ગુલાબ વાવાઝોડાની અસર: રાજ્યના વિવિધ વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

News18 Gujarati
Updated: September 27, 2021, 1:23 PM IST
ગુલાબ વાવાઝોડાની અસર: રાજ્યના વિવિધ વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
સુરતનો વિયર કમ કોઝવે

Gujarat Gulab cyclone effect: મહેસાણા જિલ્લામાં વરસાદની તડફાડી, 12 વાગ્યા સુધી મહેસાણા શહેરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો.

  • Share this:
અમદાવાદ: ગુલાબ વાવાઝોડા (Gulab cyclone effect on Gujarat)ની અસરને પગલે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra), ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સવારથી જ સારો વરસાદ પડી રહ્યો છે. મહેસાણા (Heavy Rain in Mehsana) અને અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદની સાથે સાથે વીજળીને કડાકા અને ભડાકા પણ થઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ અને મહેસાણામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો મળી છે. આ ઉપરાંત ઓફિસ જવાના સમયથી વરસાદ પડવાની શરૂઆત થઈ હોવાથી સવારે ઘરેથી નીકળેલા લોકોને મુશ્કેલી પડી હતી. અમદાવાદના નારણપુરા, ઘાટલોડિયા, સોલા બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. સરખેજ, વાસણા, પ્રહલાદનગરમાં પણ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી:

ગુલાબ વાવાઝોડાની અસરને પગલે હવામાન વિભાગે (Weather department) ગુજરાતમાં વરસાદની આગાહી (Gujarat Rain forecast) આપી છે. જેમાં 28 અને 29 સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ:

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે સોમવારે સવારથી બપોરના 12 વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. મહેસાણા શહેરમાં 12 વાગ્યા સુધી 82 MM, બેચરાજીમાં 63 MM, કડીમાં 61 MM, વિસનગરમાં 48 MM, ખેરાલુમાં 45 MM, ઉંઝામાં 26 MM, વડનગરમાં 25 MM, સતલાસણમાં 21 MM વરસાદ પડ્યો છે. 12 વાગ્યા સુધી રાજ્યના 16 એવા તાલુકા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

12 વાગ્યુ સુધી પડેલો વરસાદ.
સવારના 10 વાગ્યા સુધી પડેલો વરસાદ:

સોમવારે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના પોસિના ખાતે 60 મી.મી. પડ્યો છે. મહેસાણામાં 49 મી.મી. વરસાદ પડ્યો છે. કડીમાં 46 મી.મી., હળવદમાં 37 મી.મી., ખેરાલુમાં 35 એમ.એમી., સુરેન્દ્રનગરના સાયલામાં 27 એમ.એમી., વડનગરમાં 25 એમ.એમ., ઉમરગામમાં 20 એમ.એમ. વરસાદ પડ્યો છે. 27મી તારીખે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે ચાર કલાકમાં રાજ્યના સાત તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

ભાવનગરમાં વીજળી પડી:

હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભાવનગરના આનંદનગર વિસ્તાર સહિત ત્રણ જગ્યાએ વીજળી પડી હોવાની ઘટના બની છે. આનંદનગરમાં એક મકાન પર વીજળી પડી છે. વીજળી પડતા સ્લેબમાં ગાબડા પડ્યા છે. મકાનમાં તીરાડો જોવા મળી છે. આ ઉપરાંત મકાનનું તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ બળી ગયું છે. ટીવી, સેટટોપ બોક્સ જેવા વીજ ઉપકરણોને પણ નુકસાન થયું છે.ઉકાઈમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું

ગુજરાત વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે તેના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.
ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ અને પાણીની આવકની આગાહીને પગલે રૂલ લેવલ જાળવવા ઉકાઈમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં વિયર કમ કોઝવે તેની 6 મીટર સપાટી વટાવી 8 મીટર ઉપરથી વહી રહ્યો છે. હાલ છોડવામાં આવેલું પાણી 7 કલાક બાદ સુરત પહોંચશે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવમાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: September 27, 2021, 1:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading