સુરત : 8 લાખની લૂંટનો Live Video, હીરાના વેપારીનો થેલો ઝૂંટવી લૂંટારૂઓ ફરાર


Updated: March 24, 2021, 7:52 PM IST
સુરત : 8 લાખની લૂંટનો Live Video, હીરાના વેપારીનો થેલો ઝૂંટવી લૂંટારૂઓ ફરાર
સીસીટીવી વીડિયોમાં લૂંટારૂ કેદ થયા છે.

ધોળેદિવસે વધુ એક લૂંટ! 'અસલામત' શહેરમાં વધુ એક વેપારી લૂંટાયો, સિંગણપોરની ઘટનાનો લાઇવ વીડિયો થયો વાયરલ

  • Share this:
સુરત : સુરતમાં (Surat) ગુનાખોરીએ માજા મૂકી છે. બપોરે આણંદના યુવકની નિર્મમ હત્યાની (Murder) ઘટના શમી નથી ત્યાં વધુ એક ગુનાખોરીનો બનાવ સામે આવ્યો છે. શહેરના સિંગણપોર (Singanpor) વિસ્તારમાં હીરાના વેપારીની ચીલઝડપ (Loot) કરી અને રૂપિયા 8 લાખ લૂંટી લેવામાં આવ્યા છે. જોકે, ફરાર લૂંટારૂઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. અને લૂંટનો લાઇવ વીડિયો (Live Video) સામે આવ્યો છે. પોલીસે નબાવની જાણ થતા ઘટનાસ્થળે જઈને તપાસ આરંભી છે પરંતુ સુરતમાં વેપારીઓ અસાલમત હોય તેવો માહોલ છે અને જંગલ રાજ વ્યાપી રહ્યાના ભણકારા વાગી રહ્યા છે.

બનાવની વિગત એવી છે કે સિંગણપોર વિસ્તારમાં એક વેપારી આજે બપોરે પોતાના પિતાના ઘરે રોકડ રકમ અને હીરા લઈને જઈ રહ્યો હતો ત્યારે 3 ઈસમોએ લૂંટ તલાવી હતી. તેમણે વેપારીની ગાડી અટકાવી અને ચીલઝડપ કરીને વેપારી કઈ સમજે તે પહેલાં ભાગી ગયા હતા. જોકે, લૂંટના બનાવના કારણે હાહાકાર મચી ગયો અને જોતજોતાંમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

આ પણ વાંચો :  સુરત : આણંદના માથાભારે યુવકની સરથાણામાં હત્યા, CCTV Videoમાં ખૂની ખેલના દૃશ્યો કેદ

આ લૂંટને અંજામ આપનારા શખ્સો ત્રણ હતા અને તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવીની તપાસ આરંભી હતી. પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે શકમંદોની તલાશ શરૂ કરી છે. ચોક્કસથી આવા બનાવો બાદ પોલીસ સમડીઓને ઝડપી પાડવામાં સફળ પણ રહે છે પરંતુ ધોળેદિવસે અવારનવાર લૂંટની ઘટનાઓથી શહેર સ્તબ્ધ થઈ ગયું છે અને વેપારી આલમમાં ભયનો માહોલ વ્યાપ્યો છે.

આ પણ વાંચો : સુરત : કાયદાથી છટકવા ગયો તો મોત આંબી ગયું! એમ્બ્યુલન્સમાંથી કૂદકો મારનાર આરોપીનું મોત

હજુ ગઈકાલે જ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત શહેરના મહિધરપુરામાં એક અઠવાડિયા પહેલાં થયેલી રૂપિયા 15 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો હતો ત્યારે લૂંટનો વધુ એક બનાવ સામે આવતા ગંભીર સવાલો સર્જાઈ રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા કોરાણે મૂકાઈ ગઈ છે અને લુખ્ખાતત્વોને મોકળું મેદાન મળી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.
Published by: Jay Mishra
First published: March 24, 2021, 7:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading