ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને સુંદર પિચાઈ અને Google વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

News18 Gujarati
Updated: January 26, 2022, 7:32 PM IST
ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને સુંદર પિચાઈ અને Google વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો
ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને સુંદર પિચાઈ અને Google વિરુદ્ધ નોંધાવી FIR

એક હસીના થી એક દીવાના થા ફિલ્મ (Ek Haseena Thi Ek Deewana Tha Film) નિર્માતા સુનીલ દર્શને (suneel darshan) તેમની એફઆઈઆર (FIR) માં ગૂગલ (google) ના સીઈઓ સુંદર પિચાઈ (sundar pichai) અને તેમના ઘણા કર્મચારીઓના નામ આપ્યા છે.

  • Share this:
ફિલ્મ નિર્માતા સુનિલ દર્શન (Suneel Darshan complaints Sundar Pichai and Google) એ YouTube પર તેમની ફિલ્મ 'એક હસીના થી એક દીવાના થા'ના કોપીરાઈટ ઉલ્લંઘનને રોકવા માટે કાનૂની રસ્તો અપનાવ્યો છે. સુનીલ દર્શને આરોપ લગાવ્યો છે કે, વિડિયો પ્લેટફોર્મ પર ઘણા યુઝર્સ તેમની વિશિષ્ટ સામગ્રીનું મુદ્રીકરણ કરી રહ્યા છે, જેના કારણે તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. ફિલ્મ નિર્માતાએ તેમની એફઆઈઆરમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને તેમના ઘણા કર્મચારીઓના નામ આપ્યા છે.

સુનીલ દર્શને (Suneel Darshan) ETimes સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'મારી ફિલ્મ, જે મેં ક્યાંય અપલોડ કરી નથી અને દુનિયામાં કોઈને વેચી નથી, તે YouTube પર લાખો વખત જોવામાં આવી છે. હું તેને (ગુગલ)ને પરથી દૂર કરવા વિનંતી કરતો રહ્યો, પરંતુ નિરાશા સિવાય કંઈ મળ્યું નહીં. હું ખૂબ જ નિરાશ થઈ ગયો. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારે કોર્ટમાં જવું પડ્યું.

કોર્ટે પોલીસને FIR નોંધવા આદેશ કર્યો

તે આગળ કહે છે, 'સદનસીબે, કોર્ટે મારી તરફેણમાં આદેશ આપ્યો અને પોલીસને FIR નોંધવાનો નિર્દેશ આપ્યો. એક બિલિયનથી વધુ ઉલ્લંઘનના મામલા છે અને મારી પાસે તેમાંથી દરેકનો રેકોર્ડ છે. તે એવા લોકો વિશે છે જે એવો દાવો કરે છે કે તે કાયદાનું પાલન કરે છે અને હવે તેમની પાસે કોઈ સિસ્ટમ નથી. સુનિલ દર્શન ટેક્નોલોજીના ગેરફાયદા વિશે કહે છે, 'જે લોકો મારા વીડિયોથી કમાણી કરે છે તેમને ફાયદો થઈ રહ્યો છે. હું ટેક્નોલોજીને પડકારી રહ્યો નથી, પરંતુ હું તેના દુરુપયોગ તરફ ધ્યાન દોરવા માંગુ છું.

સુનીલ દર્શનના વકીલે સમજાવ્યો પૂરો આ મામલે ખુલાસો કર્યો હતો

સુનીલ દર્શનના વકીલ આદિત્યએ આ કેસને કાયદાકીય દૃષ્ટિકોણથી સમજાવ્યો, "'એક હસીના થી એક દીવાના થા' ફિલ્મના ઑડિયો-વિઝ્યુઅલ અને ઑડિયો અપલોડ થવાથી, YouTube અને તેમના અધિકારીઓએ બૌદ્ધિક સંપદાની વેચાણક્ષમતામાં માત્ર નોંધપાત્ર ઘટાડો કર્યો નથી, પરંતુ ફિલ્મના ઓડિયો-વિઝ્યુઅલ અને ઓડિયોની વેલ્યુને પણ ઘટાડી દીધી છે. પરંતુ, YouTube એ કન્ટેન્ટ દેખાડી જાહેરાતો અને સોર્સ દ્વારા થયેલા નફાથી ખુદને ખોટી રીતે સમૃદ્ધ કર્યા છે.આ પણ વાંચોRepublic day 2022 : 'એ મેરે વતન કે લોગો...' ગીત પાછળની કેટલીક રસપ્રદ વાતો, ...જ્યારે અસલ નકલ સાંભળીને લતાજી રડી પડ્યા હતા

સુનિલ દર્શને અનેકવાર ફરિયાદ કરી હતી

વકીલ ઉમેરે છે, "સુનીલ દર્શને YouTube/Google અને તેમના અધિકારીઓને ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ તેઓએ તેમની ફરિયાદોને અવગણી હતી અને તેમના બૌદ્ધિક સંપદા અધિકારોનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ભારે નફો કરવાનું ચાલુ રાખ્યું."
Published by: kiran mehta
First published: January 26, 2022, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading