Australia: નાનીએ જ પોતાના દોહિત્રને આપ્યો જન્મ! ગર્ભાશય વગર પેદા થઈ હતી દીકરી

News18 Gujarati
Updated: January 27, 2022, 7:11 AM IST
Australia: નાનીએ જ પોતાના દોહિત્રને આપ્યો જન્મ! ગર્ભાશય વગર પેદા થઈ હતી દીકરી
54 વર્ષીય મેરી અર્નોલ્ડ (Maree Arnold) પોતાની દીકરી મેગન માટે સરોગેટ માતા બની. (Image- Caters News)

Woman gives birth to her own grandchild: ઓસ્ટ્રેલિયા (Australia)ની મેરી અર્નોલ્ડ (Maree Arnold) પોતાની દીકરી મેગન વ્હાઇટ માટે સરોગેટ માતા (surrogate mother) બની. મેગનને મેયર રોકિટન્સકી કસ્ટર હાઉઝર સિન્ડ્રોમ (MRKH) હોવાથી તે ક્યારેય માતા બની શકે તેમ ન હતી.

  • Share this:
Woman gives birth to her own grandchild: ઓસ્ટ્રેલિયા (Australia)માં એક મહિલાએ પોતાના દોહિત્ર એટલે કે દીકરીના દીકરા (grandson)ને જન્મ આપ્યો છે. મેરી અર્નોલ્ડ (Maree Arnold) પોતાની દીકરી મેગન વ્હાઇટ માટે સરોગેટ માતા (surrogate mother) બની. વાત એમ છે કે, મેગનને 17 વર્ષની ઉંમરમાં મેયર રોકિટન્સકી કસ્ટર હાઉઝર સિન્ડ્રોમ (MRKH)ની ખબર પડી હતી. આ એક પ્રકારનો ડિસઓર્ડર હોય છે જેમાં દીકરી ગર્ભાશય વિના જ જન્મે છે. તેના કારણે તે ક્યારેય મા નથી બની શક્તી.

દીકરી માટે મહિલા બની સરોગેટ મધર

54 વર્ષની મેરીને ખબર હતી કે તેની દીકરી ક્યારેય મા નહીં બની શકે. તેના પછી તેમણે દીકરી માટે મા બનવાનો નિર્ણય લીધો. જોકે, મેરી પહેલા પણ કેનાડાની એક મહિલા મેગન માટે સરોગેટ માતા બની હતી, પરંતુ પ્રેગ્નન્સીના 21મા સપ્તાહમાં બાળકનું પેટમાં જ મૃત્યુ થઈ ગયું. તેના પછી મેગનનું મા બનવાનું સપનું તૂટી ગયું, પરંતુ તેની માએ હિંમત ન હારી. ઘણા રિસર્ચ બાદ મેગનની મમ્મીને જાણકારી મળી કે તે પોતે પણ દીકરી માટે સરોગેટ મધર બની શકે છે.

નાનીએ આપ્યો દોહિત્રને જન્મ

પાછલા સપ્તાહમાં ઓપરેશન દ્વારા મેરીએ દોહિત્ર વિન્સ્ટનને જન્મ આપ્યો. આ પોતે જ અનોખી ઘટના છે. સ્થાનિક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં મેગને જણાવ્યું કે, વિન્સ્ટનને હાથમાં લેવો એ સપનું સાકાર થવા જેવું હતું. તેને પહેલી નજરે જોતાં જ અમને પ્રેમ થઈ ગયો. બાળકના જન્મ સમયે અમે હોસ્પિટલમાં જ હતા. અમે નર્વસ સાથે ઉત્સાહિત પણ હતા.’

આ પણ વાંચો: ‘ટાઇગર’ સાથે સૂવાનો મોકો આપે છે હોટલ, આખી રાત બેડની બાજુમાં ફર્યા કરશે વાઘ!પોતાના મુશ્કેલ દિવસોને યાદ કરતાં મેગને કહ્યું, ‘સ્કૂલના સમયથી મને લાગતું હતું કે મારીસાથે કંઈક તો ખોટું છે કારણકે મારા સિવાય દરેક છોકરીને પીરિયડ્સ આવતા હતા. હું પોતાની મેન્સ્ટ્રુઅલ સાઈકલની રાહ જોતી રહી પણ આ ક્યારેય ન બન્યું. મારી મા અને હું જ્યારે ડોક્ટરને મળ્યા ત્યારે મને MRKH (Mayer-Rokitansky-Küster-Hauser) હોવાનું માલૂમ પડ્યું. એનો અર્થ એ કે હું ગર્ભાશય વગર પેદા થઈ હતી અને મને ક્યારેય માસિક ન આવી શકે. જો કે, મારી ઓવરી કામ કરી રહી હતી અને હું સરોગેટની મદદથી એક બાયોલોજિકલ માતા બની શકું તેમ હતી.’

આ પણ વાંચો: OMG! એક વર્ષમાં ચાર વખત Corona પોઝિટિવ થઈ છોકરી, દર વખતે જોવા મળ્યા આવા લક્ષણો

આ સફર સરળ ન હતી

દોહિત્રને જન્મ આપનારી મેરીએ જણાવ્યું કે, ‘દોહિત્રને જન્મ આપવો મારા માટે સરળ ન હતું. બાળક માટે દીકરીનું દુઃખ મારાથી જોવાતું ન હતું. મે ક્યારેય વિચાર્યું ન હતું કે હું સરોગેટ મધર બની શકીશ કારણકે પેટમાં બાળકનો ભાર ઉપાડવા માટે મારી ઉંમર ઘણી વધારે હતી. જો કે, રિસર્ચ, મનોવૈજ્ઞાનિક અને ડોક્ટરોની સલાહ બાદ મને લાગ્યું કે આ શક્ય છે.’ મેરી મેનોપોઝમાંથી પસાર થઈ રહી હતી અને ડોક્ટર્સે દવાઓથી તેમના યુટ્રસને પ્રેગ્નન્સી માટે તૈયાર કર્યું હતું.

આ પણ વાંચો: Republic Day 2022: PM મોદીએ પહેરી ઉત્તરાખંડની ટોપી, જાણો આ ટોપી અને તેમાં બનેલી ડિઝાઈનની ખાસિયત

ત્રણ અસફળ એમ્બ્રાયો ટ્રાન્સફર બાદ મેરી અને મેગન હતાશ થઈ ગયા હતા, પરંતુ ચોથી વખત આ પ્રોસેસ સફળ રહી અને વિન્સ્ટનનો જન્મ થયો. મેગને કહ્યું કે આ આખી પ્રક્રિયા બાદ તે પોતાની માથી વધુ નજીક અવી ગઈ છે. તેણે કહ્યું કે, ‘હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શક્તિ કે હું માની કેટલી ઋણી છું. અમારો સંબંધ બહુ ખાસ છે. મા સિવાય મારા માટે આ કોઈ કરી શકે તેમ ન હતું.’
Published by: Nirali Dave
First published: January 26, 2022, 10:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading