Viral Video: ચોરી કરવા માટે ચોર ઘરમાં તો ઘૂસ્યો, પણ દરવાજા પર જ અટકી ગયો! મજેદાર છે તેનું કારણ
News18 Gujarati Updated: May 25, 2022, 9:51 PM IST
સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. (Image credit- Instagram)
Thief Viral Video: ઘણી વખત ચોરીના વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ (Viral Videos) થઈ જતા હોય છે. આવો જ એક વિડીયો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સામે આવ્યો છે. વિડીયોમાં એક ચોર ચોરી કરવાના ઇરાદાથી ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે સફળ નથી થતો.
Thief Viral Video: ચોર ભલે ચોરી કરતી વખતે હોશિયારી બતાવતા હોય, પરંતુ ક્યારેક તેમની એક ભૂલ પણ તેમને ભારે પડી જાય છે. ઘણી વખત ચોરીના વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ (Viral Videos Internet) થઈ જતા હોય છે. કયારેક ચોર મંદિરમાં ચોરી કરીને ભગવાનને પગે લાગીને જતા હોય છે, તો ક્યારેક ચોરી દરમિયાન રસોડામાં જમવાનું પણ બનાવી લેતાં હોય છે! ચોરનો આવો જ એક વિડીયો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સામે આવ્યો છે. વિડીયોમાં એક ચોર ચોરી કરવાના ઇરાદાથી ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે સફળ નથી થતો. વિડીયો પરથી એવું લાગે છે કે ચોર ઘરમાં ત્યારે ઘૂસ્યો જ્યારે આજુબાજુ કોઈ ન હતું.
ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો ચોર, પણ આ રીતે ફસાઈ ગયો
વિડીયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે ચોર ચોરી કરવા માટે છત પર ચડી ગયો અને ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કૂતરાને લીધે તે અંદર ન જઈ શક્યો. પોતાને 2 કૂતરાઓથી ઘેરાયેલો જોઇને ચોર પોતાને બચાવવા જાય છે પણ દરવાજે જ લટકતો રહી જાય છે. આ દરમિયાન કૂતરા પણ ચોરને ઝડપવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે અને ચોર ક્યારે નીચે આવે તેની રાહમાં હોય છે.
આ પણ વાંચો: વિચિત્ર લૂંટની ઘટના: મહિલાએ મોઢામાં નાખ્યા સોનાના ઘરેણા, જુઓ ચોરીનો Viral Video
વિડીયો વચ્ચે જ અટકી જાય છે અને એ નથી જાણી શકાતું કે આગળ આખરે શું થયું. વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર gieddee નામના એક પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે, ‘આગળ શું થયું.’
આ પણ વાંચો: Viral Video : એરપોર્ટ પર સામાન માટે રાહ જોઇ રહેલા લોકોની સામે અચાનક આવી ગઇ લાશ, ડરના કારણે હાલ થયા બેહાલ
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો
સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે લોકોએ આ વિડીયો જોયો, તેઓ પોતાનું હસવું નથી રોકી શકતા. ઘણાં યુઝર્સ આ જાણવા માટે ઉત્સુક છે કે આગળ શું થયું, જ્યારે અન્ય યુઝર્સે કમેન્ટમાં લાફિંગ ઇમોજી નાખ્યા. એક યુઝરે લખ્યું કે, ‘મને તો લાગે છે કે તે હજુ પણ ત્યાં લટકેલો હશે.’ તો એક અન્ય યુઝરે ‘વેલકમ’ ફિલ્મનો પોપ્યુલર ડાયલોગ લખ્યો- ‘યે રાઝ ભી ઉસી કે સાથ ચલા ગયા.’ અત્યારસુધી આ વિડીયોને હજારો લોકોએ જોયો છે.
Published by:
Nirali Dave
First published:
May 25, 2022, 9:51 PM IST