અમદાવાદ: રેવન્યુ તલાટીને સાસુની ધમકી, "કોઈને કાંઈ કીધું તો ત્રીજા માળેથી કૂદી તને જેલભેગી કરીશ"


Updated: November 28, 2021, 11:57 AM IST
અમદાવાદ: રેવન્યુ તલાટીને સાસુની ધમકી,
પરિણીતાની પ્રતિકાત્મક તસવીર

Ahmedabad News: પતિ સગાઈ પહેલા ઝેડ બ્લ્યુ અને ઓનલાઈન ગિફ્ટ માંગતો, બર્થડે પર અલગ અલગ ડિમાન્ડ કરતો હતો.

  • Share this:
અમદાવાદ: ખેડા જિલ્લામાં રહેતી અને એક સરકારી કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતી મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનું સગપણ નક્કી થયું ત્યારે હાલનો પતિ ઝેડ બ્લ્યુની ગિફ્ટ અને ઓનલાઈન વસ્તુઓ માંગતો હતો. આટલું જ નહીં સાસુ પણ ઝગડાઓ કરી ધમકી આપતી કે કોઈને કહેશે તો, ત્રીજા માળેથી કૂદી મહિલાને જેલભેગી કરશે. સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

ખેડા જિલ્લામાં રહેતી અને મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી નોકરી કરતી 34 વર્ષીય મહિલાએ રાણીપમાં રહેતા એક ડેન્ટિસ્ટ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેની સાસુ ઘરના કામ કરીને નોકરીએ જવાનું કહી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. મહિલાની સાસુ ક્યાંય જવા પણ દેતી નહીં અને કામ કરવા માટે જ લાવ્યા છે કહીને ત્રાસ આપતી હતી. સગાઈ કરી તે દરમિયાન મહિલાના પતિએ મહિલાના પગારમાંથી હાર્ડડિસ્ક અને લગ્ન બાદ ઝેડ બ્લ્યુમાંથી કપડાં અને ઓનલાઈન વસ્તુઓ મગાવી ખર્ચા કરવા પત્નીને દબાણ કરતો હતો. મહિલાના પતિએ જન્મદિને પૈસાની માંગણી કરી અને સસરા પાસે સોફા સેટ માંગતા સસરાએ સોફાસેટ લાવી આપ્યો હતો.

આ પણ વાંચો- ગાંધીનગર: દારૂની મહેફિલ માણી રહેલી 9 યુવતીઓ સહિત 13ની ધરપકડ

લગ્ન બાદ દારૂ પીતા પતિને ઠપકો આપતા પત્નીને કહ્યું કે, લગ્ન પહેલાથી દારૂ પીવું છું થાય તે કરી લે. લગ્ન બાદ સાસુએ પિયરમાંથી મહિલાને ફ્રીઝ લાવવાનું કહ્યું હતું પણ મહિલાએ પોતાના રૂપિયાથી ફ્રીઝ લાવી આપ્યું હતું. સાસુ અવાર નવાર આ મહિલાને કમાઉ વહુ ખર્ચા કરવા લાવ્યા હોવાનું જણાવી ત્રાસ આપતી હતી. લગ્ન બાદ મહિલાએ પુત્રને જન્મ આપ્યો અને બાદમાં તેના પતિને અન્ય સ્ત્રી સાથે લફડું હોવાની જાણ થઈ હતી.

આ પણ વાંચો- ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

આટલું જ નહીં, સાસુ ઝગડા કરી કહેતી કે, કોઈને આ બધી વાતો કહીશ તો ત્રીજા માળેથી પડતું મૂકી તારું નામ લખીને જઈશ અને તને જેલમાં પુરાવીશ. આખરે કંટાળીને આ મહિલાએ ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: November 28, 2021, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading