પુરુષની ભૂલ માટે સ્ત્રી કેમ જવાબદાર? શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવેલી રિચા ચડ્ડાએ કહી મોટી વાત

News18 Gujarati
Updated: August 1, 2021, 4:37 PM IST
પુરુષની ભૂલ માટે સ્ત્રી કેમ જવાબદાર? શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવેલી રિચા ચડ્ડાએ કહી મોટી વાત
તસવીર- @theshilpashetty/therichachadha/Instagram

  • Share this:
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. રાજ કુન્દ્રા 19 જુલાઈથી અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને પોતાની એપ પર રજૂ કરવા બદલ જેલમાં છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં શિલ્પાની પૂછપરછ પણ કરી છે. અત્યાર સુધી પોલીસને શિલ્પા સામે કોઈ પુરાવા મળ્યા નથી. આ પછી પણ શિલ્પાને હજુ સુધી ક્લીન ચિટ મળી નથી. રાજની સાથે સાથે લોકો સોશિયલ મીડિયા પર શિલ્પાને ટ્રોલ પણ કરી રહ્યા છે. તાજેતરમાં, શિલ્પાના સમર્થનમાં નિર્દેશક હંસલ મહેતાએ આ બાબતે બોલિવૂડના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા, ત્યારબાદ રિચા ચડ્ડા શિલ્પાના સમર્થનમાં આવી હતી. અને તેણે એક મોટી વાત કહીને ટ્વિટ કર્યું હતું.

રિચા ચડ્ડા ઘણીવાર પોતાનો અભિપ્રાય નિખાલસતાથી વ્યક્ત કરે છે. હંસલ મહેતાના ટ્વીટ બાદ તેમણે શિલ્પા શેટ્ટીને સપોર્ટ કરતી વખતે મોટી વાત કહી હતી. રિચા ચડ્ડાએ અભિનેત્રીના સમર્થનમાં એક ખાસ સંદેશ લખ્યો છે, શિલ્પા શેટ્ટી માટે હંસલ મહેતાનું ટ્વીટ રિચાએ રિટ્વિટ કર્યું છે.

આ પણ વાંચો: Friendship Day: RRRનું પહેલી સોંગ DOSTI રિલીઝ, રામ ચરણ અને NTR આપી રહ્યા છે દોસ્તીનો મેસેજ

રિચા ચડ્ડાએ ટ્વિટ કરીને લખ્યું, 'અમે તેને એક એવી રમત બનાવી છે કે, જ્યારે પણ કોઈ પુરુષ ભૂલ કરે છે, ત્યારે આપણે તેના જીવનમાં મહિલાને દરેક બાબત માટે જવાબદાર માનીએ છીએ. તે સારું છે કે તે કેસ કરી રહી છે. રિચાના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકોની જુદી જુદી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

Richa Chadha, Shilpa Shetty, Richa Chadha supports Shilpa Shetty, Raj kundra case, Social Media, Viral Tweet, Bollywood News, शिल्पा शेट्टी, ऋचा चड्डा

હંસલ મહેતાએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે, જો તમે શિલ્પા શેટ્ટી સાથે ઉભા ન રહી શકો તો ઓછામાં ઓછું તેને એકલી છોડી દો અને કાયદાને નક્કી કરવા દો? તેને પ્રયાવસી આપવી જોઈએ. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, જે લોકો જાહેર વ્યક્તિત્વ ધરાવે છે તેઓ પોતાનો બચાવ કરવાનું છોડી દે છે અને ન્યાય મળે તે પહેલા તેમને દોષિત જાહેર કરવામાં આવે છે.
Published by: kuldipsinh barot
First published: August 1, 2021, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading