OMG! 70 વર્ષ સુધી એક જ જગ્યાએ નોકરી કરતો રહ્યો શખ્સ, એક પણ દિવસ નથી લીધી રજા!

News18 Gujarati
Updated: January 26, 2022, 11:01 PM IST
OMG! 70 વર્ષ સુધી એક જ જગ્યાએ નોકરી કરતો રહ્યો શખ્સ, એક પણ દિવસ નથી લીધી રજા!
બ્રાયન કોર્લે (Brian Chorley)એ પોતાના જીવનના 70 વર્ષ એક જ કંપનીને આપી દીઘા અને આ દરમિયાન તેમણે બીમારી (Man never took sick leav)ના કારણે એક પણ દિવસ રજા લીધી ન હતી (Man works for same company for 70 years).

બ્રાયન કોર્લે (Brian Chorley)એ પોતાના જીવનના 70 વર્ષ એક જ કંપનીને આપી દીઘા અને આ દરમિયાન તેમણે બીમારી (Man never took sick leav)ના કારણે એક પણ દિવસ રજા લીધી ન હતી (Man works for same company for 70 years).

  • Share this:
કંપની માટે વફાદાર કર્મચારીઓ મેળવા એ સૌથી મોટી સંપત્તિ છે. બ્રિટન (Britain News)ની જૂતા બનાવતી એક કંપનીને 70 વર્ષ પહેલા આવો જ એક કર્મચારી મળ્યો હતો (Man works for same company for 70 years).જેમણે પોતાનું આખું જીવન આ કંપનીની સેવામાં વિતાવ્યું હતું અને ક્યારેય બીમારીને કારણે પણ રજા લીધી ન હતી.બ્રાયન ચોર્લી 1953માં ક્લાર્ક્સ શૂઝ ફેક્ટરી (Clarks shoes factory)માં જોડાયા હતા. તે સમયે તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી. કામની બાબતમાં તેઓ એકદમ નાના હતા, પરંતુ તેમણે પોતાની નોકરીમાં એટલું બધું મન લગાવી દીધું કે 83 વર્ષની ઉંમરે પણ તેઓ આજે પણ એ જ જગ્યાએ કામ કરી રહ્યા છે.

15 વર્ષની ઉંમરથી કરી રહ્યાં છે નોકરી
બ્રાયને સોમરસેટમાં સી એન્ડ જે ક્લાર્ક ફેક્ટરીમાં ઉનાળુ વેકેશન દરમિયાન નોકરી શરૂ કરી હતી. તે સમયે તેઓ શાળામાં ભણતા હતા અને થોડા પૈસા કમાવવા માંગતા હતા.

આ પણ વાંચો: OMG! પરિવાર સહિત 3000 કિ.મી. દૂર નોકરી કરવા પહોંચ્યો માણસ, 2 કલાકમાં જ થયો બેરોજગાર!

મિરર સાથે વાત કરતા તેમણે કહ્યું કે જ્યારે તેના પિતાએ તેની સાથે આ વિશે વાત કરી તો તેમણે કહ્યું કે તે આ કામ એટલા માટે કરવા માંગે છે કારણ કે તે ગરીબ છે. તેઓ તેમના પરિવાર માટે કેટલાક પૈસા કમાવવા માંગતા હતા. જ્યારે તેમને 45 કલાકની નોકરીના બદલામાં એક પરબીડિયામાં થોડી રકમ મળી, ત્યારે તેમણે તેમાંથી અડધી રકમ તેમની માતાને આપી દીધી.

આ પણ વાંચો: OMG! 24 કલાક ખુલ્લી રહે છે શખ્સની આંખો, રાત્રે સૂવા માટે લગાવવી પડે છે ટેપ !કંપની બદલાઈ પણ કર્મચારી નહીં
તેમની મૂળ કંપની વર્ષ 1980માં બંધ થઈ ગઈ. તે સમયે બ્રાયનની ઉંમર 50 વર્ષથી વધુ હતી અને જ્યારે કંપનીએ પોતાનું શોપિંગ આઉટલેટ શરૂ કર્યું, ત્યારે તેમણે 1993માં તેમાં ફરીથી કામ કરવાનું શરૂ કર્યું. તે કહે છે કે તેમણે તેમના એમ્પ્લોયરને સારી સેવા આપવા માટે બધું જ કર્યું હતું અને તે તેમના કામથી ખૂબ ખુશ છે. આ ઉંમરે પણ બ્રાયન રિટાયર થવા વિશે વિચારી રહ્યા નથી અને કહે છે કે તે 93 વર્ષ સુધી કામ કરવા માંગે છે. તેઓ તેમના આદર્શ ડેવિડ એટનબરોને માને છે, જેમણે 95 વર્ષની ઉંમર સુધી કામ કર્યું હતું.
Published by: Riya Upadhay
First published: January 26, 2022, 11:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading