રાજ્ય સરકારે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી

News18 Gujarati
Updated: June 7, 2021, 8:09 PM IST
રાજ્ય સરકારે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી
તસવીર - વિજય રૂપાણી ટ્વિટર

વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ માફ કરવામાં આવ્યો

  • Share this:
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

આ પણ વાંચો - દેશના નામે PM મોદીનું સંબોધન, કહ્યું- 21 જૂનથી દેશમાં 18+ના વેક્સીનેશન માટે રાજ્યોને મફત વેક્સીન આપશે કેન્દ્ર

રાજ્યના 3.5 કરોડથી વધુ યુવાનોને વિનામૂલ્યે રસી અપાશે, રાજ્ય સરકારને આર્થિક રીતે મોટો ફાયદો થશે- નીતિન પટેલ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એમના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના કરોડો યુવાનોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે આગામી તારીખ 21મી જૂનથી દેશભરમાં વિનામૂલ્યે રસી આપવાની જાહેરાત કરી છે તેને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે આવકારીને રાજ્યના નાગરિકોએ અને રાજ્ય સરકાર વતી આભાર માની આ માનવીય ઉમદા સેવાના નિર્ણય માટે અભિનંદન પાઠવ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનના આ નિર્ણયને કારણે રાજ્યના 3.5 કરોડથી વધુ યુવાનોને કોરોનાની રસી વિનામૂલ્યે આપી સુરક્ષિત કરાશે. અત્યાર સુધી 18થી 45 વર્ષના યુવાનોને આપવામાં આવતી રસીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા તેના ભંડોળમાંથી કરવામાં આવતો હતો. રસીના બંને ડોઝ માટે અંદાજે 700 રૂપિયાથી વધુનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવતો હતો પરંતુ દેશના કરોડો નાગરિકોના હિતમાં કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાનના આ નિર્ણયને કારણે રાજ્ય સરકારને આર્થિક રીતે મોટો ફાયદો થશે.
Published by: Ashish Goyal
First published: June 7, 2021, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading