Naagin 6: છઠ્ઠી સીઝનમાં 'રાષ્ટ્રવાદી' થઇ નાગિન, પાડોસી દેશનાં વાયરસ અટેકથી દેશને બચાવશે
News18 Gujarati Updated: January 19, 2022, 2:41 PM IST
નાગિન 6નો ઓફિશિયલ પ્રોમો રિલીઝ
Naagin 6 Promo Out: નાગિન (Naagin)આવી ગઇ છે દેશને કોરોનાથી બચાવવા માટે. અરે હસો નહીં.. થોડું ફની જરૂર છે સાંભળવામાં પણ આપ તો જાણો જ છો કે, એકતા કપૂરનાં (Ekta Kapoor Show) શોમાં કંઇ પણ થઇ શકે છે. એકતાનાં આ સુપરનેચરલ ડ્રામાને કોરોના કાળમાં ખાસ ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે. જ્યાં નાગિનને દેશને કોરોનાથી બચાવવાનું બીડુ ઝડપ્યું છે.
નાગિન 6નો પ્રોમો (Naagin 6 Promo Out) રિલીઝ થઇ ગયો છે. જેમાં નાગિન કોણ છે તેનાં ચહેરાનો ખુલાસો નથી થયો પણ નાગિનની થોડી ઝલક જોવા મળે છે. વર્ષ 2020માં થયેલાં આ અટેક જેણે આખી દુનિયાને બદલી નાંખી તે મહામારીથી (Pandemic) દેશને બચાવવાં માટે હવે કોઇ રસ્તો નથી ત્યારે સૌને નાગિનનો ઇન્તઝાર છે કે તે આવીને સૌને બચાવશે.
નાગિન આવી ગઇ છે દેશને કોરોનાથી બચાવવા માટે. અરે હસો નહીં.. થોડું ફની જરૂર છે સાંભળવામાં પણ આપ તો જાણો જ છો કે, એકતા કપૂરનાં શોમાં કંઇ પણ થઇ શકે છે. એકતાનાં આ સુપરનેચરલ ડ્રામાને કોરોના કાળમાં ખાસ ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે. જ્યાં નાગિનને દેશને કોરોનાથી બચાવવાનું બીડુ ઝડપ્યું છે.
આ પણ વાંચો-Urfi Javed: બ્રા વગર શેર કરી તસવીરો, યુઝરે કહ્યું- 'યે લડકી પાગલ હૈ.. પાગલ હૈ.. પાગલ હૈ'કલર્સ પર નાગિન 6નો પ્રોમો રિલીઝ થઇ ગયો છે જેમાં નાગિન કોણ છે, તેનાં ચહેરાનો ખલાસો થયો નથી. પણ નાગિનની થોડી ઘણી ઝલક જરૂર જોવા મળે છે. વર્ષ 2020માં થયેલાં આ એટેક જેણે આખી દુનીયા બદલી નાંખી છે. તે મહામારીથી દેશને બચાવવા માટે હવે કોઇ રસ્તો નથી બચ્યો. ત્યારે સૌ કોઇને નાગિનનો ઇન્તેઝાર છે. કે તે આવીને સૌને બચાવશે. કારણ કે, ઝેર જ છે ઝેરને કાપી શકે છે. આ વખતે નાગિન પોતાનાં માટે નહીં પણ દેશની રક્ષા માટે આવે છે બદલાતી દુનિયાની સાથે આપની ચહિતી નાગિન પણ ઘણી બદલાઇ ગઇ છે.
ટ્રોલ થઇ રહ્યો છે આ કોન્સેપ્ટ- હવે આ તો શો જોયા બાદ જ માલૂમ પડશે કે, કેવી રીતે દેશની રક્ષા કરવા માટે ઝેર બની ઝેરનો ખાત્મો કરશે નાગિન..? આમ તો જે કોરોનાનો તોડ દુનિયાનાં કોઇ ડોક્ટર્સ કે સાયન્ટિસ્ટ પાસે નથી તે વાયરસને ખત્મ નાગિન કેવી રીતે કરશે. આ જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો-Dhanush-Aishwaryaa Separation: ઐશ્વર્યા-ધાનુષનું 18 વર્ષનું લગ્ન જીવન તુટ્યું, ફેન્સને લાગ્યો આંચકો
જોવામાં આવે તો, એકતા કપૂરે આ અદ્ભૂત આઇડિયાથી લોકો આ નવી સીઝનની શરૂ થવાનો ઇન્તેઝાર છે. સાથે જ હજુ સુધી નાગિન કોણ છે તેનો ખુલાસો થયો નથી.
Published by:
Margi Pandya
First published:
January 19, 2022, 2:41 PM IST