IND vs WI ODI Series: આગામી 6 ફેબ્રુઆરીથી શરૂ થનારી વનડે (ODI) અને ત્યારબાજ ટી-20 (T20 Series) માટે બીસીસઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. બીસીસઆઈ દ્વારા વનડે અને ટી-20 શ્રેણી માટે કોરોના વાયરસના (coronavirus)ના જોખમને ધ્યાને લેતા 18 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં વનડે અને ટી-20 શ્રેણીમાં નવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે. આ સાથે જ કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rohit Sharma) ટીમમાં પરત ફરી રહ્યો છે તો વાઇસ કેપ્ટન તરીકે (Vice Captain) કેએલ રાહુલ (KL Rahul)ની પસંદગી કરી લેવામાં આવી છે.
પસંદગીકારએ અન્ડર-19 ક્રિકેટથી પોતાની ઓળખ સાબિત કરનાર ખેલાડી રવિ બિશ્નોઈ (Ravi Bishnoi)ને ટીમમાં તક આપી છે તો વળી સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav)ની ટીમમાં વાપસી થઈ છે. પસંદગીકારોએ આર અશ્વિનને પડતો મૂક્યો છે.
ટી-20 અને વનડે સીરિઝ એક જ વેન્યુ પર રમાશેભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે ઈન્ટરનેશનલ અને 3 ટી-20 મેચ રમાશે. વનડે અને ટી-20 બંને મેચ એક જ સ્થળે પર રમાશે. વનડે માટે અમદાવાદ (Ahmedabad Narendra Modi Cricket Stadium) નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. આગામી 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં વનડે સીરિઝની શરૂઆત થશે જ્યારે 16 ફેબ્રુઆરીથી કોલકત્તા (Kolkata)માં ટી-20 શ્રેણીની શરૂઆત થશે.
આ પણ વાંચો :IPL 2022: IPL 5 સૌથી વધુ ઓવરરેટેડ ખેલાડીઓ, બની શકે છે Mega Auctionનો ભાગ
બુમરાહ શામીને આરામઆ સીરિઝમાં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શામીને આરામ આપવામાં આવ્યો છે. બોલિંગ યુનિટમાં પ્રસિદ્ધ ક્રિષ્ના, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજની પસંદગી કરવામાં આવી છે.
વેસ્ટઈન્ડિઝ શ્રેણી માટે ODI ટીમ
વેસ્ટઈન્ડિઝન સીરઝ માટે પસંદ થયેલી ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો વનડેમાં રોહિત શર્મા (કેપ્ટન) કેએલરાહુલ (વાઇસ કેપ્ટન) ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડ્ડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાનની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો : IPL 2022 Auction: આ 5 ભારતીય ખેલાડીઓ પર રહેશે નજર, ઓક્શનમાં લાગી શકે છે સૌથી મોટી બોલી
ટી-20 સીરિઝ માટેની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન) કેએલરાહુલ (વાઇસ કેપ્ટન) , વિરાટ કોહલી, ઈશાન કિશન, વેંકટેશ ઐયર, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડ્ડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યૂઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, આવેશ ખાન