સપના ચૌધરીના આ ગીત પર દુનિયા છે ફીદા, 24 કરોડથી વધુ વખત VIDEO જોવાયો, તમે જોયો?

News18 Gujarati
Updated: October 17, 2021, 5:39 PM IST
સપના ચૌધરીના આ ગીત પર દુનિયા છે ફીદા, 24 કરોડથી વધુ વખત VIDEO જોવાયો, તમે જોયો?
સપના ચૌધરી ડાન્સ વીડિયો

હરિયાણવીની દેશી રાણીનો એક વીડિયો યુટ્યુબ પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભરેલા પંડાલમાં જોરદાર ડાન્સ (Sapna Choudhary dance Video) કરતી જોવા મળી રહી છે.

  • Share this:
બિગ બોસ 11માં જોવા મળેલી ડાન્સર સપના ચૌધરી (Sapna Choudhary)ની આખા દેશમાં ફેન ફોલોઇંગ છે. તે જ્યાં પણ જાય છે, તેને જોવા માટે ટોળા ભેગા થઈ જાય છે. હરિયાણા ઉપરાંત સપના ચૌધરીએ યુપી, બિહાર અને મધ્યપ્રદેશના ઘણા રાજ્યોમાં સ્ટેજ પરફોર્મન્સ આપ્યું છે. હરિયાણવી ડાન્સર, અભિનેત્રી અને ગાયિકા સપના ચૌધરી (Sapna Choudhary dance) માતા બન્યા બાદ એક પછી એક નવા હરિયાણવી ગીતો (Haryanvi Songs)માં દેખાઈ રહી છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે.

સપના ચૌધરીના નવા ગીતોનો ક્રેઝ એટલો જ છે જેટલો લોકોમાં તેના સ્ટેજ પરફોર્મન્સને જોવા માટે ક્રેઝ છે. કોરાનાને કારણે સપના ક્યાંય પણ સ્ટેજ પર પરફોર્મ કરી શકી ન હતી. એટલા માટે તેના ચાહકો તેના જુના વીડિયો જોઈને જ પોતાનું મનોરંજન કરી રહ્યા છે. હરિયાણવીની દેશી રાણીનો એક વીડિયો યુટ્યુબ પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભરેલા પંડાલમાં જોરદાર ડાન્સ (Sapna Choudhary dance Video) કરતી જોવા મળી રહી છે.

લોકોને હરિયાણવી નૃત્યાંગના સપના ચૌધરીનો ડાન્સ વીડિયો ગમે છે, જેણે પોતાના ડાન્સ સ્ટેપથી લોકોને દીવાના બનાવી દીધા છે. સપનાને બહાર જેટલું લોકો પસંદ કરે છે. તેનાથી એનેક ઘણુ લોકો તેને સોશિયલ મીડિયા પર પસંદ કરે છે. મહત્વની વાત એ છે કે, સોશિયલ મીડિયા પર વીડિયો નવો હોય કે જૂનો, તે વાયરલ થવામાં સમય લાગતો નથી. તાજેતરમાં જ સપનાનો એક ડાન્સ વીડિયો યૂટ્યુબ (Youtube) ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સપના ડાન્સ કરી રહી છે, તે ગીતના શબ્દો છે, 'તેરી આંખ કા યો કાજલ' (Teri Aankha Ka Yo Kajal).

અહીં જુઓ આ વીડિયો -આ પણ વાંચોTV TRPમાં Top-5માં જગ્યા બનાવવામાં ફેઈલ Bigg Boss, જુઓ કઈં 5 સિરીયલે બાજી મારી ગીતના દરેક ધબકારા પર સપના ચૌધરીના થુંમકા લોકોના હૃદયમાં ધબકતા રહે છે. સપનાની સ્ટાઈલ જોઈને લોકો પોતાને તેના ફેન બનતા રોકી શકતા નથી. સપના ચૌધરીની આ સ્ટાઈલ જોઈને બધાને આશ્ચર્ય થાય છે. આ ગીત પર અત્યાર સુધીમાં 243,783,739 વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો સોનુટેક પંજાબી નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે.
Published by: kiran mehta
First published: October 17, 2021, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading