Ranveer Vs Wild With Bear Grylls Teaser: જંગલમાં મંગલ કરતો દેખાયો રણવીર સિંહ, રીંછ પડ્યું પાછળ, જુઓ Video


Updated: June 10, 2022, 3:18 PM IST
Ranveer Vs Wild With Bear Grylls Teaser: જંગલમાં મંગલ કરતો દેખાયો રણવીર સિંહ, રીંછ પડ્યું પાછળ, જુઓ Video
રણવીર vs વાઇલ્ડ

Ranveer Vs Wild: આ એડવેન્ચર શોનું ટીઝર તેના સોશિયલ હેન્ડલ પર શેર કરતાં રણવીરે કેપ્શનમાં લખ્યું – “જંગલમાં મંગલ” હું રણવીર Vs વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ, રોમાંચક સાહસોથી ભરેલો ઇન્ટરેક્ટિવ સ્પેશિયલ શો નેટફ્લિક્સ (Netflix) પર ટૂંક સમયમાં આવી રહ્યો છે

  • Share this:
Ranveer Vs Wild With Bear Grylls Teaser: અજય દેવગન, અક્ષય કુમાર અને રજનીકાંત પછી હવે અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) બેયર ગ્રિલ્સ (Bear Grylls)ના ઇન્ટરેક્ટિવ એડવેન્ચર શોમાં જોવા મળવાનો છે. આ શોનું રોમાંચક ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેમાં રણવીર જંગલમાં મંગલ કરતો જોવા મળે છે. જોકે ટીઝરમાં રણવીર ક્યારેક પહાડો પર ચડતો અને ક્યારેક જંગલમાં ડાન્સ કરતો અને દોડતો જોવા મળે છે, કારણ કે તેની પાછળ એક જંગલી રીંછ પડેલું છે (Ranveer Singh gets chased by bears). ટીઝર સાથે રણવીરે તેની રિલીઝ ડેટ જાહેર કરી છે.

આ એડવેન્ચર શોનું ટીઝર તેના સોશિયલ હેન્ડલ પર શેર કરતાં રણવીરે કેપ્શનમાં લખ્યું – “જંગલમાં મંગલ” હું રણવીર Vs વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ, રોમાંચક સાહસોથી ભરેલો ઇન્ટરેક્ટિવ સ્પેશિયલ શો નેટફ્લિક્સ (Netflix) પર ટૂંક સમયમાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રણવીરનો એડવેન્ચર શો 'રણવીર Vs વાઇલ્ડ વિથ બેર ગ્રિલ્સ' નેટફ્લિક્સ પર આગામી મહિને 8 જુલાઈના રોજ રિલીઝ થશે.



મજેદાર છે ટીઝર

વિડીયોમાં જોઈ શકાય છે કે રણવીર બેર ગ્રિલ્સ સાથે જંગલમાં ફરતી વખતે વસ્તુઓ સારી રીતે જાણવાનો પ્રયાસ કરે છે. જો કે, પછી એક જંગલી રીંછ તેમની પાછળ પડે છે. વિડીયોમાં તે ચીસો પાડતો ભાગતો જોવા મળી રહ્યો છે. તે વિડીયોમાં કહે છે કે બટન દબાવો અને મને બચાવો. આ વિડીયો જોયા બાદ રણવીરના ફેન્સ ખૂબ જ ખુશ છે. રણવીરની પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરીને લખી રહ્યા છે કે તેઓ આ શો માટે ઉત્સાહિત છે. ચાહકોનું કહેવું છે કે હવે તેમને રણવીર અને બેયર ગ્રિલ્સને એકસાથે જોઈને ખૂબ જ મજા આવશે.

આ પણ વાંચો- VIDEO: કરણ કુન્દ્રાના ખોળામાં બેઠી તેજસ્વી પ્રકાશ, બર્થડે ગર્લને લોકોએ ગણાવી અટેન્શન સીકરજંગલમાં એડવેન્ચર માટે ફેમસ છે બેયર ગ્રિલ્સ

તમને જણાવી દઈએ કે બેયર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલના પોપ્યુલર શો 'મેન Vs વાઇલ્ડ' હોસ્ટ કરવા માટે પ્રખ્યાત છે. આ શોમાં બેયર જંગલમાં એડવેન્ચર કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શોના એક એપિસોડમાં બેયર સાથે જોવા મળ્યા હતા. જે બાદ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગન અને રજનીકાંત પણ આ શોનો ભાગ બન્યા હતા.
Published by: Margi Pandya
First published: June 10, 2022, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading