ગમે ત્યાં લારી પર પાણીપુરી ખાવા ન જતા, અહીં ફેરીયો પાણીમાં પેશાબ મિક્સ કરતો કેમેરામાં ઝડપાયો, VIRAL VIDEO

News18 Gujarati
Updated: August 23, 2021, 12:12 PM IST
ગમે ત્યાં લારી પર પાણીપુરી ખાવા ન જતા, અહીં ફેરીયો પાણીમાં પેશાબ મિક્સ કરતો કેમેરામાં ઝડપાયો, VIRAL VIDEO
પાણીપુરીવાળાની ગંદી હરકત

  • Share this:
OMG NEWS: સોશિયલ મીડિયા પર આપણે કેટલાય વીડિયો (Viral Video) જોવા મળતા હોય છે. કેટલાંક વીડિયો રમુજી હોય છે તો કેટલાંક આંખ ઉઘાડનારા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા (Social Media Viral) પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક પાણીપુરીની લારીવાળાનો છે. હાલમાં આ પાણીપુરી વાળાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કારણ એ છે કે, આ પાણીપુરીવાળો પાણીમાં પેશાબ મિક્સ કરતો (Pani puri Seller mixing Urine in Water) હોવાનું કેમેરામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પાણીપુરીવાળાની આ ગંદી હરકત સામે આવતા ઠેર ઠેર લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે.

આ પણ વાંચો-બેંકમાં ફસાઇ હતી મહિલા ફિલ્મ ડિરેક્ટર, તાલિબાનીઓની બચીને આવી રીતે નીકળી બહાર; જણાવી આપવીતી
આ પણ વાંચો-હિજાબ અને બુરખા વગર ફરતી અફઘાની પોપસ્ટારને તાલિબાનો શોધતા રહ્યાં અને તે વિદેશ ભાગી ગઇ


આ ચોંકાવનારી ઘટના, ગુવાહટીનાં અઠગાંવ વિસ્તારનો છે. માંથી જ્યાં પાણીપુરી વાળો ફેરિયો એક મગમાં પેશાબ કરતો દેખાય છે અને બાદમાં તે એજ મગ પાણીની ડોલમાં ઉધો કરે છે. મગમાં પેશાબ કર્યા બાદ લારીવાળો તે જ વાસણમાં પાણીપુરી વેચતો હોય છે. વીડિયો અપલોડ થતાં જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેણે પણ આ વીડિયો જોયો તે સૌ કોઇ સ્તબ્ધ થઈ ગયા હતાં. સૌ કોઈ પુછી રહ્યા છે કે, આ લારીવાળાને આવું કરવાની શું જરૂર પડી.આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે લારીવાળાની ધરપકડ કરી છે. પોલીસે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યુ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઇને લોકો ગુસ્સાથી લાલ પીળા થઇ રહ્યાં છે. આવું પહેલી વખત નથી બન્યું કે કોઇ પાણીપુરીની લારીવાળાનો આવો વીડિયો સામે આવ્યો હોય. આ પહેલાં પણ ઘણી વખત આવી ઘટનાઓ સામે આવી છે. અને તેમ છતાં આ લોકો ગ્રાહકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં અટકાતાં નથી.
Published by: Margi Pandya
First published: August 23, 2021, 12:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading