ચીનની ભૂલથી ખતમ થઇ શકે છે દુનિયા, કરવા જઈ રહ્યું છે આવો પ્રયોગ

News18 Gujarati
Updated: August 19, 2021, 10:41 PM IST
ચીનની ભૂલથી ખતમ થઇ શકે છે દુનિયા, કરવા જઈ રહ્યું છે આવો પ્રયોગ
પ્રતિકાત્મક તસવીર (ઇન્ટરનેટ)

China news- એક ભૂલથી પૃથ્વી પર ભયાનક આગ લાગશે, જેનાથી પૃથ્વી બળીને રાખ થઇ જશે

  • Share this:
ચીનને (China)હાલમાં દુનિયાના ઘણા દેશોએ કોરોનાના કારણે નિશાન પર લીધો હતો. તેને દુનિયામાં કોરોના (CoronaVirus)ફેલાવવા માટે જવાબદાર માનવામાં આવે છે. જોકે ચીન તેનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યું છે. ચીન ઉપર હંમેશાથી સચ્ચાઇ છુપાવવાનો આરોપ લાગતા આવ્યા છે. ફરી એક વખત ચીન વિનાશ જેવો પ્રયોગ કરવા જઈ રહ્યું છે. આ વખતે આક્રમણ સ્પેસથી થઇ શકે છે. ચીન અત્યારે જે કરવા જઈ રહ્યું છે તેમાં થોડી પણ લાપરવાહી થઇ તો તેના ભયંકર પરિણામ ભોગવવા પડી શકે છે.

ચીને સ્પેસમાં ઘણું મોટું સોલર પેનલ (Solar Pannel) મોકલવાની તૈયારી કરી છે. આ સોલર પેનલ સ્પેસ સ્ટેશનને (Solar Power Station)સૂર્યની રોશનીથી ચાર્જ કરીને ચલાવશે. ચીનને આ સ્પેસ સ્ટેશનની રિફ્લેક્ટેડ રેજને મહાસમુદ્રમાં પાડવાનો છે. જો તેમાં થોડી પણ લાપરવાહી થઇ તો પૃથ્વીને તેનું પરિણામ ભોગવવું પડશે. ભીષણ ગરમી અને લાઇટના ટોર્ચરથી પૃથ્વી પર કોહરામ મચી જશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે એક ભૂલથી પૃથ્વી પર ભયાનક આગ લાગશે, જેનાથી પૃથ્વી બળીને રાખ થઇ જશે.

2030 સુધી કરશે લોન્ચ

ચીને પોતાના આ નવા પ્રોજેક્ટની જાહેરાત કરીને સનસની મચાવી દીધી છે. ચીનનો પ્લાન છે કે આ સોલર પેનલ દ્વારા 2019 સુધી 1GW એલર્જી જનરેટ કરી લેવાશે. આટલા પાવરથી એક આખું શહેર વીજળીનો ઉપયોગ કરી લે. જોકે એક્સપર્ટ્સનું કહેવું છે કે જો આ રોશનીનું રિફ્લેક્શન ખોટી રીતથી પૃથ્વી પર પડશે તો તેનાથી તબાહી આવી જશે. ચીનનો પ્લાન સૂરજની રોશનીને પાણીની ઉપર પાડવાનો છે. જોકે થોડી પણ લાપરવાહી થશે અને રોશની જમીન પર પડશે તો તબાહી મચી જશે.

આ પણ વાંચો - પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શિયાઓના જૂલુસમાં બોમ્બ વિસ્ફોટ, 3 લોકોના મોત, 40 ઇજાગ્રસ્ત

80 વર્ષથી ચાલી રહી છે પ્લાનિંગચીનના આ સોલર પેનલ વાળા સ્પેસ સ્ટેશનનો આઈડિયા 1940માં ઇસાક અસિમોવના આઈડિયા દ્વારા લેવામાં આવ્યો છે. યૂકેના સ્પેસ લીડર્સ પણ આ આઈડિયાને અપનાવવાની તૈયારીમાં છે. સોલર પાવર સ્ટેશન સોલર પાવરને વિજળીમાં બદલીને વસ્તુઓ ચલાવે છે. સ્પેસમાં વસ્તુઓ ગ્રેવિટીની કમીના કારણે હલતી રહશે. આવામાં સોલર પેનલને સ્થાઇ કરવામાં ઘણી પરેશાની થશે.

ચીન ઉત્સાહિત

ચીન પોતાના નવા પ્લાનનને લઇને ઉત્સાહિત છે. ચાઇના સાયન્સ ડેલીના હેટ વૈજ્ઞાનિક યાંગ શિજહોંગે જણાવ્યું કે સરકારે તેમના પ્લાનની ઘણી પ્રશંસા કરી છે. અંતરિક્ષમાં 35 હજાર કિલોમીટરની ઉંચાઇ પર બનેલા આ સ્પેસ સ્ટેશનનું સપનું પુરું કરવા માટે હજારો એન્જીનિયર્સ લાગેલા છે. ચીને વિશ્વાસ આપ્યો છે કે આ પ્લાનમાં કોઇ ગરબડી નહીં થાય. જોકે ગરબડી થશે તો તબાહી નિશ્ચિત છે.
Published by: Ashish Goyal
First published: August 19, 2021, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading