કડવી હકીકત! અમદાવાદમાં કોર્પોરેશને 4 કરોડના ખર્ચે બનાવેલા 20 ટેનિસ કોર્ટ ધૂળ ખાય છે


Updated: July 31, 2021, 2:18 PM IST
કડવી હકીકત! અમદાવાદમાં કોર્પોરેશને 4 કરોડના ખર્ચે બનાવેલા 20 ટેનિસ કોર્ટ ધૂળ ખાય છે
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા ટેનિસ કોર્ટ માસિક રૂા.બે થી છ હજારના ભાડે આપવા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા ટેનિસ કોર્ટ માસિક રૂા.બે થી છ હજારના ભાડે આપવા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી

  • Share this:
અમદાવાદ: શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને  4 કરોડના ખર્ચે તૈયાર કરેલા 20 ટેનિસ કોર્ટ છેલ્લા 2 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા ટેનિસ કોર્ટ માસિક રૂપિયા બેથી છ હજારના ભાડે આપવા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે હાલ પુરતી મુલતવી રાખી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અલગ અલગ 10 વોર્ડમાં 20 કરતા વધુ ટેનિસ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટેનિસ કોર્ટનો શું ઉપયોગ થાય છે એ જાણવા ન્યુઝ18 ગુજરાતી પહોંચ્યુ દરેક વોર્ડમાં અને જાણવા મળી એવી હકીકત,જેને જોઈને તમારી આંખો પહોળી થઈ જશે.અમદાવાદ શહેરમાં ખેલાડીઓ માટે બનાવવામાં આવેલા ટેનિસ કોર્ટની લોકોને જાણ નથી.

ક્યા વોર્ડમાં શું સ્થિતિ?

લાંભા વોર્ડમાં 35.40 લાખના ખર્ચથી બનાવવામાં આવેલી ટેનિસ કોર્ટને શોધવું મુશ્કેલ છે. કોર્ટની બાજુમાં લાયબ્રેરીનું કામ ચાલી રહ્યુ હોવાથી તેના કોન્ટ્રાકટરે પતરા લગાવી કોર્ટને ઢાંકી દીધી છે. તો ચાંદલોડિયા વોર્ડ ઓફિસમાં પાર્કિંગના સ્થાને ટેનીસ કોર્ટ. ચાંદલોડિયા વોર્ડ ઓફિસમાં બનાવવામાં આવેલી ટેનિસ કોર્ટ નિયમ મુજબ ગેરકાયદેસર હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ચાંદલોડિયા વોર્ડ ઓફિસના પ્લાનમાં જે સ્થળે પાર્કિંગ બતાવવામાં આવ્યું હતું, તે જગ્યા પર જ ટેનિસ કોર્ટ બનાવવામાં આવી છે. આમ શહેરના નાગરિકોને પાર્કિંગમાં દબાણ ન કરવાની સલાહ આપનાર મ્યુનિ. કોર્પોરેશને જ પાર્કિંગમાં ટેનિસ કોર્ટ બનાવી દબાણ ઉભા કર્યાં હોવાનું સામે આવ્યું છે.20 જેટલા ટેનિસ કોર્ટ તૈયાર પણ શું હકીકત છે?

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 10 સ્થળે 20 જેટલા ટેનિસ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સૂત્રો જણાવ્યા પ્રમાણે સીંગલ ટેનિસ કોર્ટ રુપયા 20 લાખ અને ડબલ કોર્ટ 5.40 લાખના ખર્ચથી તૈયાર થયા છે.
ટેનિસ કોર્ટ તૈયાર થયા બાદ ગઈ ટર્મમાં 1 લાખની અપસેટ વેલ્યુ સાથે ટેન્ડર એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ કોઇપણ સંસ્થાએ રસ દાખવ્યો નહતો. એટલું જ નહિ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 20 પૈકી 13 ટેનિસ કોર્ટ માટે પાંચ વર્ષની મુદત માટે ભાવ મંગાવવામાં આવ્યા હતા. જેમાં કોચ કે કોન્ટ્રાકટરો એ જે ભાવ આપ્યા છે તેના કરતા વધુ ભાવ વાહન પાર્કિંગ કે ફુટપાથ પર લારી ઉભી રાખવા માટે ચૂકવાઇ રહ્યા છે. જે ખરેખર નિંદનીય બાબત છે.કરોડોના ખર્ચથી ટેનિસ કોર્ટ કે રીંગ બનાવી નજીવા ભાડાથી ચલાવવા આપવામાં આવે છે. જ્યારે નાગરીકોના રૂપિયાથી તૈયાર કરવામાં આવેલા ટેનિસ કોર્ટ કે સ્કેટિંગ રીંગમાં શીખવા માટે અધધ ફી લેવામાં આવે છે.
Published by: Kaushal Pancholi
First published: July 31, 2021, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading