Alert: આ છોડ દેખાય તો ભૂલેચૂકે પણ ન જતા નજીક, તેના ઝેરના કારણે મહિનાઓ સુધી પીડાય છે લોકો


Updated: July 27, 2021, 7:23 AM IST
Alert: આ છોડ દેખાય તો ભૂલેચૂકે પણ ન જતા નજીક, તેના ઝેરના કારણે મહિનાઓ સુધી પીડાય છે લોકો
Gympie-Gympieના પત્તા એક વાર સ્પર્શ કર્યા બાદ મહિનાઓ કે વર્ષો સુધી દુખાવો થતો રહે છે. (તસવીર સૌજન્ય- Imgur.com)

Gympie-gympieને સ્પર્શ કરવાથી અસહ્ય દુખાવો થાય છે અને હાલત એવી ખરાબ થઈ જાય છે કે આત્મહત્યા કરવાનો પણ વિચાર આવવા લાગે છે!

  • Share this:
પશુ પક્ષીઓ, જીવજંતુઓની જેમ વનસ્પતિમાં પણ આશ્ચર્યમાં મૂકી દે તેવી અવનવી જાત (Weird Things) જોવા મળે છે. ઘણી વનસ્પતિ માસાહારી હોય છે. તો કેટલીક ખુબ જ ઝેરી હોય છે. આજે આપણે આવા જ છોડની વાત કરવા જઈ રહ્યા છીએ. જે માણસને અસહ્ય પીડા (Painful Plant) આપી શકે છે.

આ છોડનું નામ જિમપાઇ જિમપાઈ (Gympie-gympie) છે. જેના હાર્ટ શેપ (Heart Shaped Leaf) જેવા પાંદડા હાર્ટ એટેક લાવી શકે છે. જેને સ્યુસાઈડલ પ્લાન્ટ (Suicidal Plant) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પ્લાન્ટના પાંદડાંમાં રહેલા કાંટા ખૂબ ખતરનાક હોય છે. આ કાંટો વાગવાથી વીંછી કરડ્યા જેટલી અસર થાય છે. આ છોડના કાંટા એકદમ નાના હોય છે. જો તે વાગી જાય તો તેને બહાર કાઢવા અશક્ય સમાન છે. આ કાંટો નીકળે નહીં ત્યાં સુધી ઝેરના કારણે અસહ્ય પીડા થાય છે. આ છોડ ખાસ કરીને ઓસ્ટ્રેલિયા (Australia)માં જોવા મળે છે. તેનો સમાવેશ વિશ્વના સૌથી ખતરનાક છોડ (Dangerous Plants on Earth)માં થાય છે.

Gympie Gympie દુનિયાના સૌથી ઝેરી છોડ પૈકી એક છે. (તસવીર સૌજન્ય- Imgur.com)


આ પણ વાંચો, Horror Story: ઘરની બહાર જોવા મળ્યું ‘કાળુ ભૂત’, ડરેલી યુવતીએ તાત્કાલિક પૂજારીને બોલાવી કરાવી શુદ્ધિ!

કાંટામાં હોય છે ન્યોરોટોક્સિન પોઇઝન

આ ઝેરી છોડનું વિજ્ઞાનિક નામ ડેંડ્રોકનાઇડ મોરોઇડ્સ (Dendrocnide Moroides) છે. સામાન્ય રીતે તેને જીમપાઈ જીમપાઈ (Gympie-gympie) તરીકે ઓળખાય છે. આ પાંદડાં દિલ આકારના અને કાંટા ઝીણા હોય છે. આ કાંટામાં રહેલું ઝેર તેના સંપર્કમાં આવનાર વ્યક્તિ કે જાનવરના શરીરમાં ઉતરવા લાગે છે અને અસહ્ય પીડા થાય છે. આ ઝેર સાપ અને વીંછીના ઝેર જેવું જ જોખમી હોય છે. કાંટામાં રહેલા ઝેરને ન્યોરોટોક્સિન પોઇઝન કહેવાય છે. આ છોડના જોખમી ઝેરનો અનુભવ ક્વિન્સલેન્ડ પાર્ક્સ એન્ડ વાઈલ્ડલાઈફ સર્વિસિસના સિનિયર કન્ઝર્વેશન ઓફિસર અર્ની રાઈડરે કર્યો છે. તેઓ આ છોડને અડકયા હતા ત્યારબાદ 2 વર્ષ સુધી પીડા થતી હતી.

વર્ષો સુધી પીડા ભોગવવી પડે છે

આ છોડના કાંટા માણસને વાગવાથી તુરંત જ અસહ્ય પીડા થવા લાગે છે. બે કલાક સુધી થતી આ પીડાના કારણે માણસ બેહોશ થવાની અણીએ પણ પહોંચી જાય છે. આ કાંટાના કારણે દુ:ખાવા ઉપરાંત ક્યારેક સોજો કે લાલ ચકામા પણ થઈ જાય છે. કેટલાક કિસ્સામાં કાંટાનો દુ:ખાવો અમુક દિવસોમાં ચાલ્યો જાય છે, તો કેટલાક કિસ્સામાં સાજા થતા મહિનાઓ કે વર્ષો લાગી શકે છે. સતત થતા દુઃખાવાના કારણે વ્યક્તિને આત્મહત્યાના વિચાર આવે છે. જેથી જ તેને સ્યુસાઇડલ પ્લાન્ટ કહેવાય છે.

આ પણ જુઓ, VIRAL VIDEO: લગ્ન સમયે અચાનક ‘કબડ્ડી’ રમવા લાગી દુલ્હન, આ જોઈ દુલ્હાના ઉડી ગયા હોશ!



આ છોડના કાંટાનું ઝેર તેને ટચ કરનાર ટીસ્યુમાં પહોંચી નુકસાન કરે છે. પાણીના સંપર્કમાં આવવાથી તાપમાન બદલાય છે. આ છોડના લીલા પાંદડાની જેમ સૂકા પાંદડા પણ ખતરનાક હોય છે. આ કાંટા હવાથી કોઈ પાસે પહોંચી તેની ત્વચાને અડે તો પણ દુઃખાવો થાય છે.
First published: July 27, 2021, 7:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading