સુરત : પુણાગામ સ્વામિનારાયણ મંદિરમાં સંતો અને હરિભક્તો વચ્ચે પ્રવેશ મુદ્દે વિવાદ, 16ની અટકાયત


Updated: July 31, 2021, 5:26 PM IST
સુરત : પુણાગામ સ્વામિનારાયણ મંદિરમાં સંતો અને હરિભક્તો વચ્ચે પ્રવેશ મુદ્દે વિવાદ, 16ની અટકાયત
સુરતના (Surat)પુણાગામ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan temple)હરિભક્તોના પ્રવેશને લઇને મોટો વિવાદ ઉભો થયો

Swaminarayan temple- મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, મંદિર પચાવી પાડવાનું કારસ્તાન હોવાની હરિભક્તોનો આરોપ

  • Share this:
સુરત : સુરતના (Surat)પુણાગામ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan temple) હરિભક્તોના (Haribhakt)પ્રવેશને લઇને મોટો વિવાદ ઉભો થયો છે. આચાર્ય પક્ષના હરિભક્તોને મંદિરમાં પ્રવેશની મનાઈ ફરમાવતા મામલો ગંભીર બન્યો હતો. જ્યાં ભગવાનના દરબારમાં જ તોડફોડ કરાતા ભારે રોષ વ્યાપી ગયો છે. જ્યાં ઘટના સ્થળે પહોંચેલી પુણાગામ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર મંદિરમાં વિવાદ આચાર્ય અને દેવપક્ષના લોકો વચ્ચે થયો હતો. જેમાં અગાઉ આચાર્યપક્ષમાં રહી ચૂકેલા અને હાલ દેવપક્ષના નિર્દોષ સ્વામી દ્વારા મંદિર પોતાના તાબા હેઠળ કરવા માંગતા હોવાના આક્ષેપ આચાર્યપક્ષના હરિભક્તોએ કર્યા છે.

પુણાગામ વિસ્તારમાં આવેલા શંકર નગર સ્થિત બગસરા સ્વામિનારાયણ મંદિરમાં આજરોજ આચાર્ય પક્ષના હરિભક્તોને પ્રવેશ ઉપર મનાઇ ફરમાવી દેવામાં આવી હતી. જેના પગલે મોટો વિવાદ ઊભો થયો હતો. પુણાગામ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરનું સંચાલન અગાઉ આચાર્ય પક્ષના નિર્દોષ સ્વામી કરી રહ્યા હતાં. ચાર વર્ષથી મંદિરનું સંચાલન કરતાં નિર્દોષ સ્વામી દોઢ માસ અગાઉ આચાર્ય પક્ષ છોડી દેવપક્ષમાં જતા રહ્યા હતા. જે બાદ હવે તેઓ આ મંદિર પોતાના તાબા હેઠળ કરવા માંગતા હોવાના આક્ષેપ આચાર્ય પક્ષના હરિભક્તોએ કર્યા હતા. જેના કારણે આજ રોજ આચાર્ય અને દેવપક્ષના હરિભક્તો સામસામે આવી જતા મંદિરમાં તોડફોડ પણ સર્જાઈ હતી.

આ પણ વાંચો - અંબાલાલ પટેલની આગાહી, જાણો 2 થી 10 ઓગસ્ટમાં ક્યાં થશે ભારે વરસાદ

આચાર્ય પક્ષના હરિભક્તોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,આચાર્યપક્ષના એક એક હરિભક્તો મંદિરમાં ધર્માદો આપતા આવ્યા છે. હમણાં સુધી મંદિરનું સંચાલન નિર્દોષ સ્વામી જ આચાર્યપક્ષમાંથી કરી રહ્યા હતા. પરંતુ હવે તેઓ દેવપક્ષમાં ચાલ્યા ગયા છે અને મંદિરને પોતાના તાબા હેઠળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આચાર્યપક્ષના હરિભક્તોને મંદિરમાં ભજન-કિર્તન કરવાની પણ હવે મનાઈ ફરમાવવામાં આવી છે. જેનો હરિભક્તો વિરોધ કરી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરમાં થયેલ આ વિવાદ હવે પુણાગામ પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યાં પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: July 31, 2021, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading