થિયેટરમાં Tadap તો OTT પર આવશે અભિષેક બચ્ચનની ફિલ્મ, આ અઠવાડિયું રહેશે મનોરંજનથી ભરપૂર

News18 Gujarati
Updated: December 2, 2021, 2:56 PM IST
થિયેટરમાં Tadap તો OTT પર આવશે અભિષેક બચ્ચનની ફિલ્મ, આ અઠવાડિયું રહેશે મનોરંજનથી ભરપૂર
આ અઠવાડિયે થિયેટરમાં Tadap તો OTT પર આવશે અભિષેક બચ્ચનની ફિલ્મ

આ અઠવાડિયું મનોરંજન (Entertainment)થી ભરપૂર રહેવાનું છે. થિયેટરથી લઈને OTT પ્લેટફોર્મ સુધી, એકથી એક ચડિયાતી ફિલ્મો અને વેબ સિરીઝ (Web Series) રિલીઝ થવા જઈ રહી છે.

  • Share this:
મુંબઈ: સિનેમાઘરો (Cinema Hall)ખુલતાની સાથે જ એક પછી એક ધમાકેદાર ફિલ્મો (Films)ની રીલીઝ તારીખો સામે આવી રહી છે. તે જ સમયે, આ અઠવાડિયું મનોરંજન (Entertainment)થી ભરપૂર રહેવાનું છે. થિયેટરથી લઈને OTT પ્લેટફોર્મ સુધી, એકથી એક ચડિયાતી ફિલ્મો અને વેબ સિરીઝ (Web Series) રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે જ્યારે સુનીલ શેટ્ટી (Sunil Shetty)ના પુત્ર અહાન શેટ્ટી (Ahan Shetty)ની ફિલ્મ તડપ (Tadap) 3 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, ત્યારે અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ની ફિલ્મ બોબ બિશ્વાસ (Bob Biswas) OTT પર રિલીઝ થશે. આ સિવાય આ અઠવાડિયે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે નિર્દેશક મિલન લુથારિયા (Milan Luthariya)ની ફિલ્મ તડપ પ્રેમના જુસ્સાની વાર્તા છે, જેમાં તારા સુતારિયા (Tara Sutaria) પણ જોવા મળશે. ફિલ્મના ટ્રેલર અને ગીતો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. દર્શકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

અભિષેક બચ્ચન રોક કરવાની તૈયારી કરી રહ્યો છે

અભિષેક બચ્ચનની ફિલ્મ બોબ બિસ્વાસ 3 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ ZEE5 પર આવી રહી છે. બોબ બિસ્વાસનું દિગ્દર્શન દિયા અન્નપૂર્ણા ઘોષ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેનું નિર્માણ શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને સુજોય ઘોષ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અભિષેકની સાથે ચિત્રાંગદા સિંહ લીડ રોલમાં છે. તે જ સમયે, Netflix ની લોકપ્રિય ક્રાઈમ સીરિઝ Money Heist ની પાંચમી અને અંતિમ સિઝન પણ 3 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચોOTT પર ધમાલ મચાવવા તૈયાર છે આ 7 વેબ સીરીઝની નવી સિઝન, આ તારીખે થશે રીલીઝ

આ વેબ સિરીઝ પણ જોવા માટે ઉપલબ્ધ હશે

Cobalt Blue 3 ડિસેમ્બરે Netflix પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રતિક બબ્બર લીડ રોલમાં છે. કોબાલ્ટ બ્લુનું નિર્દેશન સચિન કુંડલકર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં નિલય મહાંદલે અને અંજલિ શિવારમન મુખ્ય ભૂમિકામાં છે. તે સચિન કુંડલકરની સમાન નામની નવલકથા પર આધારિત છે. Inside Edgeની ત્રીજી સીઝન 3 ડિસેમ્બરે Amazon Prime Video પર આવવાની છે. આ સિરીઝમાં વિવેક ઓબેરોય, રિચા ચઢ્ઢા અને આમિર બશીર મુખ્ય ભૂમિકામાં છે. ઇનસાઇડ એજ એ ક્રિકેટ અને આ રમતના ઘેરા સ્તરો દર્શાવતી એક સરસ સિરીઝ છે.
Published by: kiran mehta
First published: December 2, 2021, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading