જેલમાંથી પત્ર લખીને યુવતીને ખૂની સાથે થયો પ્રેમ, લગ્નના દિવસે મહેમાનોની સામે જ કરી નાખ્યું મર્ડર

News18 Gujarati
Updated: August 6, 2022, 6:38 PM IST
જેલમાંથી પત્ર લખીને યુવતીને ખૂની સાથે થયો પ્રેમ, લગ્નના દિવસે મહેમાનોની સામે જ કરી નાખ્યું મર્ડર
ખૂની સાથે લગ્ન કરવાનો નિર્ણય મંડપમાં જ ખતરનાક સાબિત થયો

રશિયા (Russia)માં એક હ્રદયદ્રાવક ઘટના બની છે. અહીં રહેતા એક શખ્સને જેલમાં રહીને એક યુવતી સાથે પ્રેમ (woman marries criminal) થઈ ગયો હતો. લગ્નના દિવસે જ તેણે તેની દુલ્હનને માર મારી હત્યા કરી (Groom Kills Wife On Wedding Day).

  • Share this:
પ્રેમ (Love)માં વ્યક્તિ સાચું-ખોટું બધું જ ભૂલી જાય છે. જો તેને કંઈક યાદ રહે છે, તો તે ફક્ત છે પાગલપણુ અને તે વ્યક્તિના પ્રેમમાં પડવું. રશિયા (Russia)માં એક છોકરી એક કેદીના પ્રેમમાં પડી ગઈ હતી. બંનેએ જેલમાં જ એકબીજાને પત્ર લખીને પ્રેમને પ્રોત્સાહન આપ્યું હતું. બંનેના સંબંધો એટલા ગાઢ બની ગયા કે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ લગ્નના દિવસે જ હત્યારા સાથે લગ્ન કરવાનો છોકરીનો નિર્ણય ઘાતક સાબિત થયો. પહેલાથી જ હત્યાના આરોપમાં સજા કાપી રહેલા આ વ્યક્તિએ પોતાની દુલ્હનની પણ બધાની સામે હત્યા (Groom Kills Wife On Wedding Day) કરી નાખી.

મળતી માહિતી મુજબ બંનેની મુલાકાત જેલમાં થઈ હતી. છોકરાને ત્યાં હત્યાના આરોપમાં કેદ કરવામાં આવ્યો હતો. તે છોકરીને પત્ર લખતી વખતે પ્રેમમાં પડ્યો. તે વ્યક્તિ તેના પત્રમાં ખૂબ જ પ્રેમભરી વાતો પણ લખતો હતો. પરંતુ કહેવાય છે કે વ્યક્તિનો સ્વભાવ અને હસ્તાક્ષર ક્યારેય બદલાતા નથી. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને આ લગ્નમાં પોતાના સંબંધીઓને આમંત્રણ આપ્યું. પરંતુ જ્યારે છોકરાએ તેની દુલ્હનને ત્યાં હાજર મહેમાનો સાથે વાત કરતી જોઈ તો તેનો આપો ગુમાવી દીધો. તેણે ત્યાં બધાની સામે છોકરીને માર માર્યો.

તે બદલાઈ ગયો છે…

યુવતીએ જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા વ્યક્તિના પ્રેમમાં પડવાની ભૂલ કરી હતી. જ્યારે તેના પરિવારજનોએ યુવતી સાથે આ અંગે વાત કરી તો તેણે કહ્યું કે હવે તે બદલાઈ ગઈ છે. બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન સમારોહમાં દારૂનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, છોકરાએ જોયું કે તેની પત્ની મહેમાનો સાથે વાત કરી રહી છે. આ જોઈને તેનો પારો ઊંચો ચઢી ગયો અને તેણે માર મારીને બધાની સામે બીજી હત્યા કરી નાખી. આ દરમિયાન ડરના કારણે કોઈ તેને રોકવા ન આવ્યું. છોકરાના માથા પર એવી રીતે લોહી ચઢ્યું હતું કે એવું લાગી રહ્યું હતું કે તે હવે કોઈને પણ મારી શકે છે.

આ પણ વાંચો: ડેટ પર નહોતો પહોંચ્યો પાર્ટનર, મહિલાએ કોર્ટમાં જઈ 8 લાખ રુપિયાનો કર્યો દાવો!

થઈ 18 વર્ષની સજા35 વર્ષીય સ્ટેપન ડોલ્ઝિચને હવે તેની પત્ની ઓક્સાના પૌલુડેન્ટસેવાની હત્યા બદલ અઢાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તે પહેલાથી જ હત્યાના આરોપમાં જેલમાં સજા કાપી રહ્યો હતો. હવે તેમના પર આ બીજો હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે, જેની સજા અઢાર વર્ષની છે.

આ પણ વાંચો: લગ્ન કરવાનો એવો ક્રેઝ કે પુરુષે એકસાથે 6 મહિલાઓને બનાવી લીધી પત્ની

આ વ્યક્તિએ કોર્ટમાં જણાવ્યું કે તેને લાગ્યું કે તેની પત્ની તેની સાથે છેતરપિંડી કરી રહી છે. આ કારણે તેણે તેને બધાની સામે મારવાનું શરૂ કર્યું. પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે આ વ્યક્તિએ હત્યા દારુના નશામાં કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ કોર્ટે તેની તમામ દલીલો ફગાવી દીધી હતી અને તેને અઢાર વર્ષની જેલની સજા ફટકારી હતી.
Published by: Riya Upadhay
First published: August 6, 2022, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading