16 વિધાનસભા બેઠકો, 3 કલાક, 50 કિમીથી વધુનું અંતર... PM મોદીનો ઐતિહાસિક રોડ શો

News18 Gujarati
Updated: December 1, 2022, 5:27 PM IST
16 વિધાનસભા બેઠકો, 3 કલાક, 50 કિમીથી વધુનું અંતર... PM મોદીનો ઐતિહાસિક રોડ શો
PM મોદીનો ઐતિહાસિક રોડ શો

Gujarat Polls: PM નરેન્દ્ર મોદીએ કલોલમાં કહ્યું કે, 'હું ખડગેનું સન્માન કરું છું. તેઓ માત્ર તે જ કહેશે જે તેમને કહેવા માટે કહેવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીને ખબર નથી કે, આ રામ ભક્તોનું ગુજરાત છે. રામ ભક્તોની ભૂમિમાં તેમને 100 માથાવાળા રાવણ કહેવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, 'જો તેઓ લોકશાહીમાં માનતા હોત, તો તેઓ ક્યારેય આ સ્તરે ઝૂક્યા ન હોત. તેઓ લોકશાહીમાં નહીં પણ એક પરિવારમાં માને છે."

  • Share this:
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો શરૂ થયો છે. તેમણે ગુરુવારે 16 વિધાનસભા મતવિસ્તારોમાં ત્રણ કલાકના મેગા રોડ શો દ્વારા પ્રચારની શરૂઆત કરી હતી. બીજેપીના જણાવ્યા અનુસાર, આ રોડ શો નરોડા ગામથી શરૂ થશે અને ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારમાં 50 કિલોમીટરથી વધુનું અંતર કાપશે.

ખડગે પર કર્યા પ્રહાર:

PM નરેન્દ્ર મોદીએ કલોલમાં કહ્યું કે, 'ખડગેનું સન્માન કરું છું. તેઓ માત્ર તે જ કહેશે જે તેમને કહેવા માટે કહેવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીને ખબર નથી કે આ રામ ભક્તોનું ગુજરાત છે. રામ ભક્તોની ભૂમિમાં તેમને 100 માથાવાળા રાવણ કહેવાનું કહેવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, 'જો તેઓ લોકશાહીમાં માનતા હોત, તો તેઓ ક્યારેય આ સ્તરે ઝૂક્યા ન હોત. તેઓ લોકશાહીમાં નહીં પણ એક પરિવારમાં માને છે. તેઓ એક પરિવારને ખુશ કરવા કંઈ પણ કરી શકે છે અને તે પરિવાર તેમના માટે સર્વસ્વ છે, લોકશાહી નહીં.

પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે

આ દરમિયાન આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આજે ગુજરાતમાં કુલ 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન બાદ 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ગુજરાતની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પોતપોતાના દાવાઓ રજૂ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને AAP આમ, ત્રણેય પક્ષોએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
Published by: Samrat Bauddh
First published: December 1, 2022, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading