પાકિસ્તાનમાં રસ્તા પર ફરી-ફરીને આઇસ્ક્રીમ વેચી રહ્યા છે ‘ટ્રમ્પ’, વાયરલ વીડિયોએ અમેરિકામાં મચાવ્યો હોબાળો

News18 Gujarati
Updated: June 12, 2021, 7:56 AM IST
પાકિસ્તાનમાં રસ્તા પર ફરી-ફરીને આઇસ્ક્રીમ વેચી રહ્યા છે ‘ટ્રમ્પ’, વાયરલ વીડિયોએ અમેરિકામાં મચાવ્યો હોબાળો
Viral Video: ડોનાલ્ડ ટ્રમ્પનો હમશકલ કૂર્તો અને પાયજામો પહેરીને સુંદર ગીતો ગાઈ પાકિસ્તાનમાં આઇસ્ક્રીમ વેચી રહ્યો છે

Viral Video: ડોનાલ્ડ ટ્રમ્પનો હમશકલ કૂર્તો અને પાયજામો પહેરીને સુંદર ગીતો ગાઈ પાકિસ્તાનમાં આઇસ્ક્રીમ વેચી રહ્યો છે

  • Share this:
કરાચી. અમેરિકા (USA)ના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોમાં સપડાયા હતા. તેમના નિવેદનો ઉપરાંત તેમણે લીધેલા નિર્ણયના કારણે તેઓ ખૂબ ચર્ચામાં રહેતા હતા. આ દરમિયાન હવે તેઓ ચૂંટણી હારી ગયા બાદ રાજકારણમાં તેઓ સક્રિય નથી રહ્યા. જોકે, થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા (Social Media) પર ઉંધું પેન્ટ પહેરવાના કારણે તેઓ ફરી એક વાર ચર્ચામાં આવ્યા હતા. હવે ‘ટ્રમ્પ’ પાકિસ્તાન (Pakistan)માં આઇસ્ક્રીમ (Ice Cream) વેચતા જોવા મળ્યા છે.

આ વીડિયો પાકિસ્તાનના સાહીવાલ (Sahiwal)નો છે. તેમાં એક શખ્સ રસ્તાઓ પર ગીત ગાઈને આઈસ્ક્રીમ વેચતો જોવા મળી રહ્યો છે. તેનો ચહેરો જોતાં જ અનેક લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા. આ શખ્સનો ચહેરો હૂબહૂ ટ્રમ્પથી મળતો આવે છે. લગભગ 40 વર્ષની ઉંમરવાળા આ શખ્સનો ચહેરો ટ્રમ્પ જેવો હોવાના કારણે લોકો આ વીડિયોને શૅર કરી રહ્યા છે.


આ પણ વાંચો, ...જ્યારે ક્રિકેટર રોહિત શર્મા હોટલની રૂમમાં જ ભૂલી ગયો હતો Wedding Ring! જાણો બાદમાં શું થયું

ડુપ્લીકેટ ટ્રમ્પ ગીતો ગાઈ રહ્યો છે!
પંજાબ પ્રાંતના સાહીવાલમાં રસ્તાઓ પર આ શખ્સ ગીતો ગાતો જોવા મળ્યો. પોતાની ગીતના માધ્યમથી તે લોકોને આઇસ્ક્રીમ વેચી રહ્યો છે. આ દરમિયાન તેનો વીડિયો ઉતારવામાં આવ્યો છે જેને ઇન્ટરનેટ પર શૅર કરવામાં આવ્યો. શખ્સનો ચહેરો શારીરિક ખોડના કારણે સફેદ થઈ ગયો જેના કારણે તેનું કોમ્પલેક્સન ટ્રમ્પ જેવું થઈ ગયું છે. કૂર્તો અને પાયજામો પહેરેલા આ શખ્સને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો, ઇકો ફ્રેન્ડલી ફોમ વિકસાવવા બદલ ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થિની સોહી પટેલને અપાયો પ્રતિષ્ઠિત એવોર્ડ

ટ્રમ્પના આ હમશકલની ઘણી ચર્ચા થઈ રહી છે. તેનો વીડિયો વાયરલ થયા બદ અનેક લોકોએ કોમેન્ટ કરી કે ચહેરા અને લુકથી વધુ ચર્ચા અવાજના કારણે થવી જોઈએ. જે રીતે આ શખ્સ ગીત ગાઈ રહ્યો છે તે વખાણવા લાયક છે. તેના અવાજમાં જાદુ છે જે ટ્રમ્પ ક્યારેક નહીં કરી શકે. એવામાં તેના ટેલેન્ટને મહત્ત્વ મળવા લાગ્યું છે અને તેનો ચહેરો ગૌણ થઈ ગયો છે. ભીષણ ગરમીમાં મહેનત કરી ખૂબ આરામથી ગીત ગાતા આ શખ્સના લોકો દિવાના થઈ રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: June 12, 2021, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading