ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

News18 Gujarati
Updated: April 21, 2021, 3:33 PM IST
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો
CM રૂપાણીએ લીધી કોરોનાની રસી

  • Share this:
રાજ્યનાં (Gujarat) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) આજે  21 એપ્રિલ,2021ના બુધવારે કોરોનાની રસીનો (corona vaccine) પ્રથમ ડોઝ લઇ લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના સેક્ટર આઠમાં આવેલા સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. નોંધનીય છે કે, સીએમનાં ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ (Anjali Rupani) કોરોના રસી લઇ લીધી છે. રાજ્યનાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષે પણ કોરોનાની રસી લઇ લીધી છે.

રસી લીધા બાદ વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, આજે મેં વેકસીન લીધી છે. લોકોને અપીલ કરું છું કે, કોરોના રસીનાં બંન્ને ડોઝ લઇ લે. કોરોના થઇ ગયો હોય તેવા લોકો એવું ન સમજે કે, તેમને વકેસીનની જરુર નથી. મને પણ કોરોના થયો હતો અને ડોકટરની સલાહ મુજબ વેકસીન લઇ લીધી છે. જે કોઇએ કોરોનાની રસી લીધી છે તેમણે સેકન્ડ વેવમાં માત્ર માઇન્ડ અસરો થઇ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે 18 વર્ષથી ઉપરના લોકોને વેકસીન માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. આ બીજી લહેરે બતાવ્યું છે કે, કોરોનાની વ્યાપકતા શું હોઇ શકે છે. જેથી ભારત સરકાર ગાઇડ લાઇન બનાવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આખા દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. 43 હજાર સામે 80 હજાર બેડ સુધી આપણે પહોંચ્યા છીએ, વ્યવસ્થા કરી છે. સિવિલમાં 3 હજાર પેશન્ટ સારવાર લઇ રહ્યા છે. સામે 30 પેશન્ટ લાઇનમાં છે. એ બહું મોટી લાઇનોના કહેવાય. હૉસ્પિટલમાં રેમડેસિવર આપવા અમારી પ્રથમ પ્રાયોરિટી છે. આજે ઉત્પાદન વધશે તો અમે ધરે પણ આપીશું.

અમદાવાદ: ખાનગી કોવિડ હૉસ્પિટલોને ઓક્સિજન, રેમડેસિવીર ન અપાતા AHNAના સેક્રેટરીએ રાજીનામું આપ્યું

મહત્ત્વનું છે કે, સીએમ રૂપાણીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને લોકોને મહામારીમાં વોલિન્ટિયર તરીકે જોડાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, હાલ દેશ અને ગુજરાત કોવિડ-19ની સામે ઝઝૂમી રહેલ છે અને કોવિડ-19ની મહામારીનો સામનો કરવા માટે ઘણા લોકો આગળ આવી રહ્યાં છે. તો આવો, આ મહામારીની સામે લડવા વોલન્ટિયર તરીકે જોડાવા સૌને ગુજરાત સરકાર અપીલ કરે છે.

ફેફસામાં 60 ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર 6 દિવસમાં અમદાવાદના તારાબેને આપી કોરોનાને મ્હાત


નોંધનીય છે કે, સોમવારે રાજ્યમાં 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે.
Published by: Kaushal Pancholi
First published: April 21, 2021, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading