લગ્નના દિવસે એમેઝોન પરથી મગાવી વરમાળા અને દુલ્હનને આપી સરપ્રાઈઝ


Updated: August 7, 2022, 8:45 AM IST
લગ્નના દિવસે એમેઝોન પરથી મગાવી વરમાળા અને દુલ્હનને આપી સરપ્રાઈઝ
પહેલીવાર ભારતીય લગ્ન સમારોહમાં માર્કેટીંગ કરવામાં આવ્યું હોય તે સામે આવ્યું છે

હૈદરાબાદમાં એક દુલ્હાએ એમેઝોનમાં કામ કરતી યુવતી સાથે લગ્ન કર્યા છે. આ પોસ્ટ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

  • Share this:
દિલ્હી: ફિલ્મો અને ટીવી શોમાં બ્રાન્ડ ઈન્ટિગ્રેશન (Brand integration)થી માર્કેટીંગ કરવું તે એક સામાન્ય વાત છે. પહેલીવાર ભારતીય લગ્ન સમારોહમાં માર્કેટીંગ કરવામાં આવ્યું હોય તે સામે આવ્યું છે. હૈદરાબાદમાં એક દુલ્હાએ એમેઝોન (Hyderabad groom wedding day stunt)માં કામ કરતી યુવતી સાથે લગ્ન કર્યા છે. આ પોસ્ટ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. દુલ્હો ક્રિષ્ના વાર્શ્નેય રિગલીક્સમાં ગુગલ એડ્સ મેનેજર છે, તેણે એમેઝોનમાં ગ્રુપ ઓપરેશન મેનેજર ફાલ્ગુની ખન્ના સાથે લગ્ન કર્યા છે. લગ્નના દિવસે દુલ્હા ક્રિષ્ના વાર્શ્નેયે વરમાળા ખોવાઈ જવાનું નાટક કર્યું હતું. તેણે એમેઝોન પરથી વરમાળાનો ઓર્ડર કર્યો હતો. ત્યારબાદ એક વ્યક્તિ એમેઝોનની ટી શર્ટ પહેરીને સ્ટેજ પર આવે છે અને હાથમાં એક એમેઝોનનું બોક્સ લઈને આવે છે.

ક્રિષ્ના વાર્શ્નેયે (Krishna Varshney) લિંક્ડઈન પર ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, મેં મારી એમેઝોનમાં કામ કરતી પત્ની ફાલ્ગુની ખન્ના (Faguni Khanna) સામે વરમાળા ખોવાઈ જવાનું નાટક કર્યું હતું અને એમેઝોન (Amazon) પરથી વરમાળા મગાવીને તેને સરપ્રાઈઝ આપી હતી. એમેઝોન બોક્સમાં વરમાળા રાખવામાં આવી છે અને કપલ આ બાબત પર ખૂબ જ હસી રહ્યું છે. હું ખૂબ જ સ્નેહ સાથે મારી પત્ની માટે બ્રાન્ડ ઈન્ટિગ્રેશન કરી રહ્યો છું.

આ પોસ્ટ લિંક્ડઈન (LinkedIn) પર વાયરલ થઈ રહી છે, આ પોસ્ટ પર 5,000 રિએક્શન મળ્યા છે અને આ વાત એક સ્ટન્ટ સાબિત થઈ છે. અનેક લોકોએ દુલ્હાની આ પ્રકારની સરપ્રાઈઝ અંગે પ્રશંસા કરી હતી તો અનેક લોકોએ દુલ્હાની તેની લાઈફના આટલા સુંદર દિવસે પણ બ્રાન્ડ ઈન્ટિગ્રેશન કરતા તેની ટીકા કરી હતી.

આ પણ વાંચો: પૃથ્વીની ઝડપ વધતા વિજ્ઞાનિકો ચિંતામાં, 24 કલાકથી પણ ઓછા ગાળામાં લગાવે છે ચક્કર

એક વ્યક્તિએ આ પોસ્ટ પર રિપ્લાય આપ્યો હતો કે, લગ્નના દિવસે પણ કામ કરવું દુ:ખની વાત છે. ટ્વિટર (Twitter) પર પણ આ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. જેના પર અનેક લોકો અલગ અલગ રિપ્લાય આપી રહ્યા છે. કોઈ આ સરપ્રાઈઝની પ્રશંસા કરી રહ્યા છે, તો કોઈ આ અંગે ટીકા કરી રહ્યું છે. તો એક વ્યક્તિએ રિપ્લાય આપ્યો હતો કે, ‘લાઈફ ટાઈમ પ્રાઈમ મેમ્બરશીપ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ’.
Published by: Azhar Patangwala
First published: August 7, 2022, 8:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading