TikTok: યુવતીએ પ્રેગનન્ટ હોવાનું કર્યું જોરદાર નાટક, સસ્તામાં મળી ગઈ એર ટિકિટ

News18 Gujarati
Updated: July 12, 2021, 10:29 AM IST
TikTok: યુવતીએ પ્રેગનન્ટ હોવાનું કર્યું જોરદાર નાટક, સસ્તામાં મળી ગઈ એર ટિકિટ
પ્રેગનન્સીનું નાટક કર્યું તો યુવતીને મળી સસ્તી એર ટિકિટ (Image: miniadvantures/Tiktok)

ટિકટોક યૂઝર એશ્લીને ડ્રોસ્ટ્રિંગ જિમ બેગને શર્ટની અંદર એવી રીતે છુપાવી જેથી તે પ્રેગનન્ટ હોય એવું લાગે!

  • Share this:
નવી દિલ્હી. કેટલાક લોકોને પોતાની જિંદગીમાં એડવેન્ચર કરવાનો એટલો શોખ હોય છે કે ‘કુછ તુફાની’ કરવા માટે તેઓ નવા-નવા ગતકડા કરતા હોય છે. આવા જ અનોખા લોકોની યાદીમાં ટિકટોક યૂઝર (TikTok user) એશ્લીન (Ashlin)નું નામ પણ સામેલ થયું છે. એશ્લીનનું ટિકટોક પર @miniadvantures નામથી એકાઉન્ટ છે.

એશ્લીન રોમાંચથી ભરપૂર વીડિયો પોસ્ટ (Videos Post) કરતી રહે છે પરંતુ આ વખતે તેણે જે કર્યું તે ખૂબ વધારે જોખમ ભરેલું કામ હતું અને જોવા જઈએ તો આવું કોઈએ પણ ન કરવું જોઈએ. મૂળે, તેણે 31 પાઉન્ડ એટલે કે લગભગ 3200 રૂપિયાની એર ટિકિટ ખરીદી. ત્યારબાદ તેને ફ્લાઇટ પર માત્ર એક બેગ-પેક લઈ જવાની મંજૂરી મળી તો તેણે ખૂબ ચાલાકીથી બીજી બેગ-એક ડ્રોસ્ટ્રિંગ જિમ બેગ (Drawstring gym bag)ને પોતાના શર્ટની અંદર છુપાવી દીધી, જેથી એવું લાગે કે તેને બેબી બમ્પ (Baby Bump) હોય. તેના આ વીડિયોના બેકગ્રાઉન્ડ મ્યૂઝિકમાં ‘નોબડી ગોના નો’ (Nobody's gonna know song) ગીત ચાલી રહ્યું છે.

આ પણ વાંચો, OMG: મનુષ્યના પેશાબથી કંપનીએ બનાવી Beer, 50 હજાર લીટર યૂરિનનો કરવામાં આવ્યો ઉપયોગ

નોંધનીય છે કે, એશ્લીને પોતાની બેગ તો શર્ટ નીચે છુપાવી તેની સાથોસાથ તેણે જલ્દી બોર્ડિંગ કરવાની મંજૂરી પણ મેળવી લીધી. એશ્લીને ખાલી પ્લેનની અંદર ચાલતા-ચાલતા પોતાનો વીડિયો બનાવ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે તે પ્લેનમાં સૌથી પહેલા આવી હતી. ત્યારબાદ તેણે ટોઇલેટમાં લાગેલા મીરરમાં પોતાની જિમ બેગ બમ્પ પણ દર્શાવી.

આ પણ વાંચો, Euro 2020: ઈટલીએ બીજી વાર જીત્યું યૂરો કપનું ટાઇટલ, ઈંગ્લન્ડનું 55 વર્ષનું સપનું અધૂરું રહ્યું


જોકે, વીડિયો જોનારા અનેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે આવી રીતે સિક્યુરિટી ચેકમાંથી કેવી રીતે બચીને જઈ શકાય. શક્ય છે કે તેણે સિક્યુરિટી ચેક પોસ્ટમાંથી પસાર થયા બાદ ડિપાર્ચર લોન્જ (Departure Lounge)થી પહેલા પોતાના શર્ટની નીચે બેગ સંતાડી દીધી હોય. નહીં તો વીડિયો બનાવીને પોસ્ટ કરવાના કારણે તે કોઈ મુસીબતમાં ફસાઈ ગઈ હોત. અનેક ટિકટોક યૂઝર્સે એશ્લીનને જીનિયસ (Genius) કહી, તો અનેક લોકોએ તેને ચાલાક કહી. બીજી તરફ અનેક લોકોએ કહ્યું કે આવું કરવા માટે સારી એક્ટિંગ આવડવી પણ ખૂબ જરૂરી છે.

(Disclaimer: News18 આવું કંઈ પણ કરવાનું સમર્થન નથી કરતું.)
Published by: Mrunal Bhojak
First published: July 12, 2021, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading