28 વર્ષીય મહિલાએ 5 મિનિટમાં જ ત્રણ બાળકીઓને આપ્યો જન્મ, માતા-બાળકીઓનું સ્વાસ્થ્ય સારું

News18 Gujarati
Updated: July 7, 2021, 7:56 PM IST
28 વર્ષીય મહિલાએ 5 મિનિટમાં જ ત્રણ બાળકીઓને આપ્યો જન્મ,  માતા-બાળકીઓનું સ્વાસ્થ્ય સારું
ત્રણ બાળકીઓનો એક સાથે જન્મ, પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Madhya Pradesh OMG story: 28 વર્ષીય મહિલાએ એક સાથે ત્રણ બાળકીઓને જન્મ આપ્યો છે. ત્રણે બાળકીઓને (3 baby girl child) બેથી પાંચ મિનિટના ગાળામાં જ પેદા થઈ છે. મહિલા અને તેની ત્રણે બાળકીઓ સંપૂર્ણ પણે સ્વસ્થ્ય છે.

  • Share this:
દમોહઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) દમોહ જિલ્લામાં (Damoh) હટા સિવિલ હોસ્પિટલમાં (civil hospital) 28 વર્ષીય મહિલાએ એક સાથે ત્રણ બાળકીઓને જન્મ આપ્યો છે. ત્રણે બાળકીઓને (3 baby girl child) બેથી પાંચ મિનિટના ગાળામાં જ પેદા થઈ છે. મહિલા અને તેની ત્રણે બાળકીઓ સંપૂર્ણ પણે સ્વસ્થ્ય છે. સ્વાસ્થ્ય કર્મી અને નર્સ આ જોઈને ચોંકી ગઈ છે. મહિલા પહેલા પણ એક બાળકીને જન્મ આપી ચુકી છે. મહિાલ અને તેની બાળકીઓને હોસ્પિટલમાંથી રજા આપી છે.

મહિલાએ આપ્યો એક સાથે ત્રણ બાળકીઓને જન્મ
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ત્રણે બાળકીઓનો જન્મ સાધારણ પ્રક્રિયાથી થયો છે. અને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની રીતે આ પહેલો કેસ છે. જ્યારે કોઈ મહિલાએ એક સાથે ત્રણ બાળકીઓને જન્મ આપ્યો છે. આખા ગામમાં જશ્નનો માહોલ છે. ગ્રામીણ બાળકીની એક ઝલક જોવા માટે બેતાબ દેખાઈ રહ્યા છે.

એક સાથ ત્રણ બાળકીઓ જન્મતા ગામમાં જશ્નનો માહોલ
કનકપુરા ગામ નિવાસી આ મહિલાએ બે વર્ષ પહેલા એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારે તેને પ્રવસમાં ખુબ જ મુશ્કેલી થઈ રહી છે. આ વખતે પ્રસવ પીડા થવા પર મહિલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં પર તેની સાથે ત્રણ બાળકીઓને એક સાથે જન્મ આપ્યો હતો. મહિલાએ પહેલા પણ એક બાળકીને જન્મ આપ્યો હતો જે અત્યારે બે વર્ષની છે.

આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંકઆ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકીનું સામાનન્ય વજન બે કિલો 500 ગ્રામ હોવું જોઈએ. જેમાં આરતીનું એક બાળક 1 કિલો 800 ગ્રામ છે. બીજી બાળકીનું 1 કિલો 500 ગ્રામ અને ત્રીજી બાળકીનું 1 કિલો 600 ગ્રામનું વજન ધરાવશે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

પશ્વિમ આફ્રિકાના માલી દેશમાં મહિલાએ એક સાથે આપ્યો નવ બાળકોને જન્મ
ઉલ્લેખનિય છે કે પશ્ચિમ આફ્રિકાના માલી દેશની મહિલાની સાથે પણ આવુ જ થયુ છે. આ મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યા બાદ ડોકટરો પણ હેરાન છે. કારણકે મહિલા જ્યારે પ્રેગનન્ટ હતી ત્યારે તેના ગર્ભમાં માત્ર સાત બાળકો હોવાનુ જાણવા મળ્યુ હતુ.

જોકે હવે જ્યારે ડિલિવરી થઈ છે ત્યારે તેણે નવ બાળકોને જન્મ આપ્યો છે. 25 વર્ષની હલિમા નામની મહિલાની ડિલિવરી આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. ડોકટરોએ આ વર્ષે જ માર્ચ મહિનામાં તેને કહ્યુ હતુ કે, વિશેષ દેખરેખની જરુર છે. એ પછી સત્તાધીશોએ આ મહિલાને મોરકકોમાં ખસેડી હતી. અહીંના એક હોસ્પિટલમાં તેણે નવ બાળકોને જન્મ આપ્યો હતો.
Published by: ankit patel
First published: July 7, 2021, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading