ઘટનાને અંજામ આપી બનેવી મહેશ ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર બનેવીની શોધખોળ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: March 10, 2021, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading