પાગલની ભૂલને ડૉક્ટરોએ સુધારી: UKમાં 23 કલાક પછી કપાયેલા ગુપ્તાંગને ફરીથી જોડીને ડૉક્ટરોએ ચમત્કાર કર્યો

News18 Gujarati
Updated: August 24, 2021, 2:54 PM IST
પાગલની ભૂલને ડૉક્ટરોએ સુધારી: UKમાં 23 કલાક પછી કપાયેલા ગુપ્તાંગને ફરીથી જોડીને ડૉક્ટરોએ ચમત્કાર કર્યો
પ્રતીકાત્મક તસવીર

બ્રિટન (Britain)માં એક માનસિક રીતે અસ્થિર (Mentally ill) શખ્સે રસોડામાં પડેલા ચપ્પુથી પોતાનુ ગુપ્તાંગ કાપીને અલગ કરી (Man cut off his private part) નાખ્યું હતું.

  • Share this:
લંડન: ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે. બ્રિટનમાં ડૉક્ટરો (Britain doctors)એ એક માનસિક અસ્થિર વ્યક્તિની ભૂલને સુધારીને ચમત્કાર (Miracle of Medical Science) કરી દીધો છે. હકીકતમાં આ વ્યક્તિએ ચપ્પુ વડે પોતાનું ગુપ્તાંગ (Man cut off his private part) કાપી નાખ્યું હતું. આવું કરીને આ શખ્સ આપઘાત કરવા માંગતો હતો. ડૉક્ટર પાસે આ કેસ આવ્યા બાદ તેમણે સર્જરી કરીને વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટને ફરીથી જોડી (Doctors reattached private part of man) દીધું હતું. સર્જરીના છ અઠવાડિયા બાદ હાલ દર્દીના ઘા પણ રુઝાઇ ગયા છે. મેડિકલ સાયન્સમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ કપાયેલા પ્રાઇવેટ પાર્ટને 24 કલાક પછી જોડવામાં આવ્યું હોય, તેમજ આ સર્જરી સફળ પણ રહી હોય.

પાગલ શખ્સે કર્યો મોટો કાંડ

બ્રિટિશ મેડિકલ જર્નલ (British Medical Journal)માં આ કેસનો રિપોર્ટ છપાયો છે. રિપોર્ટ પ્રમાણે 34 વર્ષના બ્રિટિશ નાગરિકે શાકભાજી કાપવાના ચપ્પુથી પોતાનું પ્રાઇવેટ પાર્ટ કાપી (Man chopped private part) નાખ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે. તે Schizophrenia નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે તે ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. તાત્કાલિક તેને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેના શરીરના અન્ય ભાગમાં પણ ઈજા પહોંચી હતી.

ડૉક્ટરોએ કર્યો ચમત્કાર

યુનિવર્સિટી હૉસ્પિટલ બર્મિંઘમ એનએચ ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રમાણે આવા કેસમાં પ્રાઇવેટ પાર્ટને 15 કલાકમાં જ જોડી દેવું જરૂરી હોય છે. જોકે, આ કેસમાં દર્દીને હૉસ્પિટલ સુધી પહોંચાડવામાં 23 કલાક પસાર થઈ ગયા હતા. આથી ડૉક્ટરો માટે ઓપરેશન કરવું ખૂબ પડકારજનક હતું.

સર્જરી દરમિયાન લોહીના પરિભ્રમણ માટે હાથમાંથી એક નસ કાઢવામાં આવી હતી અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્જરી પછી દર્દીને એન્ટિબાયોટિક્સ આપવામાં આવી હતી. બે અઠવાડિયામાં તેને જનરલ વૉર્ડમાં ખસેડી દેવામાં આવ્યો હતો. જે બાદમાં તેને માનસિક બીમાર દર્દીના વોર્ડમાં દાખલ કરાયો હતો. છ અઠવાડિયામાં વ્યક્તિ ફરીથી એકદમ સાજો થઈ ગયો હતો.સમાગમ વખતે પુરુષના પ્રાઇવેટ પાર્ટમાં વર્ટિકલ ફ્રેક્ચર

ઉલ્લેખનીય છે કે બ્રિટન થોડા સમય પહેલા એક વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ (Private part) સાથે જોડાયેલો એવો કેસ સામે આવ્યો હતો જેને જાણીને ડૉક્ટર્સ પણ પરેશાન હતા. હકીકતમાં સેક્સ દરમિયાન આ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં ત્રણ સેન્ટીમીટર ફ્રેક્ચર (British man Vertically penile fracture) થઈ ગયું હતું. જોકે, એવું નથી કે સેક્સ દરમિયાન કોઈ વ્યક્તિ સાથે પ્રથમ વખત આવું બન્યું હોય. પરંતુ સામાન્ય રીતે ફ્રેક્ચર હૉરિજૉન્ટલ (Horizontal Penile fracture) રીતે થાય છે પરંતુ આ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં વર્ટિકલ રીતે ફ્રેક્ચર થયું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by: Vinod Zankhaliya
First published: August 24, 2021, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading