આ રીતે વોટ આપી વર્ષ-2023ના ગુજરાતના ટેબ્લોને બનાવો વિજેતા

News18 Gujarati
Updated: January 27, 2023, 1:30 PM IST
આ રીતે વોટ આપી વર્ષ-2023ના ગુજરાતના ટેબ્લોને બનાવો વિજેતા
ગુજરાત ટેબ્લો 2023

Gujarat Tableau 2023 Voting: ગુજરાત દ્વારા પ્રદર્શિત થનારા ટેબ્લો (ઝાંખી)ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું વોટિંગ કરી આ ટેબ્લોને વિજેતા બનાવી શકો છો. 

  • Share this:
ગાંધીનગર:  દેશના 74-મા ગણતંત્ર દિવસની આજે રાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવણી થઇ હતી. દેશની સ્વતંત્રતા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સપૂતોને ''રાષ્ટ્રીય સમર સ્મારક'' ખાતે વડાપ્રધાન તથા ગણમાન્ય નેતાગણ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુના શાનદાર સ્વાગત સાથે ગણતંત્ર દિવસની ઉજવણીનો “કર્તવ્ય પથ'' ખાતેથી પ્રારંભ થયો હતો. ત્યારે અહીં અલગ-અલગ રાજ્યોની 17 ઝાંખીઓ સહિત કુલ 23 ઝાંખીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત દ્વારા પ્રદર્શિત થનારા ટેબ્લો (ઝાંખી)ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું વોટિંગ કરી આ ટેબ્લોને વિજેતા બનાવી શકો છો.

મોટા પ્રમાણમાં ''ગુજરાત''ને વોટ કરીને, વર્ષ-2023ના ''ક્લીન અને ગ્રીન એનર્જી ઉક્ત  ગુજરાત''ના ટેબ્લોને વિજેતા બનાવો. તમે આ લિંક તમારા પરિવાર અને મિત્રોને પણ મોકલીને ગુજરાતનાં ટેબ્લોને વિજેતા બનાવી શકો છો.

કઈ રીતે કરશો વોટિંગ :



અહીં દર્શાવેલી લિંક ઉપર ક્લિક કરો :https://www.mygov.in/group-poll/vote-your-favorite-tableau-republic-day-2023/

(1) જો આપ QR કોડને સ્કેન કરીને વોટ કરવા માંગતા હો, તો તેને સ્કેન કરીને, આપેલ રાજ્યોની સૂચીમાં "ગુજરાત'' ની સામે ટીક કરો, તમારો વોટ રજીસ્ટર થઇ જશે
(2) જો તમે એસએમએસ (SMS) થી વોટ કરવા માંગતા હો, તો નીચે દાર્શવેલ પગલાંનો અમલ કરીને ગુજરાત ઉપર તમારો વોટ કરો :  SMS Syntax: MYGOVPOLL<space>336981<comma>Choice NumberSend to 7738299899(3) જો મોબાઇલ ફોન દ્વારા વોટિંગ કરવા ઈચ્છા હો તો, તમારો મોબાઇલ ફોન લખો, તમારા ફોન ઉપર તમને એક ઓટીપી (OTP) મળશે. આ OTP એન્ટર કરતા જ રાજ્યોની સૂચિ ખુલી જશે અને તમે ''ગુજરાત'' પસંદ કરીને વોટ કરો
(4) આ જ પ્રમાણે તમે e-mail થી રજીસ્ટર થઇને ''ગુજરાત'' ઉપર વોટિંગ કરી શકો છો.



ગુજરાતની ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ઉપસ્થિત સૌમાં અનેરુ આકર્ષણ જન્માવ્યું હતું. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃપ્રાપ્ય-હરિત અને શુદ્ધ ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા જે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની અત્રે ઉપસ્થિત સૌએ દિલ ખોલીને પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: જુવાનજોધ યુવાનનું અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત, પરિવારમાં માતમ

ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતા સૌરઊર્જાનું ઉત્પાદનની બાબતોને આવરી લેવામાં આવી હતી. આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, સફેદ રણ, રણના વાહન ઊંટ, પરંપરાગત ઘર - ભૂંગાની સાથે ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ગરબાં નૃત્યોએ ઝાંખીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
Published by: Kaushal Pancholi
First published: January 27, 2023, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading