આર્ટવર્કના નામે વેચાઈ રહ્યું છે 'છત પર ચોટેંલુ અથાણું', એટલી કિંમતમાં તો આવી જશે ગાડી!

News18 Gujarati
Updated: August 3, 2022, 5:41 PM IST
આર્ટવર્કના નામે વેચાઈ રહ્યું છે 'છત પર ચોટેંલુ અથાણું', એટલી કિંમતમાં તો આવી જશે ગાડી!
આર્ટિસ્ટ મેથ્યુ ગ્રિફીનની એક આર્ટવર્ક હાલમાં ચર્ચામાં છે

ઓસ્ટ્રેલિયન આર્ટિસ્ટ મેથ્યુ ગ્રિફીન (Matthew Griffin)ની એક આર્ટવર્ક હાલમાં ચર્ચા (Viral News)માં છે, જેને લગભગ 5 લાખ રૂપિયામાં વેચાણ માટે મૂકવામાં આવી છે. આ આર્ટવર્કનું નામ રાખવામાં આવ્યું છે - અથાણું (Pickle).

  • Share this:
વિશ્વમાં કલા (Art)ની વિવિધ શૈલીઓ છે, જેને લોકો શીખ્યા પછી માસ્ટરપીસ (Masterpiece) તૈયાર કરે છે. કેટલાક કલાકારો એવા હોય છે, તેમની કૃતિઓ જોઈને લોકો તેમની પ્રતિભાના વખાણ કરતા થાકતા નથી, પરંતુ એવા કલાકારો (Artist) પણ છે જેમની કલાકૃતિઓ લોકોને દંગ કરી દે છે. દર્શકો સમજી શકતા નથી કે તે શા માટે બનાવવામાં આવ્યું છે અથવા તેની પાછળનો હેતુ શું છે.

આ જ પ્રકારની આર્ટવર્ક હાલમાં ઓકલેન્ડની ધ માઈકલ લેટ ગેલેરીમાં રાખવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન આર્ટિસ્ટ મેથ્યુ ગ્રિફીનની એક આર્ટવર્ક હાલમાં ચર્ચામાં છે, જેને લગભગ 5 લાખ રૂપિયામાં વેચાણ માટે મૂકવામાં આવી છે. આ આર્ટવર્કનું નામ - અથાણું રાખવામાં આવ્યું છે. આ કલાકૃતિઓને જોનારાઓ આશ્ચર્યચકિત થઈ જાય છે કે તેમાં એવું તો શું છે, જેના કારણે તેની કિંમત લાખોમાં રાખવામાં આવી છે.

'આચાર સ્ટીક્સ ઓન ધ સિલિંગ' લાખોમાં વેચાઈ રહી છે

ચર્ચામાં રહેલ મેથ્યુ ગ્રિફીનની આર્ટવર્ક ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે. આ આર્ટવર્ક બનાવવા માટે, કલાકાર મેથ્યુ ગ્રિફિને મેકડોનાલ્ડના ચીઝબર્ગરમાંથી અથાણાંનો ટુકડો લીધો અને તેને છત પર ફેંકી દીધો. મજાની વાત એ છે કે છત પરથી નીચે આવવાને બદલે અથાણાનો ટુકડો ત્યાં જ અટકી ગયો.


આ પણ વાંચો: લગ્ન કરવાનો એવો ક્રેઝ કે પુરુષે એકસાથે 6 મહિલાઓને બનાવી લીધી પત્ની

આને ગ્રિફિનની લેટેસ્ટ આર્ટવર્ક માનવામાં આવે છે અને તેને 'પિકલ' નામ આપવામાં આવ્યું છે. આ માસ્ટરપીસ NZ$10,000 એટલે કે ભારતીય ચલણમાં 4.9 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે. કલ્પના કરો કે ન્યુઝીલેન્ડમાં ચીઝબર્ગરની કિંમત 219 રૂપિયા છે અને અથાણાંનો એક ટુકડો લગભગ 5 લાખમાં વેચાઈ રહ્યો છે.

આ પણ વાંચો: વિચિત્ર ટ્રક ટર્ન કરવામાં ડ્રાઈવરનો છૂટી ગયો પરસેવો, કોઈ મુશ્કેલી વિના કરી નાખ્યું અશક્ય કામ

આવું પહેલા પણ બન્યું છે
આ આર્ટવર્ક રજૂ કરી રહેલા રેયાન મૂરે ધ ગાર્ડિયનને જણાવ્યું કે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે, પરંતુ તે એક રમુજી પ્રતિક્રિયા પણ છે. જો કે, અગાઉ ઇટાલિયન આર્ટિસ્ટ મોરિઝિયો કેટેલને મિયામીમાં એક પ્રદર્શન દરમિયાન ડક્ટ ટેપથી પેસ્ટ કરેલું કેળું રજૂ કર્યું હતું, જે US$ 120,000 એટલે કે 94 લાખ રૂપિયામાં વેચાઈ રહ્યું હતું. તે પણ રસપ્રદ હતું કે ન્યૂયોર્કના પર્ફોર્મન્સ આર્ટિસ્ટ ડેવિડ ડાટુનાએ આ કેળાને દિવાલમાંથી બહાર કાઢ્યા બાદ ખાધું હતું.
Published by: Riya Upadhay
First published: August 3, 2022, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading