Guinness World Record: આ છે દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ, 16000 રૂપિયામાં મળે છે માત્ર એક

News18 Gujarati
Updated: July 19, 2021, 8:47 AM IST
Guinness World Record: આ છે દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ, 16000 રૂપિયામાં મળે છે માત્ર એક
દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચની કિંમત સાંભળીને તમે વિચારમાં પડી જશો. (તસવીર સૌજન્ય- Serendipity 3/Facebook)

જો તમારે દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ ખાવી હોય તો 48 કલાક પહેલા આપવો પડશે ઓર્ડર, જાણો Quintessential Grilled Cheese સેન્ડવિચમાં શું છે ખાસ

  • Share this:
મોંઘામાં મોંઘી સેન્ડવિચ (World's Most Expensive Sandwich)ની કિંમત કેટલી હોઈ શકે- વધુમાં વધુ 2 કે 3 હજાર? પરંતુ ન્યૂયોર્ક (New York)ની એક રેસ્ટોરન્ટ (Serendipity 3 Restaurant) માં એવી સેન્ડવિચ બનાવવામાં આવે છે જે દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ છે. આ સેન્ડવિચ (The Most Expensive Sandwich)નું નામ છેલ્લા 7 વર્ષથી દુનિયામાં સૌથી મોંઘી સેન્ડવિચ (Guinness World Records) તરીકે નોંધાયેલું છે.

Guinness World Recordsમાં આ સેન્ડવિચને દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ માનવામાં આવી છે. તે ન્યૂયોર્કની Serendipity 3 નામની રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે. આ સેન્ડવિચનું નામ છે- Quintessential Grilled Cheese. નામથી જ ખબર પડી જાય છે કે સેન્ડવિચમાં દુનિયાની સૌથી મોંઘી ચીઝ સામેલ કરવામાં આવી છે. તેમાં સોનાનો વરખ પણ ઉપયોગમાં લેવાય છે, જે સેન્ડવીચ પ્રેઝન્ટેબલ હોવાની સાથે જ ખાસ પણ બનાવે છે.

આ પણ વાંચો, Tokyo Olympics 2020: ગેમ્સ વિલેજમાં લાગેલા બેડ્સ જોઈ ખેલાડી ભડક્યા, આની પર કેવી રીતે યૂઝ કરીએ 1 લાખ 60 હજાર Condom?

સૌથી મોંઘી સેન્ડવિચમાં શું છે ખાસ?

Quintessential Grilled Cheeseને ફ્રેન્ચ પુલમૈન શેમ્પેન બ્રેડના બે પીસથી બનાવવામાં આવે છે. ત્યારબાદ સેન્ડવિચને Dom Perignon champagne અને સોનાની ખાવાલાયક વરખથી તૈયાર કરવામાં આવે છે. સેન્ડવિચ બનાવવામાં ટ્રફલ બટરનો ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ દુર્લભ Caciocavallo Podolico cheeseને પણ ઉપયોગમાં લેવાય છે. સેન્ડવિચને ખાસ South African Lobster Tomato Bisque ડિપથી ક્રિસ્ટલ પ્લેટમાં સર્વ કરવામાં આવે છે. તેને બનાવનારા શેફ કહે છે કે ઓછામાં ઓછો 48 કલાક પહેલા ઓર્ડર કરવો પડે છે, કારણ કે તેમાં ઉપયોગમાં લેવામાં આવી વસ્તુઓ એકત્ર કરવામાં થોડી મુશ્કેલી થાય છે. તેનો કુરકુરો અને ક્રિમી ટેસ્ટ બિલકુલ અલગ છે.આ પણ વાંચો, OMG: હૉસ્પિટલનો સામાન લઈને પાંચમા માળે પહોંચી ગઈ રિક્ષા, જાણો શું છે સમગ્ર મામલો

16000 રૂપિયા છે એક સેન્ડવિચની કિંમત

આ ખાસ સેન્ડવિચમાં ઉપયોગમાં લેવાતી Caciocavallo Podolico ચીઝ દુનિયાની કેટલીક દુર્લભ ચીઝ પૈકી એક છે. તેને દક્ષિણ ઈટલીથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. તે ખાસ પ્રકારની ગાયના દૂધથી તૈયાર થાય છે, જે વર્ષમાં માત્ર બે મહિના જ દૂધ આપે છે. સેન્ડવિચને સર્વ કરતા પહેલા ચાર મિનિટ માટે ગ્રિલ કરવામાં આવે છે, જેથી ચીઝ બબલ થવાનું શરૂ થઈ જાય. આ સેન્ડવિચના ખાસ ઇન્ગ્રેડિટન્ટ્સ જ તેને દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ બનાવે છે. જેની કિંમત 214 અમેરિકન ડૉલર એટલે કે 16000 ભારતીય રૂપિયા છે.
Published by: Mrunal Bhojak
First published: July 19, 2021, 8:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading